AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ક્રિકેટ ચાહકો લઈ લેજો ટિકિટ, IPL 2026ની ફાઇનલ અમદાવાદમાં રમાશે

IPL 2026 Finalને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર બેંગ્લુરુના ચાહકો માટે સારા નથી. તેની પાસેથી હવે ફાઇનલનું આયોજન છીનવાઈ ગયું છે,IPL 2026ની ફાઇનલ અમદાવાદમાં રમાશે.

Breaking News :  ક્રિકેટ ચાહકો લઈ લેજો ટિકિટ, IPL 2026ની ફાઇનલ અમદાવાદમાં રમાશે
| Updated on: May 06, 2026 | 1:00 PM
Share

IPL 2026 ની ફાઇનલ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે નહીં. IPL ફાઇનલ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. જોકે, આ વખતે એવું નહીં થાય. IPL 2026ની ફાઇનલ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPL 2026ના પ્લેઓફ માટેના સ્થળોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ન્યૂ ચંદીગઢ સહિત અમદાવાદ અને ધર્મશાળા સહિત ત્રણ શહેરોનો સમાવેશ થાય છે.

IPL 2026ની ફાઇનલનું સ્થળ કેમ બદલવામાં આવ્યું?

BCCIના IPL 2026ની ફાઈનલ વેન્યુમાં ફેરફાર કરવાનું કારણ ‘MLA’ વિવાદ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિવાદે સુરક્ષાના કારણો અને રાજનીતિક ધર્ષણના કારણે બોર્ડની ચિંતા વધી ગઈ હતી. ત્યારે બીસીસીઆઈએ કોઈ રિસ્ક ન લેતા આઈપીએલની ફાઈનલનું વેન્યુમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

ક્વોલિફાયર અને એલિમિનેટર ક્યાં રમાશે?

આઈપીએલ 2025ની ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ દેશના 2 શહેરોમાં રમાશે. ક્વોલિફાયર 1નું આયોજન ધર્મશાળામાં કરવામાં આવ્યું છે. જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર 2 ચંદીગઢમાં રમાશે.

શું છે ‘MLA’ વિવાદ?

MLA વિવાદ આઈપીએલ 2026ની ઓપનિંગ મેચ પહેલા શરુ થયો હતો. જનપ્રતિનિધિ વીઆઈપી હોય છે. તેમણે લાઈનમાં ઉભા રહેવું જોઈએ નહી. MLA માટે 5 ટિકિટની પણ માંગ કરી હતી. ત્યારબાદ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કેશિવકુમારે કહ્યું કે, MLA અને એમપીને આરસીબીની મેચ માટે 3-3 ટિકિટ આપવામાં આવે. નાયબ મુખ્યમંત્રીના આ નિવેદન પછી મામલો ગરમાયો હતો. ટિકિટના દુરઉપયોગના આરોપ લગાવ્યા બાદ કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે આ વાતને પાયાવિહોણી ગણાવી હતી અને કહ્યું હતું કે જ્યારે ટિકિટ ઓનલાઈન બુક કરવામાં આવે છે, ત્યારે દુરુપયોગનો કોઈ પ્રશ્ન જ નથી. જોકે, વિવાદનો અંત ન આવે તે રીતે, બીસીસીઆઈએ આઈપીએલ 2026 ની ફાઇનલ ત્યાં ન યોજવાનો નિર્ણય લીધો.

અમદાવાદ IPL ફાઇનલનું આયોજન

આ સતત બીજી વખત છે જ્યારે અમદાવાદ IPL ફાઇનલનું આયોજન કરશે. અહીં 2022 અને 2023 માં પણ આયોજન કરવામાં આવ્યું હતું.આઈપીએલની શરુઆત 28 માર્ચથી થઈ હતી. જ્યારે આઈપીએલ 2026ની ફાઈનલ 31 મેના રોજ રમાશે. છેલ્લી લીગ મેચ  24 મેના રોજ રમાશે. પ્લેઓફ અને ફાઈનલની તારીખ હજુ જાહેર થઈ નથી,પરંતુ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આઈપીએલની ફાઈનલ મેચ અને વર્લ્ડ કપની ફાઈનલ મેચનું સાક્ષી પણ આ સ્ટેડિયમ બન્યુ છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું
સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું
રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના પરિણામથી ઉત્સાહ, 130 શાળાનું 100 ટકા પરિણામ
રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના પરિણામથી ઉત્સાહ, 130 શાળાનું 100 ટકા પરિણામ
તમને આવકના નવા સ્ત્રોત મળશે, સાંજે આરામ કરવા માટે થોડો સમય કાઢો
તમને આવકના નવા સ્ત્રોત મળશે, સાંજે આરામ કરવા માટે થોડો સમય કાઢો
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
g clip-path="url(#clip0_868_265)">