IPL 2021: મુંબઇએ મધ્યમક્રમની સમસ્યા સાથે આજે રાજસ્થાન સામે ટક્કર આપવી પડશે

IPL 2021 ની આજે મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે મેચ રમાનારી છે, મુંબઇ ઇન્ડીયન્સે પોતાની મધ્યમ ક્રમની સમસ્યાને સુધારીને વિજય મેળવા માટે પ્રયાસ કરવો પડશે.

IPL 2021: મુંબઇએ મધ્યમક્રમની સમસ્યા સાથે આજે રાજસ્થાન સામે ટક્કર આપવી પડશે
Mumbai vs Rajasthan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 29, 2021 | 10:47 AM

IPL 2021 ની આજે મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે મેચ રમાનારી છે, મુંબઇ ઇન્ડીયન્સે પોતાની મધ્યમ ક્રમની સમસ્યાને સુધારીને વિજય મેળવા માટે પ્રયાસ કરવો પડશે. મુંબઇ એ સતત બે મેચ ગુમાવવા બાદ આજે મેદાને ઉતરશે. પાછળની મેચમાં તેણે પંજાબ કિંગ્સ સામે 9 વિકેટ થી હાર મેળવવી પડી હતી. હવે રોહિત શર્મા (Rohit Sharma) એ નવા મેદાનમાં નવી પિચ પર નવેસર થી જીતની લય મેળવા માટે પ્રયાસ કરવો પડશે. તો સંજૂ સેમસને (Sanju Samson) પણ પોઇન્ટ ટેબલમાં પોતાની નબળી સ્થિતીને સુધારવા પ્રયાસ કરવો પડશે.

સંજૂ સેમસન ની આગેવાની ધરાવતી રાજસ્થાન રોયલ્સ ટીમે અત્યાર સુધીમાં ત્રણ મેચ ગુમાવી છે, તો પાછળની મેચ તેણે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે 6 વિકેટે જીતી હતી. મુંબઇનો કેપ્ટન રોહિત શર્મા એ સારી સારી શરુઆત કરી હતી. જોકે તે હજુ સુધીની મોટી ઇનીંગ નથી રમી બતાવી શક્યો. રોહિત અને તેનો જોડીદાર ક્વિન્ટન ડિ કોક મોટી ઇનીંગ રમવા માટે પ્રતિબદ્ધ હશે.

મુંબઇ ની સૌથી મોટી ચિંતા તેનો મધ્યમક્રમ છે, જે યોગ્ય રીતે પ્રદર્શન હજુ સુધી દર્શાવી શકી નથી. તેના મધ્યમ ક્રમમાં સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને કિયરોન પોલાર્ડ સામેલ છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

બોલીંગ વિભાગની વાત કરવામાં આવે તો, ટ્રેન્ટ બોલ્ટે 6 વિકેટ અને જસપ્રિત બુમરાહે 4 વિકેટ સાથે અત્યાર સુધી પ્રદર્શન કર્યુ છે. જોકે તેઓએ ડેથ ઓવરમાં ખૂબ સારી બોલીંગ કરી છે. લેગ સ્પિનર રાહુલ ચાહરે 9 અને કૃણાલ પંડ્યાએ 3 વિકેટ ઝડપી છે અત્યાર સુધી. હજુ આશા છે કે તેઓ દિલ્હીની પિચ પર માફક આવી શકે છે. પોલાર્ડ પણ પાંચમાં અને છઠ્ઠા બોલર તરીકે ઉપયોગી નિવડે છે.

રાજસ્થાન રોયલ્સે પણ અનેક સમસ્યાઓનો સામનો કરવાનો છે. ખાસ કરીને વિદેશી ખેલાડીઓ જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન અને એન્ડ્યુ ટાય ટીમ થી દુર છે. આમ રાજસ્થાન માટે સ્થિતી સંઘર્ષમય છે. રાજસ્થાન અત્યાર સુધી પોતાની મહત્વની ઓપનીંગ જોડીને પણ નક્કિ કરી શકી નથી.

મનન વહોરા અને યશસ્વી જયસ્વાલ પણ મોટી ઇનીંગ રમવામાં નિષ્ફળ રહી છે. ઇંગ્લેંડ ના જોસ બટલર એ પણ મોટી ઇનીંગ રમવાની જરુરીયાત છે. કેપ્ટન સંજૂ સેમસન એ પોતાના પ્રદર્શનમાં નિરંતરતા બનાવવી રાખવી પડશે. શિવમ દુબે, ડેવિડ મિલર અને રિયાન પરાગે પણ મહત્વનુ યોગદાન આપવુ પડશે.

ઓલરાઉન્ડર ક્રિસ મોરીસે ફરી થી મોટી કિંમતને યોગ્ય ઠેરવતી રમત રમી દેખાડવી પડશે. બોલીંગમાં ચેતન સાકરિયા મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે. જ્યારે જયદેવ ઉનડકટ અને મુસ્તફિઝુર રહેમાન એ પણ સારુ પ્રદર્શન કર્યુ છે. રાહુલ તેવટીયાએ સ્પિનરના રુપમાં હજુ સુધી માત્ર એક જ વિકેટ હાંસલ કરી છે. લેગ સ્પિનર શ્રેયસ ગોપાલ બે મેચમાં કોઇ વિકેટ નથી લઇ શક્યો. આ મેચ બપોરે રમાનારી હોઇ ઝાકળની કોઇ સમસ્યા બંને ટીમને પરેશાન નહી કરે.

Latest News Updates

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">