ધોનીની નિવૃત્તી પહેલા તેમના માટે IPL ટાઈટલ જીતવુ છે: રોબિન ઉથપ્પા

IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની ટીમમાં સામેલ થયેલા રોબિન ઉથપ્પા (Robin Uthappa) પ્રથમ વખત જ પીળા રંગની જર્સી સાથે નજરે આવ્યો છે.

ધોનીની નિવૃત્તી પહેલા તેમના માટે IPL ટાઈટલ જીતવુ છે: રોબિન ઉથપ્પા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 21, 2021 | 9:57 PM

IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની ટીમમાં સામેલ થયેલા રોબિન ઉથપ્પા (Robin Uthappa) પ્રથમ વખત જ પીળા રંગની જર્સી સાથે નજરે આવ્યો છે. તેણે એક વીડિયો મારફતે પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા કહ્યુ હતુ કે તે IPLથી કેવી આશા રાખે. તેણે કહ્યુ હતુ કે, મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) આઈપીએલને અલવિદા કહે એ પહેલા જ તેના માટે એકવાર આઈપીએલ ટ્રોફી જીતવા ઈચ્છે છે. ઉથપ્પાને ચેન્નાઈની ટીમે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) પાસેથી ટ્રેડ કર્યો હતો. તે હવે આગામી સિઝનમાં ટીમ ધોનીની આગેવાનીમાં રમતો જોવા મળશે.

ચેન્નાઈની ટીમ રોબિન ઉથપ્પાને શેન વોટ્સનના સ્થાન પર ઓપનર બેટ્સમેનના રુપમાં રમાડી શકે છે. ઉથપ્પા ઋતુરાજ ગાયકવાડ સાથે ઓપનીંગ કરતા આગામી સિઝનમાં નજરે ચડી શકે છે. ઉથપ્પાએ વીડિયોમાં કહ્યુ હતુ કે, સૌ પ્રથમ, હેલો ચેન્નાઈ, આપ સૌ કેમ છો? પહેલા સીએસકેના તમામ ફેન્સનો આભાર માનવા માંગીશ કે, જેમણે પાછળના કેટલાક સપ્તાહ દરમ્યાન મારુ જબરદસ્ત સ્વાગત કર્યુ હતુ. આપનો પ્રેમ અને સપોર્ટને માટે આભાર. આ એક ઈચ્છા હતી, જે પુરી થઈ છે. મારીએ ઇચ્છા હતી કે, ધોની સાથે હું ફરીથી રમી શકુ, તેમના રિટાયરમેન્ટ થવા પહેલા ટુર્નામેન્ટ જીતી શકુ તો સીએસકે માટે રમવાની તક મળવી મારા માટે એક બ્લેસિંગ છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ઉથપ્પાએ ધોની ઉપરાંત, સુરેશ રૈના અને અંબાતી રાયડૂ સાથે પણ ખૂબ ક્રિકેટ રમી ચુક્યો છે. તેમણે આ અંગે વાત કરતા કહ્યુ હતુ કે, ફક્ત આ જ નહીં, હું હજુ પણ વધારે ખેલાડીઓ સાથે રમનારો છુ, જેમની સાથે હું મોટો થયો છું. અંબાતી રાયડૂ, સુરેશ રૈના. હું તેમની સાથે અંડર-17થી રમી રહ્યો છુ. મને ખુબ ખુશી થઈ છે કે હું સીએસકેનો હિસ્સો છુ. હું ખૂબ મહેનત કરીશ અને તક મળવા પર સારુ પ્રદર્શન પણ કરીશ. ઉથપ્પાની પાછળની સિઝન કંઈ ખાસ નહોતી રહી, તે રન માટે સંઘર્ષ કરતો રહ્યો હતો.

આ પણ વાંચો: IPL Auction 2021 : ઉમેશ યાદવ બેઝ પ્રાઈસ પર વેચાતા આશિષ નેહરા નારાજ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">