AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Playoff Race 2026 : IPLમાં કઈ ચાર ટીમો કરશે ક્વોલિફાય ? KKRની જીતથી પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર!

KKRએ GTને હરાવી IPL 2026ની પ્લેઓફ રેસ વધુ રોમાંચક બનાવી છે. ત્યારે આજે PBKS vs RCB અને DC vs RR માટે ‘કરો અથવા મરો’ જેવી ટક્કર જોવા મળશે. આજની બંને મેચોના પરિણામ બાદ પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થઈ શકે છે અને પ્લેઓફ માટેનું સમીકરણ વધુ ઈન્ટ્રેસ્ટિંગ બનશે.

IPL Playoff Race 2026 : IPLમાં કઈ ચાર ટીમો કરશે ક્વોલિફાય ? KKRની જીતથી પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર!
IPL Playoff Race 2026Image Credit source: X
| Updated on: May 17, 2026 | 8:53 AM
Share

IPL 2026ની સિઝનમાં દરેક મેચ સાથે પ્લે-ઓફનું સમીકરણ બદલાઈ રહ્યું છે. ગઈ કાલે (16મે) રમાયેલી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) ઈડન ગાર્ડન્સના મેદાન પર ગુજરાત ટાઇટન્સને (GT) હરાવી IPL પ્લેઓફની રેસમાં પોતાની આશા જીવંત રાખી છે. કોલકાતાની આ જીતથી પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ થઈ છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (RCB) ટીમ સીધી ટોચ પર છે.

કોલકાતા નાઈટ રાઈડર્સનો પ્લે-ઓફ માટે સંઘર્ષ

કોલકાતા નાઈટ રાઈડર્સેનું ગઈ કાલના (16મે) મેચમાં સારૂં પ્રદર્શન રહ્યું. KKR 12 મેચ રમી છે. જેમાં 5 જીત અને 6 હાર છે. જોકે તેમનો નેટ રન રેટ -0.038 છે. કોલકાતા હજુ પ્લે-ઓફની રેસમાંથી બહાર નથી. જો તેઓ આગામી મેચોમાં મોટા માર્જિનથી જીત મેળવે છે, તો કોલકાતા નાઈટ રાઈડર્સ ટોપ 4માં સ્થાન મેળવી શકે છે.

ગુજરાત ટાઇટન્સને ટોપ-2ની આશા યથાવત

બીજી બાજુ, આ હારથી ગુજરાત ટાઇટન્સને ભારે ફટકો પડ્યો છે. ગુજરાતે અત્યાર સુધી 13 મેચ રમી છે. તેમાંથી તે 8 મેચ જીતી છે અને 5 હારી છે. ગુજરાત ટાઇટન્સ 16 પોઇન્ટ સાથે હાલમાં 2 નંબર પર છે. આ હાર પછી પણ, ગુજરાતનો નેટ રન રેટ +0.400 છે. તેથી તેઓ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ગુજરાત પાસે હવે ફક્ત એક જ મેચ બાકી છે અને જો તેઓ તે મેચ જીતી જાય છે તો પણ તેઓ ટોચની બે ટીમોમાં રહેશે.

આરસીબી ટોચ પર

કોલકાતાએ ગુજરાતને હરાવવાનો સીધો ફાયદો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને થયો છે. RCB 12 મેચમાં 8 જીત સાથે 16 પોઈન્ટ પર છે, પરંતુ તેઓ તેમના સારા નેટ રન રેટ +1.053 ને કારણે ટેબલમાં ટોચ પર છે. હવે RCBની આગામી મેચ પંજાબ કિંગ્સ (PBKS) સામે થશે. જો RCB આજે (17મે) પંજાબ કિંગ્સને હરાવે છે તો તેમની પાસે 18 પોઈન્ટ હશે અને તેમના નામની આગળ સત્તાવાર રીતે ‘Q’ (ક્વોલિફાઇડ) હશે એટલે કે પ્લે-ઓફ માટે ક્વોલિફાય છે. પંજાબને હરાવ્યા પછી RCBને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમવાનું છે. જો RCB તે મેચ જીતે છે, તો તેઓ સીધા 20 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.

પંજાબ કિંગ્સ સામે મોટો પડકાર

પંજાબ કિંગ્સ એક મોટા પડકારનો સામનો કરી રહી છે. પંજાબ કિંગ્સ હાલમાં 12 મેચમાં 6 જીત સાથે 13 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. પંજાબ માટે આગામી મેચ કરો યા મરો જેવી હશે. જોકે, સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે પંજાબની ટીમ ચોક્કસપણે સતત 6 મેચ હારવાની ભૂલ નહીં કરે અને RCB ને કડક ટક્કર આપશે. વર્તમાન પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, RCB અને ગુજરાત પાસે 16 પોઈન્ટ છે. હૈદરાબાદ પાસે 14 પોઈન્ટ છે અને પંજાબ પાસે 13 પોઈન્ટ છે. જ્યારે રાજસ્થાન અને ચેન્નાઈ 12 પોઈન્ટ સાથે પાચમાં અને છઠ્ઠાં સ્થાને છે.

આ પણ વાંચો, Breaking News: KKR એ જીત સાથે IPL 2026 માં પ્લેઓફની આશા જીવંત રાખી, ગુજરાતને 29 રને હરાવ્યું

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">