Corona case in India : 7 મહિના પછી માત્ર 8 દિવસમાં કોરોના કેસ 10 હજારથી વધીને 1 લાખ , PM MODI સંબોધશે રાજ્યનાં CM સાથે બેઠક
8 દિવસ પહેલા જ્યાં સંક્રમણના કેસ 10 હજારને પાર કરી ગયા હતા, ત્યાં આજે કોરોનાના દર્દીઓની સંખ્યા 1 લાખ એટલે કે 1,16,390ને વટાવી ગઈ છે. કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી વધી રહેલા કોવિડ કેસ માટે જવાબદાર છે.
છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોનાના કેસમાં (Corona case) ધરખમ વધારો થયો છે. આ વચ્ચે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm modi) આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરે તેવી શક્યતા છે.
દેશમાં કોરોનાની ચિંતાજનક પરિસ્થિતિની ચર્ચા કરવા માટે આ બેઠક યોજવામાં આવશે. નોંધનીય છે કે સંક્રમિત લોકો અન્ય લોકોમાં જીવલેણ વાયરસ ન ફેલાવે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના ટેસ્ટ ઝડપી બનાવવા માટે નિર્દેશ આપ્યા પછી આ બેઠક કરશે.
ગુરુવારે સાંજે ભારતમાં કોરોનાવાયરસના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જે બાદ દેશમાં કોવિડ-19ના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 3 લાખથી વધુ થઈ ગઈ છે.. આજથી માત્ર 8 દિવસ પહેલા જ્યાં સંક્રમણના કેસ 10 હજારને પાર કરી ગયા હતા ત્યાં આજે કોવિડના દર્દીઓની સંખ્યા 1 લાખ એટલે કે 1,17,100ને વટાવી ગઈ છે. કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી વધી રહેલા કોવિડ કેસ માટે જવાબદાર છે.
દેશમાં માત્ર ત્રણ દિવસમાં કોરોનાના કેસમાં 243 ટકાનો વધારો થયો છે. 4 જાન્યુઆરીએ એક જ દિવસમાં 37,379 કેસ નોંધાયા હતા. 5 જાન્યુઆરીએ 58,097 કેસ અને 6 જાન્યુઆરીએ છેલ્લા 24 કલાકમાં 90,928 નવા કેસ નોંધાયા હતા. એટલે કે માત્ર 3 દિવસમાં કોરોના કેસમાં 243%નો વધારો નોંધાયો છે.
આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતમાં ત્રીજી લહેર આવી ગઈ છે અને એવું પણ માનવામાં આવે છે કે દરરોજ આવતા કેસોની સંખ્યા અહીં અટકશે નહીં, પરંતુ અહીંથી વધુ આગળ વધશે. આવી સ્થિતિમાં, ભારતમાં એક દિવસમાં મહત્તમ કેટલા કેસ આવી શકે છે અને શું આ નવા કેસ માટે આપણું આરોગ્ય તંત્ર તૈયાર છે?
પ્રથમ લહેરમાં 17 સપ્ટેમ્બર, 2020 ના રોજ, ભારતમાં એક દિવસમાં 97 હજાર 894 કેસ નોંધાયા હતા. ગયા વર્ષે, 7 મેના રોજ એક દિવસમાં સૌથી વધુ 4 લાખ 14 હજાર 188 કેસ આવ્યા હતા અને હવે માનવામાં આવે છે કે ત્રીજી લહેરમાં એક દિવસમાં 14 લાખથી વધુ કેસ આવી શકે છે.ભારતમાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન સંક્ર્મણના દૈનિક કેસોની સંખ્યા 10,000 થી 1 લાખ સુધી પહોંચવામાં 103 દિવસનો સમય લાગ્યો હતો.
જ્યારે બીજી લહેર દરમિયાન તેને 47 દિવસ લાગ્યા હતા. કોરોના સંક્રમણની ત્રીજી લહેર ગયા વર્ષના બીજી લહેરકરતાં પાંચ ગણી ઝડપથી વધી રહી છે. સંક્ર્મણ વિસ્તરણનો તબક્કો 28 ડિસેમ્બરથી શરૂ થયો હતો. માત્ર 10 દિવસમાં જોરદાર ઉછાળો આવતા આંકડો 1 લાખને પાર કરી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોવિડના 1,17,100 નવા કેસ નોંધાયા છે.
કોરોનાના નવા પ્રકાર, Omicron વિશે વાત કરીએ તો, દેશમાં Omicron ના 2,630 કેસ નોંધાયા છે. જેમાંથી 995 દર્દીઓ સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 797 કેસ છે, જ્યારે દિલ્હીમાં 465 કેસ નોંધાયા છે. ભારતમાં આ પ્રકારને કારણે અત્યાર સુધીમાં માત્ર બે જ મૃત્યુ થયું છે, પરંતુ ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. તેથી, હાલમાં ઓમિક્રોનને હળવાશથી લેવા પ્રત્યે બેદરકાર ન રહો.
આ પણ વાંચો : અલ્યા આ કેવા પ્રકારની લડાઈ ! વિરોધીઓ પર ગોળી કે દારૂગોળો વરસાવવાનાં બદલે ઈંડાનો મારો ચલાવવામાં આવે છે