AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Orange Cap: શ્રેયસ અય્યરને સ્લો ઈનીંગ રમીને પણ થયો મોટો ફાયદો, ટોપ-5 માં થયો સામેલ

IPL 2022 Orange Cap: શ્રેયસ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન છે. તેના બેટમાંથી રન નીકળી રહ્યા છે પરંતુ ટીમ સતત હારનો સામનો કરી રહી છે.

IPL 2022 Orange Cap: શ્રેયસ અય્યરને સ્લો ઈનીંગ રમીને પણ થયો મોટો ફાયદો, ટોપ-5 માં થયો સામેલ
Shreyas Iyer એ મુશ્કેલ સ્થિતી વચ્ચે દિલ્હી સામે ઉપયોગી ઈનીંગ રમી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 10:12 AM
Share

IPL નો મતલબ એટલે રોમાંચ. દરેક મેચમાં બોલરો અને બેટ્સમેન વચ્ચે એવી જુગલબંધી જોવા મળે છે કે ચાહકો ટીવી સેટની સામેથી હટી શકતા નથી. IPL 2022 માં ટોપ ચારમાં રહેવાની સ્પર્ધા તમામ ટીમો વચ્ચે ચાલુ રહે છે. તે જ સમયે, બોલરોની નજર પર્પલ કેપ પર હોય છે અને બેટ્સમેનોની નજર ઓરેન્જ કેપ (IPL Orange Cap) પર રહે છે. આ વર્ષે રાજસ્થાન રોયલ્સના જોસ બટલર (Jos Buttler) ના બેટથી રનનો વરસાદ પડી રહ્યો છે. જો કે, હવે ધીમે ધીમે તેને પડકારી રહેલા બેટ્સમેનો તેની નજીક આવી રહ્યા છે, જેમાં KKR ના કેપ્ટન શ્રેયસ અય્યર (Shreyas Iyer) નો પણ સમાવેશ થાય છે.

ઓરેન્જ કેપ દરેક IPL બેટ્સમેનનું સપનું હોય છે. આ કેપ તે ખેલાડીને આપવામાં આવે છે જેણે લીગના અંતે સૌથી વધુ રન બનાવ્યા હોય. તે જ સમયે, લીગની દરેક મેચ પછી, જે ખેલાડી આ યાદીમાં ટોચ પર છે તેના માથા પર ઓરેન્જ કેપ પહેરવામાં આવે છે. આ કેપ આ સિઝનમાં છેલ્લી ઘણી મેચોથી જોસ બટલર પાસે છે. જો કે હવે KKRનો કેપ્ટન શ્રેયસ અય્યર પણ ટોપ ફાઈવમાં પહોંચી ગયો છે.

અય્યર ટોપ ફાઈવમાં પ્રવેશ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આ સિઝનમાં ખરાબ હાલતમાં છે. તે સતત પાંચ મેચ હારી છે. જોકે ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર પોતાના બેટથી ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે ગુરુવારે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ધીમી ઈનિંગ્સ રમી હતી પરંતુ તે તેને ટોપ પાંચમાં લઈ જવા માટે પૂરતી છે. અય્યરે 37 બોલમાં 42 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેના બેટમાંથી માત્ર ચાર ચોગ્ગા જ આવ્યા હતા. અય્યરે અત્યાર સુધી નવ મેચ રમી છે જેમાં તેના બેટમાંથી 290 રન થયા છે. હાલમાં, ઓરેન્જ કેપમાં ટોચના પાંચ ખેલાડીઓ પાંચ અલગ-અલગ ટીમોના છે.

ઓરેન્જ કેપ રેસની સ્થિતિ શું છે?

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન જોસ બટલરે આઠ મેચ રમી છે જેમાં તેણે 499 રન બનાવ્યા છે. બટલરના બેટમાં ત્રણ સદી અને બે અડધી સદી છે. તે 71.29ની એવરેજથી રન બનાવી રહ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ બીજા નંબર પર છે. રાહુલે આઠ મેચમાં 368 રન બનાવ્યા છે અને તેણે બે વખત સદી પણ ફટકારી છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સાત મેચમાં 305 રન બનાવ્યા છે અને તે ત્રીજા સ્થાને છે. પંજાબ કિંગ્સના ગબ્બર એટલે કે શિખર ધવન ચોથા સ્થાને છે અને તેણે 302 રન બનાવ્યા છે.

ક્રમ બેટ્સમેન ટીમ રન
1 જોસ બટલર રાજસ્થાન રોયલ્સ 499
2 કેએલ રાહુલ લખનૌ સુપરજાયન્ટ્સ 368
3 હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ 305
4 શિખર ધવન પંજાબ કિંગ્સ 302
5 શ્રેયસ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સ 290

આ પણ વાંચો : IPL 2022 Points Table: દિલ્હીને જીતના 2 પોઈન્ટ થી મળ્યો ફાયદો, કોલકાતાની સતત પાંચ વારની હારથી સ્થિતી કથળી

આ પણ વાંચો : IPL 2022: કાશ્મિર એક્સપ્રેસની કહાની છે કંઇક આવી, બીજાના શૂઝ પહેરી ટ્રાયલ આપ્યો હવે બેટ્સમેનના પગ થથરાવે છે, હેવ ટીમ ઈન્ડીયામાં મળી શકે છે મોકો!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">