AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઓપરેશન સિંદૂરને કારણે PBKS vs MIની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

મુંબઈ અને પંજાબ વચ્ચે યોજાનારી IPL-25ની 11 મેની મેચના સ્થળમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. આ મેચ અગાઉ ધર્મશાલામાં યોજાવાની હતી, બાદમાં મુંબઈમાં યોજવાનું નક્કી થયું, પણ પંજાબની ટીમે ન્યુટ્રલ સ્થળની માંગ કરી. આથી હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં મેચ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Breaking News :  ઓપરેશન સિંદૂરને કારણે PBKS vs MIની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2025 | 2:55 PM
Share

મુંબઈ અને પંજાબ વચ્ચે યોજાનારી IPL-25ની 11 મેની મેચના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચ અગાઉ ધર્મશાલામાં યોજાવાની હતી, બાદમાં મુંબઈમાં યોજવાનું નક્કી થયું, પણ પંજાબની ટીમે ન્યુટ્રલ સ્થળની માંગ કરી. આથી હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં મેચ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના સેક્રેટરી અનિલ પટેલે મીડિયા એજન્સીને જણાવ્યું હતુ કે,પંજાબ અને મુંબઈ વચ્ચેની મેચ હવે અમદાવાદમાં રમાશે,

તમને જણાવી દઈએ કે,ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે. આને ધ્યાનમાં રાખીને, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખથી લઈને પંજાબ-હિમાચલ પ્રદેશ સુધી, સરહદની નજીકના રાજ્યોમાં એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. ધર્મશાલામાં પણ તમામ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવતા પંજાબ કિંગ્સ અને મુંબઈ મેચનું સ્થળ બદલવાની BCCIએ જાહેરાત કરી હતી.

સ્ટેડિયમને બ્લાસ્ટથી ઉડાવવાની મળી હતી ધમકી

7 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા હલચલ મચી હતી. ધમકીભર્યો ઈમેલ GCAને મળ્યો હતો, જેમાં સ્ટેડિયમને બ્લાસ્ટથી ઉડાવવાની વાત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ આ ઈમેલ જર્મની અને રોમાનિયાથી ઓપરેટ થયો હતો. પોલીસ અને બોમ્બ સ્ક્વોડે સ્ટેડિયમમાં ચકાસણી હાથ ધરી છે અને તપાસ ચાલી રહી છે.ઈમેલમાં “We Will Blast Your Studium” લખવામાં આવ્યું હતું. આ મામલે સિનિયર IPS અધિકારીએ જણાવ્યું કે ધમકીને ગંભીરતાથી લઈને તમામ સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત બનાવાઈ છે.

7 મેના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી, જે પછીથી સીમા પર તણાવ વધ્યો છે. આ પરિસ્થિતિમાં ધમકીભર્યો ઈમેલ મળવાથી સુરક્ષાને વધુ સચેત બનાવાઈ છે.

ભારતના મોટાભાગના એરપોર્ટ 10મે સુધી બંધ

એવું માનવામાં આવે છે કે પંજાબ કિંગ્સ મોટાભાગે રોડ માર્ગે દિલ્હી જશે અને દિલ્હીથી તેઓ અમદાવાદ માટે ફ્લાઇટ લેશે. ઓપરેશન સિંદૂરને કારણે ઉત્તર ભારતના મોટાભાગના એરપોર્ટ 10મે સુધી બંધ રહેશે.ઉલ્લેખનીય છે કે, પંજાબ કિંગ્સ 8 મે, ગુરુવારના રોજ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (HPCA) ખાતે રમાનારી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. જો કે, બંને ટીમો પહેલાથી જ શહેરમાં પહોંચી ગઈ છે અને તેથી મુસાફરી યોજનાઓમાં કોઈ સમસ્યા નહીં હોય.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">