CSK vs GT, IPL 2023: હાર્દિક પંડ્યાએ ધોની સામે ખેલ્યો મોટો દાવ, પાણી પીવડાવનારને સીધો ક્વોલિફાયરમાં ઉતાર્યો
Darshan Nalkande, IPL 2023: ગુજરાત ટાઈટન્સ ટીમમાં એક ફેરફાર અંતિમ ઈલેવન માટે કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાએ ટોસ વેળા બતાવ્યુ હતુ કે, યશ દયાલને સ્થાને દર્શનને સ્થાન આપ્યુ છે.
IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર 1 મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આ ટક્કર ફાઈનલમાં સીધી એન્ટ્રી મેળવવા માટે થઈ રહી છે. હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી છે. આમ ચેન્નાઈ સુપર કિંગ્સને હાર્દિક પંડ્યાએ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતાર્યુ છે. ચેન્નાઈની ટીમમાં કોઈ જ ફેરફાર થયો નથી. જ્યારે ગુજરાત ટાઈટન્સ ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. યશ દયાળને બહાર કરીને એવા ખેલાડીને ઉતાર્યો છે, જે સિઝનમાં મેદાનમાં પાણી પીવડાવતો નજર આવી રહ્યો હતો,
હાર્દિક પંડ્યાએ મહત્વની મેચમાં યુવા ખેલાડી દર્શન નાલકંડેને મેદાને ઉતાર્યો છે. ક્વોલિફાયર-1 મેચ ગુજરાત ટાઈટન્સ માટે મહત્વની મેચ છે અને અહીં જીત સીધા જ ફાઈનલમાં પહોંચાડશે. આ મેચમાં ધોની સેના સામે ગુજરાતે આશ્ચર્ય સર્જનારો નિર્ણય કર્યો છે.
🚨 Toss Update 🚨@gujarat_titans win the toss and elect to field first against @ChennaiIPL.
Follow the match ▶️ https://t.co/LRYaj7cLY9 #TATAIPL | #Qualifier1 | #GTvCSK pic.twitter.com/Bhj5g0Gv30
— IndianPremierLeague (@IPL) May 23, 2023
સીધો જ ક્વોલિફાયરમાં મોકો મળ્યો
ગુજરાત ટાઈટન્સે જબરદસ્ત દાવ ખેલ્યો છે અને ટીમમાં દર્શન નાલકંડેને સ્થાન આપવામાં આવ્યુ છે. આખીય સિઝનમાં દર્શન માત્ર મેદાનમાં ખેલાડીઓને પાણી પિવડાવતો જ નજર આવી રહ્યો હતો. મતલબ આખી સિઝનમાં લીગ તબક્કામાં તેને મોકો આપવામાં આવ્યો નહોતો. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હાર્દિક પંડ્યાએ દાવ ખેલ્યો હોય એમ યશ દયાળને બહાર રાખીને દર્શનને મોકો આપ્યો હતો. દર્શકો કે ક્રિકેટ ચાહકો જ નહીં પરંતુ ચેન્નાઈને પણ હાર્દિકના દાવે દંગ રાખી દીધા હશે.
નાલકંડે છેલ્લા છ મહિના થી મેદાનમાં ક્રિકેટ રમ્યો જ નથી. જેને હવે મહત્વની મેચમાં ઉતારીને આશ્ચર્ય સર્જી દીધુ છે. દર્શન તેની અંતિમ મેચ ગત વર્ષે નવેમ્બરમાં રમ્યો હતો. દર્શને એ મેચ વિદર્ભ તરફથી રાજસ્થાન સામે વિજય હજારે ટ્રોફીમાં રમી હતી. જેના બાદ હવે દર્શન સીધો જ હવે ચેપોકમાં ધોની સેના સામે ઉતર્યો છે.
ગુજરાત સાથે 20 લાખ રુપિયામાં જોડાયો
દર્શનને ગુજરાતે 20 લાખ રુપિયાની બેઝ પ્રાઈઝથી પોતાની સાથે જોડ્યો હતો. આઈપીએલમાં પ્રથમ વાર દર્શનને પંજાબ કિંગ્સે 2019માં પોતાની સાથે જોડ્યો હતો. જે 2020 સુધી બેંન્ચ પર જ બેસીને તકની રાહ જોઈ રહ્યો હતો. 2021માં પંજાબ કિંગ્સે તેને રિટેન નહોતો કર્યો અને તે ગુજરાત ટાઈટન્સનો હિસ્સો બન્યો હતો. 2022 માં તેને ગુજરાતે મોકો આપી પોતાની સાથે જોડ્યો હતો. ગુજરાત વતી તેણે ગત સિઝનમાં ડેબ્યૂ કર્યુ હતુ, ગત સિઝનમાં 2 મેચ રમીને તે 2 વિકેટ મેળવી શક્યો હતો. વર્તમાન સિઝનમાં હાર્દિકે તેની પર પ્લેઓફમાં ભરોસો બતાવ્યો છે.
ચેન્નાઈ અને ગુજરાતની પ્લેઈંગ 11
ચેન્નાઈ સુપર કિંગ્સ: એમએસ ધોની (કેપ્ટન-વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, તુષાર દેશપાંડે, મહિષ તીક્ષાના.
ગુજરાત ટાઇટન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), દાસુન શનાકા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, દર્શન નલકંડે, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી.