IPL 2021: ચેન્નાઈ સામે મેદાને ઉતરનારા રાજસ્થાનને બોલીંગ આક્રમણની સમસ્યા, સ્ટોક્સ અને જોફ્રાની પણ ખોટ

IPl 2021માં આજે સોમવારે બે એવી ટીમો વચ્ચે ટક્કર જામવાની છે, જેઓએ ખૂબ જ ખરાબ શરુઆત બાદ પાછળની મેચોમાં જીત હાંસલ કરી છે.

IPL 2021: ચેન્નાઈ સામે મેદાને ઉતરનારા રાજસ્થાનને બોલીંગ આક્રમણની સમસ્યા, સ્ટોક્સ અને જોફ્રાની પણ ખોટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 19, 2021 | 4:11 PM

IPl 2021માં આજે સોમવારે બે એવી ટીમો વચ્ચે ટક્કર જામવાની છે, જેઓએ ખૂબ જ ખરાબ શરુઆત બાદ પાછળની મેચોમાં જીત હાંસલ કરી છે. એક ટીમ કેપ્ટન કૂલ કહેવાતા મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)અને બીજી ટીમ નવાસવા કેપ્ટન સંજૂ સેમસન (Sanju Samson)ની હશે. એટલે કે આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને રાજસ્થાન રોલ્સ (Rajasthan Royals)વચ્ચે જંગ જામશે. ચેન્નાઈએ તેની અંતિમ મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યુ હતુ.

જ્યારે રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યુ હતુ. દિલ્હી કેપિટલ્સે પોતાની પ્રથમ મેચમાં ચેન્નાઈને હરાવ્યુ હતુ. ત્રણ વાર IPL ટાઈટલ જીતનારી ટીમ ચેન્નાઈ પણ રાજસ્થાનને આજે હળવાશથી સહેજે નહીં લે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં આઈપીએલમાં 24 મેચ રમાઈ ચુકી છે. આંકડાઓ પર નજર કરીએ તો ચેન્નાઈ આમ તો રાજસ્થાન કરતા વધારે ભારે લાગી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચેન્નાઈ 24માંથી 14 મેચ જીતી ચુક્યુ છે. જોકે આ મેચમાં પણ આવુ જ કંઈ થાય એવુ જરુરી નથી. પાછળની સિઝનમાં રાજસ્થાન રોયલ્સ ચેન્નાઈ પર ભારે પડ્યુ હતુ. બંને ટીમો પ્લેઓફ સુધી પહોંચી નહોતી, પરંતુ રાજસ્થાનના લીગ રાઉન્ડની બંને મેચમાં રાજસ્થાને ચેન્નાઈને હરાવી દીધુ હતુ.

સંજૂ સેમસન માટે સ્ટોક્સ અને જોફ્રા આર્ચરની ગેરહાજરી મોટી મુશ્કેલી

આ મેચમાં ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે ટક્કર આકરી જોવા મળી શકે છે. સેમસને હાલમાં જ સારુ પ્રદર્શન કર્યુ છે. તેના ઉપરાંત જોસ બટલર અને ડેવિડ મિલરનું ફોર્મ પણ ટુર્નામેન્ટના માટે ખૂબ જ મહત્વનું હશે. રાજસ્થાનને ચેન્નાઈ સામે સારી બેટીંગ કરવી પડશે, કારણ કે જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સની ગેરહાજરીમાં તેનું બોલીંગ આક્રમણ નબળુ રહી શકે છે.

ઈંગ્લેન્ડના બંને ખેલાડીઓ ઈજાને લઈને બહાર છે. રાજસ્થાનની ટીમને ક્રિસ મોરિસથી ઓલરાઉન્ડર પ્રદર્શનની આશા છે. મોરિસ બોલ અને બેટ બંને રીતે સારુ પ્રદર્શન કરવા માટે સક્ષમ છે. રાજસ્થાન માટે ઝડપી બોલર જયદેવ ઉનડકટે દિલ્હીની સામે શાનદાર બોલીંગ કરી હતી. જ્યારે યુવા ચેતન સાકરિયાનું પ્રદર્શન ખાસ રહ્યુ છે. અનુભવી મોરિસ અને મુસ્તફિઝુર રહેમાન મુશ્કેલ પરિસ્થિતીમાં મહત્વના સાબિત થઈ શકે છે.

ચેન્નાઈ માટે જીત જરુરી

ચેન્નાઈ સુપર કિંગ્સને પંજાબ સામે જબરદસ્ત પ્રદર્શન કરનારા દિપક ચાહર પર અપેક્ષાભરી નજર હશે. ધોની માટે તે એક મેચ વિનર બોલીંગ કરી શકે છે. ટીમ પણ જોકે ઈચ્છશે કે, ચાહર ઉપરાંત સેમ કરન, શાર્દુલ ઠાકુર અને અન્ય ખેલાડીઓ પણ પોતાનું યોગદાન આપે. ટીમ માટે એ બાબત સારી છે કે સાઉથ આફ્રિકાનો ઝડપી બોલર લુંગી એનગિડી તેનો ક્વોરન્ટાઇન પિરીયડ પુરો કરી ચુક્યો છે.

તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બંને વચ્ચે મેચ રમાશે. દિલ્હી અને પંજાબ વચ્ચેની મેચમાં પણ અહીં બેટીંગ કરવી આસાન રહી હતી. આવામાં ફરી એકવાર હાઈસ્કોરીંગ મેચ જોવા મળી શકે છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">