IPL 2021: ચેન્નાઈ સામે હૈદરાબાદની ટીમના આજે કેવા રહેશે હાલ, જાણો શું કહે છે આંકડા

સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ને આઈપીએલ 2021ની સિઝનમાં પોતાની છઠ્ઠી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે ટકરાવવાનું છે.

IPL 2021: ચેન્નાઈ સામે હૈદરાબાદની ટીમના આજે કેવા રહેશે હાલ, જાણો શું કહે છે આંકડા
Hyderabad vs Chennai
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 28, 2021 | 5:25 PM

સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ને આઈપીએલ 2021ની સિઝનમાં પોતાની છઠ્ઠી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે ટકરાવવાનું છે. ઈન્ડીયન પ્રિમિયર લીગ (IPL)ની આ સિઝનમાં એક મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં સૌથી અંતિમ સ્થાન ધરાવતા હૈદરાબાદે ચેન્નાઈનો પડકાર પાર પાડવાનો છે. સતત ચાર મેચ જીતનાર ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં જોવામાં આવે તો હૈદરાબાદનો રેકોર્ડ ખરાબ છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સનરાઈઝર્સ હૈદરાબાદે વર્ષ 2013માં આઈપીએલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ હૈદરાબાદની ટીમનો રેકોર્ડ તમામ ટીમો સામે સારો છે. જોકે એક માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદ નબળી દેખાઈ રહી છે. આ વાતના પુરાવા પણ આંકડાં જ દર્શાવી રહ્યા છે.

હૈદરાબાદ અને ચેન્નાઈ સામે વચ્ચે અત્યાર સુધીમાં 14 મેચ રમાઈ છે. જેમાંથી 10 મેચ એમએસ ધોનીની કેપ્ટનશીપ ધરાવતી ચેન્નાઈની ટીમ જીતી ચુકી છે. જ્યારે ફક્ત 4 જ મેચ હૈદરાબાદની ટીમ જીતી શકી છે. આમ હાર જીતના આંકડાથી જ અંદાજ લગવાઈ શકાય છે કે, હેડ ટુ હેડ રેકોર્ડ બંને ટીમો વચ્ચે કેવો હોઇ શકે છે.

જો પાછળની 8 મેચોની વાત કરવામાં આવે તો ફક્ત બે વાર જ હૈદરાબાદને જીત નસીબ થઈ છે. જ્યારે બાકીની 6 મેચ ચેન્નાઈની ટીમ જીતી છે. આટલુ જ નહીં પરંતુ એક સિઝનમાં ચાર વખત એક જ ટીમની સામે હારવાનો રેકોર્ડ પણ સનરાઈઝર્સ હૈદરાબાદના નામે છે. કારણ કે હૈદરાબાદે વર્ષ 2018માં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમેલી તમામ ચારેય મેચ હારી હતી.

આવામાં ચેન્નાઈની ટીમની સામે હૈદરાબાદે ખૂબ જ સાવચેતી પૂર્વક દમદાર રમત રમવી પડશે. આમ પણ પાંચમાંથી ચાર મેચ હારીને હૈદરાબાદની ટીમનું મનોબળ નબળુ પડ્યુ છે, આવી સ્થિતીમાં આ મેચ પણ મહત્વની બની રહેશે.

Latest News Updates

Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
g clip-path="url(#clip0_868_265)">