IPL 2021 RR vs DC: જયદેવ ઉનડકટે દિલ્હીની કમર તોડી, દિલ્હીએ રાજસ્થાન સામે 147 રન કર્યા, પંતની ફીફટી

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (Rajasthan Royals vs Delhi Capitals) વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં IPL 2021ની 7મી મેચ રમાઈ રહી છે.

IPL 2021 RR vs DC: જયદેવ ઉનડકટે દિલ્હીની કમર તોડી, દિલ્હીએ રાજસ્થાન સામે 147 રન કર્યા, પંતની ફીફટી
Rajasthan vs Delhi
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 15, 2021 | 9:27 PM

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (Rajasthan Royals vs Delhi Capitals) વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં IPL 2021ની 7મી મેચ રમાઈ રહી છે. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને (Sanju Samson) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. રાજસ્થાનના જયદેવ ઉનડકટે (Jaydev Unadkat) શાનદાર બોલીંગ પ્રદર્શન કરતા પૃથ્વી, ધવન અને રહાણેની 3 મહત્વની વિકેટ ઝડપીને દિલ્હીને મુશ્કેલીમાં મુકી દીધુ હતુ. દિલ્હી તરફથી સૌથી વધુ વ્યક્તિગત 51 રન કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) કર્યા હતા. 20 ઓવરના અંતે 8 વિકેટે 147 રન કર્યા હતા.

દિલ્હી કેપિટલ્સની બેટીંગ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

શરુઆતથી જ દિલ્હીની જાણે કે બેટીંગ ખરાબ રહી હતી. કેપ્ટન ઋષભ પંત અને લલિત યાદવ સિવાય જાણે કે કોઈ ક્રિઝ પર ઉભુ રહી શકતુ જ નહોતુ. ઉનડકટની બોલીંગનો સામનો કરવામાં નિષ્ફળ પૃથ્વી શો 2 રન, શિખર ધવન 9 રન અને અજીંક્ય રહાણે 8 રન કરીને ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. ઋષભ પંતે લગાતાર બીજી મેચમાં જબરદસ્ત બેટીંગ કરી હતી, તેણે 32 બોલમાં 51 રન કર્યા હતા.

આ દરમ્યાન તેણે 9 ચોગ્ગા લગાવ્યા હતા. જોકે તે રન આઉટ થઈ વિકેટ ગુમાવી બેઠો હતો. માર્કસ સ્ટોઈનીશ શૂન્ય રનમાં જ આઉટ થયો હતો. જ્યારે લલિત યાદવ 20 રન કરીને ક્રિસ મોરિસનો શિકાર બન્યો હતો. ટોમ કરને 16 બોલમાં 21 રન કર્યા હતા. આર અશ્વિન 7 રન કરીને રન આઉટ થયો હતો. ક્રિસ વોક્સ 15 રને અને કાગિસો રબાડા 9 રને અણનમ રહ્યા હતા.

રાજસ્થાન રોયલ્સની બોલીંગ

જયદેવ ઉનડકટે જાણે કે શરુઆતમાં જ તોફાન સર્જી દીધુ હતુ. તેણે દિલ્હીના બંને ઓપનર સહિત મહત્વની ત્રણ વિકેટ ઝડપીને દિલ્હીને મુશ્કેલ સ્થિતીમાં મુકી દીધુ હતુ. તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપ્યા હતા. મુસ્તફિઝુર રહેમાને 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ચેતન સાકરિયાએ 4 ઓવર કરીને 33 રન આપ્યા હતા, તેને આજે વિકેટ નસિબ નહોતી થઈ શકી. ક્રિસ મોરિસે 3 ઓવર કરીને એક વિકેટ મેળવી હતી.

આ પણ વાંચો: RR VS DC, LIVE SCORE IPL 2021 : ઉનડકટની બોલિંગે કાઢ્યો દિલ્લીનો દમ, રાજસ્થાનને મળ્યો 148નો ટાર્ગેટ

Latest News Updates

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">