IPL 2021: ટૂર્નામેન્ટની ટીકા કરનાર આફ્રિકન દિગ્ગજ બોલર ડેલ સ્ટેને આખરે ભૂલ સમજાતા માફી માંગી

દક્ષિણ આફ્રિકા (South Africa)ના દિગ્ગજ બોલર ડેલ સ્ટેન (Dale Steyn)એ ઈન્ડીયન પ્રિમિયર લીગ (IPL)ની ટીકા કરવાને લઈને માફી માંગી લીધી છે.

IPL 2021: ટૂર્નામેન્ટની ટીકા કરનાર આફ્રિકન દિગ્ગજ બોલર ડેલ સ્ટેને આખરે ભૂલ સમજાતા માફી માંગી
Dale Steyn
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 03, 2021 | 10:53 PM

દક્ષિણ આફ્રિકા (South Africa)ના દિગ્ગજ બોલર ડેલ સ્ટેન (Dale Steyn)એ ઈન્ડીયન પ્રિમિયર લીગ (IPL)ની ટીકા કરવાને લઈને માફી માંગી લીધી છે. તેણે બુધવારે માફી માંગતા કહ્યુ હતુ કે વિશ્વની સૌથી મોટી ફેન્ચાઈઝી આધારીત T20 ટુર્નામેન્ટને નીચુ દેખાડવા કે અપમાન કવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. ડેલ સ્ટેને કહ્યુ હતુ કે, તેમના તે નિવેદનને સોશિયલ મીડિયા પર વધારી ચઢાવીને રજૂ કરવામાં આવ્યુ હતુ. તેણે કહ્યુ હતુ કે, આઈપીએલમાં પૈસાની વાતો વચ્ચે અનેકવાર ક્રિકેટને ભુલાવી દેવામાં આવે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સ્ટેને ટ્વીટ કર્યુ હતુ કે, મારા કેરિયરમાં આઈપીએલ શાનદાર રહ્યુ છે,અન્ય ખેલાડીઓ માટે પણ મારો ઈરાદો કોઈને નીચુ દેખાડવાનો કે અપમાન કરવાનો કે પછી કોઈ અન્ય લીગથી તુલના કરવાનો નહોતો. સોશિયલ મીડિયા અને શબ્દોને વધારી ચઢાવીને રજૂ કરવાથી કેટલીકવાર આમ થઈ જાય છે. તેમણે કહ્યુ હતુ કે, જો કોઈને મેં આનાથી નિરાશ કર્યા હોય તો તેના માટે હું માફી માંગુ છુ.

સ્ટેને પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમવા દરમ્યાન તેણે દાવો કર્યો હતો કે, આઈપીએલમાં રમતથી વધારે પૈસાને મહત્વ આપવમાં આવે છે. જેના બાદ તેમણે માંફી માંગ છે. સ્ટેન PSL લીગમાં ક્વેટા ગ્લેડીએટર્સ તરફથી રમી રહ્યો છે. સ્ટેને કહ્યુ હતુ કે, આ તે એક કારણોમાંથી એક છે. જેને લઈને નિયમિત રુપથી જે ટુર્નામેન્ટમાં ભાગ નથી લેતો.

આ પણ વાંચો: INDvsENG: અમદાવાદ ટેસ્ટને ઈંગ્લેન્ડ જીતે તો પણ ઓસ્ટ્રેલીયા વિશ્વ ટેસ્ટ ચેમ્પીયનશીપની બહાર જ રહેશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">