INDvsAUS: ભારતની જીતના પડઘા પાકિસ્તાનમાં પણ પડ્યા, સ્વિકાર્યુ “શિખવુ હોય તો ભારત પાસેથી”

Avnish Goswami

|

Updated on: Jan 20, 2021 | 12:29 PM

ભારતે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલીયા (Australia) ને 2-1 થી હરાવી ધોઇ નાંખ્યુ છે. બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) માં ભારતે ત્રણ વિકેટથી શાનદાર જીત મેળવી હતી.

INDvsAUS: ભારતની જીતના પડઘા પાકિસ્તાનમાં પણ પડ્યા, સ્વિકાર્યુ શિખવુ હોય તો ભારત પાસેથી
Team India

ભારતે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલીયા (Australia) ને 2-1 થી હરાવી ધોઇ નાંખ્યુ છે. બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) માં ભારતે ત્રણ વિકેટથી શાનદાર જીત મેળવી હતી. ટીમ ઇન્ડીયા (Team India) એ લગાતાર બીજી વખત ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ સીરીઝ (Test Series) ને પોતાના નામે કરી લીધી છે. પોતાના બંને યુવા બેટ્સમેન શુભમન ગીલ (Shubman Gill) અને ઋષભ પંત (Rishabh Pant) ની આકર્ષક અર્ધશતકીય રમતના દમ પર ભારતે ઓસ્ટ્ર્લીયાની ગાબા મેદાન (Gabba Ground) પર 32 વર્ષથી ચાલ્યા આવતા એકતરફી શાસનનો પણ અંત આણી દીધો હતો. ભારતે આ જીત પણ એવા સમયે હાંસલ કરી છે કે, તેના સિનીયર ખેલાડીઓ ઇજાને લઇને મેદાનથી બહાર હતા. જોકે યુવા ખેલાડીઓએ સિનીયર અનુભવી ખેલાડીઓની ખોટ વર્તાવા દીધી નહોતી. પાકિસ્તાન (Pakistan) માં પણ હવે ભારતની જીતને લઇ હલચલ થઇ છે.

ભારતે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ ગુમાવવા બાદ શાનદાર વાપસી કરી હતી. ઓસ્ટ્રેલીયાને તેની જ ધરતી પર બીજી વાર હાર આપી હતી. સીરીઝને 2-1 થી હરાવીને બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી પોતાની પાસે બરકરાર રાખી હતી. ભારત ઓસ્ટ્રેલીયામાં લગાતાર બીજી ટેસ્ટ સિરીઝ જીતવાને લઇને પાકિસ્તાનમાં પણ લોકોએ ખુશીઓ વ્યક્ત કરી છે. અનેક ખેલ પત્રકારો, સ્પોર્ટ્સ એકસ્પર્ટ અને પૂર્વ ક્રિકેટરોએ ભારતની જીતની સરાહના કરી છે. તેમણે સોશિયલ મિડીયા દ્વારા ભારતીય ટીમને શુભેચ્છાઓ પણ પાઠવી છે. ડોન ન્યુઝના ખેલ પત્રકાર અબ્દુલ ગફારે લખ્યુ કે, 36 રન પર સમેટાઇ જવાના ઝટકા અને વિના વિરાટ કોહલી જીત મેળવવી એ સ્પેશિયલ છે. ઓસ્ટ્રેલીયા પાસે ટોપ ક્લાસ બોલીંગ હતી, પરંતુ ભારતે હાર ના માની.

પત્રકાર સાજ સદિકે લખ્યુ કે, 36 પર ઓલઆઉટ થનારી અને વિરાટ કોહલી તેમજ સિનિયર વિના ગાબા મેદાનમાં ભારતની ટેસ્ટ જીત અસાધારણ છે. ક્રિકેટ એક્સપર્ટ નૌમાન નિયાઝ એ પણ ભારતીય ટીમની જીતની સરાહના કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલીયાની ઘરમાં જ બેઇજ્જતી થઇ ગઇ. ગીલ અને પંત ભારતના ભવિષ્યના સ્ટાર છે. લડત અને ક્યારેય હાર નહી માનવાની વાત ભારત પાસેથી શિખવી જોઇએ.

ઇસ્લામાબાદ યુનાઇટેડ ટીમના જનરલ મેનેજર અને એક્સપર્ટ રેહાન ઉલ હકે તો ભારતની જીત બાદ અનેક ટ્વીટ કરી દીધા હતા. તેમણે કહ્યુ હતુ કે, ભારતની વિદેશમાં મોટી જીત છે. તેણે ખુબ જ સેંન્સેબલ રમત રમી છે. તેમણે પુરી બુદ્ધીમત્તા દ્રારા ઓસ્ટ્રેલીયાને હરાવી દીધુ છે. રેહાન ઉલ હકે ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતની પણ તારીફ કરી હતી અને કહ્યુ હતુ કે, જો આ બંને પાકિસ્તાનમાં હોત તો અત્યાર સુધી ટીમમાંથી બહાર કરી દીધા હોત, પરંતુ ભારતે તેમની પર ભરોસો દેખાડ્યો. સ્પોર્ટસ એંકર અહમર નઝીબે કહ્યુ હતુ કે, ભારત હજુ વિશ્વની શ્રેષ્ઠ ટીમ છે. પાકિસ્તાની પત્રકારો અને એક્સપર્ટના ટ્વીટ જુઓ.

https://twitter.com/AhmerNajeeb/status/1351445935579144192?s=20

આ પણ વાંચો: 50 રૂપિયાથી કરી હતી કમાણીની શરૂઆત, કરોડોમાં કમાણી કરે છે TARAK MEHTA KA OOLTHA CHASMAH ના જેઠાલાલ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati