IPL 2022 : દિલ્હી અને KKR વચ્ચેની મેચ જોવા પહોંચી રિષભ પંતની ગર્લફ્રેન્ડ, ચાહકોએ કહ્યું ભાભી આવી લક લાવી

|

Apr 29, 2022 | 1:07 PM

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની આ મેચ દરમિયાન રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી સ્ક્રીન પર દેખાતા જ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

IPL 2022 : દિલ્હી અને KKR વચ્ચેની મેચ જોવા પહોંચી રિષભ પંતની ગર્લફ્રેન્ડ, ચાહકોએ કહ્યું ભાભી આવી લક લાવી
દિલ્હી અને KKR વચ્ચેની મેચ જોવા પહોંચી રિષભ પંતની ગર્લફ્રેન્ડ
Image Credit source: twitter

Follow us on

IPL 2022 માં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની ટીમ ગુરુવારે ઋષભ પંતની આગેવાની હેઠળ દિલ્હી કેપિટલ્સ (DC) ની સામે હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. પરંતુ આ મેચ દરમિયાન ઋષભ પંત (Rishabh Pant)ની ગર્લફ્રેન્ડ ઈશા નેગી (Isha Negi) સોશિયલ મીડિયા પર છવાયેલી રહી. ખરેખર, ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી અને તેની બહેન સાક્ષી મેચ જોવા આવ્યા હતા.

KKRની વિકેટ પડી ત્યારે ઈશા ચોંકી ગઈ હતી

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની મેચ દરમિયાન, બંને ઘણી વખત ટીવી સ્ક્રીન પર  જોવા મળી હતી. મેચની શરૂઆત બાદ જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના બેટ્સમેનો આઉટ થયા ત્યારે બંને ખુશીથી ઝુમી ઉઠી હતી. ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની સમગ્ર મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સ (DC) ટીમને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખ્યું.

આ પણ વાંચો

 

 

ચાહકોએ કહ્યું- ભાભી દિલ્હી કેપિટલ્સ માટે લેડી લક

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની આ મેચ દરમિયાન રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી સ્ક્રીન પર દેખાતા જ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. જ્યાં કેટલાક યુઝર્સે લખ્યું કે ભાભી મેચ જોવા આવી છે. કેટલાકે કહ્યું કે ભાભી દિલ્હી કેપિટલ્સ (DC) ની ટીમ માટે લેડી લક તરીકે આવી છે.

દિલ્હી કેપિટલ્સ (DC) એ અત્યાર સુધી 4 મેચ જીતી છે જ્યારે 4 મેચ હારી છે. આ રીતે દિલ્હી કેપિટલ્સ (DC) 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર છે. બીજી તરફ ઋષભ પંત અને ઈશા નેગી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને કપલે સોશિયલ મીડિયા પર પણ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તાજેતરમાં જ જ્યારે ઈશા નેગીનો જન્મદિવસ હતો ત્યારે રિષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટના જવાબમાં ઈશા નેગીએ પંત માટે આઈ લવ યુની શુભેચ્છા પાઠવી હતી.

 

આ પણ વાંચો :

IPL 2022 Points Table: દિલ્હીને જીતના 2 પોઈન્ટ થી મળ્યો ફાયદો, કોલકાતાની સતત પાંચ વારની હારથી સ્થિતી કથળી

Next Article