IPL Auction 2021 : ઉમેશ યાદવ બેઝ પ્રાઈસ પર વેચાતા આશિષ નેહરા નારાજ
ભારતીય બોલર ઉમેશ યાદવ છે જેને દિલ્હી કેપિટલ્સ દ્વારા એક કરોડ રૂપિયાના બેઝ પ્રાઇઝ પર ખરીદ્યો હતો. ઉમેશ પર દિલ્હી સિવાય બીજો કોઈ ટીમ બોલી લગાવી નથી.
IPL Auction 2021 : તાજેતરમાં આઈપીએલની 14 મી સીઝન માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં ઘણા જાણીતા ખેલાડી હતા જેની કોઈ ટીમે ખરીદી કરી નથી. જ્યારે કેટલાક મોટા ખેલાડીઓએ માત્ર બેઝ પ્રાઇસ પર ખરીદવામાં આવ્યા હતા. આવા જ એક ક્રિકેટર ભારતીય બોલર ઉમેશ યાદવ છે જેને દિલ્હી કેપિટલ્સ દ્વારા એક કરોડ રૂપિયાના બેઝ પ્રાઇઝ પર ખરીદ્યો હતો. ઉમેશ પર દિલ્હી સિવાય બીજો કોઈ ટીમ બોલી લગાવી નથી. ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરા ઉમેશની હરાજીમાં બેઝ પ્રાઈસ પર વેચાતા નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ઉમેશ આના કરતાં ઘણા વધારે રકમનો હકદાર હતો.
આઇપીએલ હરાજીમાં વિદેશી ખેલાડીઓને ભારતીય ખેલાડીઓ કરતા સારી રકમ મળી છે. જેમાં ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર કાયલ જેમિસન, ઓસ્ટ્રેલિયાના રિચર્ડસન અને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ જેવા વિદેશી ખેલાડીઓએ તેમની બેઝ પ્રાઇસ કરતાં અનેક ગણી વધારે કિંમતે ખરીદાયા હતા. નેહરાએ એક ટીવી કાર્યક્રમમાં કહ્યું હતું કે જ્યારે તમે જેમીસન અને રિચર્ડસનની વાત કરો છો તો ટેસ્ટ ક્રિકેટમાં તેમની ટીમો માટે સારું પ્રદર્શન કર્યું છે. બંને બિનઅનુભવી છે અને સારી રકમ પ્રાપ્ત થઇ છે. પરંતુ ઉમેશ જેવા ભારતીય ઝડપી બોલરની વાત કરીએ તો તમે તેમને ફક્ત 1 કરોડમાં ખરીદવામાં આવ્યા છે.
નેહરાએ કહ્યું – આ સંપૂર્ણપણે મારી સમજની બહાર છે
નેહરાએ વધુમાં કહ્યું કે મિશેલ સ્ટાર્ક, લસિથ મલિંગા જેવા ખેલાડીઓ વિશ્વભરની લીગમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ અહીં તમે નવા લોકોની વાત કરી રહ્યા છો. ઉમેશ એક અનુભવી ખેલાડી છે જેની પસંદગી માત્ર એક કરોડ રૂપિયામાં કરવામાં આવી રહી છે. આ મારી સમજણથી સંપૂર્ણ બહાર છે. આ સાથે જ ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરએ આ શો પર કહ્યું કે જ્યારે ઉમેશ યાદવને એક કરોડમાં ખરીદ્યો ત્યારે હું એકદમ ચોંકી ગયો. અત્યારે ઝડપી બોલરો ઓછા છે છે જે 135-140 ની ઝડપે બોલિંગ કરે છે. ઉમેશ ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ શકે છે, પરંતુ જ્યારે તે તેની લયમાં હોય ત્યારે તેની કોઈ રોકી શકતું નથી.
ઉમેશે ગયા સીઝનમાં માત્ર બે મેચ રમી હતી
નોંધપાત્ર વાત એ છે કે ઉમેશ અગાઉ વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) નો ભાગ હતો, પરંતુ આઈપીએલ 2018 પછી તે અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો ન હતો. ઉમેશે ગત સીઝનમાં માત્ર બે મેચ રમી હતી અને 83 રન બનાવ્યા હતા. જોકે ઉમેશ હવે આ સિઝનમાં દિલ્હી તરફથી રમતા જોવા મળશે. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ દિલ્હીમાં પૃથ્વી શો, શિખર ધવન, અજિંક્ય રહાણે, આર અશ્વિન, સ્ટીવ સ્મિથ, શિમરોન હેટ્મિયર, માર્કસ સ્ટોઇનિસ, કેગીસો રબાડા, ઇશાંત શર્મા અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓ છે.