CSK vs GT, IPL 2023: ફાઈનલમાં સીધી એન્ટ્રી માટે ચેન્નાઈએ ગુજરાત સામે 173 રનનુ લક્ષ્ય રાખ્યુ, ગાયકવાડની અડધી સદી

CSK vs GT, IPL 2023 Playoffs, : પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને ચેપોક સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવા માટે ઉતાર્યુ હતુ.

CSK vs GT, IPL 2023: ફાઈનલમાં સીધી એન્ટ્રી માટે ચેન્નાઈએ ગુજરાત સામે 173 રનનુ લક્ષ્ય રાખ્યુ, ગાયકવાડની અડધી સદી
Ruturaj Gaikwad અડધી સદી વડે 172 રનનો સ્કોર નોંધાવ્યો
Follow Us:
| Updated on: May 23, 2023 | 10:01 PM

IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલમાં સીધી એન્ટ્રી મેળવવાની આજે મંગળવારે ટક્કર થઈ રહી છે. ગુજરાતના સુકાની હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. આમ ચેન્નાઈની ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે ટોસ હારીને મેદાને ઉતરી હતી. ચેન્નાઈ માટે ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ સારી શરુઆત કરાવી હતી. ચેન્નાઈએ નિર્ધારીત 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 172 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

મંગળવારે ચેપોકમાં જીત મેળવનારી ટીમ સીધી જ ફાઈનલમાં એન્ટ્રી મેળવી લેશે. આ માટે ગુજરાત અને ચેન્નાઈ બંને ટીમો એક બીજા સામે પૂરી તાકાત અજમાવી રહી છે. ચેપોકમાં હારનારી ટીમ ક્વોલિફાયર-2 મેચ રમશે. જ્યાં જીત ફાઈનલમાં પહોંચાડશે અને હાર સફર સમાપ્ત કરશે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

ગાયકવાડ અને કોનવેની સારી શરુઆત

ચેન્નાઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ સારી શરુઆત ટીમની કરાવી હતી. બંનેની શરુઆતની રમત જબરદસ્ત હતી. ગાયકવાડને શરુઆતમાં જ જીવતદાન મળ્યુ હતુ. તે શુભમન ગિલના હાથમાં દર્શન નાલકંડેના બોલ પર વિકેટ ગુમાવતો કેચ આપી બેઠો હતો. પરંતુ નો-બોલ જાહેર થતા જ તે મેદાનમાં રમતમાં રહી શક્યો હતો. પરંતુ બાદમાં ગાયકવાડે કમાલની બેટિંગ કરી હતી અને અડધી સદી નોંધાવી હતી. ગાયકવાડે 44 બોલનો સામનો કરીને 60 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ડેવોન કોનવે અને ગાયકવાડ વચ્ચે 87 રનની ભાગીદારી રમત 63 બોલમાં નોંધાઈ હતી. ગાયકવાડ 11મી ઓવરમાં પરત ફર્યો હતો.

ડેવોન કોનવેએ 40 રનની ઈનીંગ રમી હતી. તેણે 34 બોલનો સામનો કરીને આ રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તે ચોથી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. શિવમ દુબે માત્ર એક જ રન નોંધાવીને નૂર અહેમદના બોલ પર ક્લીન બોલ્ડ થઈ ને પરત ફર્યો હતો. અજિંક્ય રહાણે ત્રીજી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. રહાણેએ 10 બોલમાં 17 રન નોંધાવ્યા હતા. રહાણેએ એક છગ્ગો ફટકાર્યો હતો. ધોની માત્ર 2 જ બોલ રમીને 1 રન નોંધાવીન આઉટ થયો હતો. ધોનીના ઝડપથી આઉટ થવાને લઈ ચેપોકમાં નિરાશા છવાઈ ગઈ હતી.  બેટિંગ ઈનીંગના અંતિમ બોલ પર રવિન્દ્ર જાડેજા ક્લીન બોલ્ડ થયો હતો. જાડેજાએ 16 બોલનો સામનો કરીને 22 રન નોંધાવ્યા હતા. મોઈન અલીએ 9 રન નોંધાવ્યા હતા.

આ પણ વાંચોઃ  CSK vs GT, IPL 2023: હાર્દિક પંડ્યાએ ધોની સામે ખેલ્યો મોટો દાવ, પાણી પીવડાવનારને સીધો ક્વોલિફાયરમાં ઉતાર્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">