50 રૂપિયાથી કરી હતી કમાણીની શરૂઆત, કરોડોમાં કમાણી કરે છે TARAK MEHTA KA OOLTHA CHASMAH ના જેઠાલાલ

Charmi Katira

|

Updated on: Jan 19, 2021 | 4:58 PM

છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરનાર શો એટલે કે 'તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા.'(TARAK MEHTA KA OOLTHA CHASMAH) આ શોએ થોડા સમય પહેલા જ 3 હજાર એપિસોડ પૂરા કર્યા હતા.

50 રૂપિયાથી કરી હતી કમાણીની શરૂઆત, કરોડોમાં કમાણી કરે છે TARAK MEHTA KA OOLTHA CHASMAH ના જેઠાલાલ
50 રૂપિયાથી કમાણી શરૂ કરનાર આજે કરોડો કમાય છે

છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરનાર શો એટલે કે ‘તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા.'(TARAK MEHTA KA OOLTHA CHASMAH) આ શોએ થોડા સમય પહેલા જ 3 હજાર એપિસોડ પૂરા કર્યા હતા. આ શો દર્શકોને પણ બહુ જ પસંદ આવી રહ્યો છે. આ શોના દરેક પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી છે. આ શોમાં દરેક પાત્રોએ વગર કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આઅ શોનું જેઠાલાલનું (JETHALAL) પાત્ર એવું છે જે શોમાં ના હોવાથી ઘણો ફરક પડે છે. આ શોમાં છેલ્લા 12 વર્ષથી આ રોલ નિભાવી રહ્યા છે દિલીપ જોશી.(DILIP JOSHI) જે પહેલા ઘણી ફિલ્મમાં નજરે આવી ચૂક્યા છે.

આ શોમાં જેઠાલાલ એક દુકાનના માલિક છે જેનું નામ છે ગડા ઈલેક્ટ્રોનિક્સ. જેઠલાલ ધંધો કરે છે અને જિંદગીમાં તેની સાથે થતી મુશ્કેલીથી પરેશાન છે. આ સિરિયલમાં જેઠલાલ બાપુજીથી ડરે છે. તો દયા પર બગડે છે. પોતાના સાળા સુંદર અને દુકાન પર કામ કરતાં નટુ કાકા(NATUKAKA)  અને બાઘાથી ખૂબ પરેશાન છે. આ રીતે તે બહુ જ પરેશાન છે. જેઠાલાલ દર્શકોને બહુ જ હસાવે છે. જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને પૈસા પણ સારા આપવામાં આવે છે.

જેઠાલાલ શોનું મહત્વનું પાત્ર છે, આથી તેમને શોમાં વધારે ફી પણ આપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ એપિસોડ દીઠ 1.5 લાખ સુધીની રકમ મેળવે છે. જે બાકીના કલાકારો કરતા વધારે છે. જેઠાલાલનીની કુલ સંપત્તિ વિશે વાત કરવામાં આવે તો તેની કિંમત કરોડોમાં છે. જેઠાલાલ એટલે કે, દિલીપ જોશી પાસે 37 કરોડની અચલ સંપતિ છે .

કહેવામાં આવે છે કે સફળતા એમ જ નથી મળતી તેના માટે ઘણા બલિદાન આપવા પડે છે. જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે પણ આવું જ બન્યું. તેણે મૈં પ્યાર કિયા ફિલ્મમાં નોકરની ભૂમિકા ભજવી હતી. પરંતુ તે પહેલાં જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો અને કામની શોધમાં ભટકતો હતો ત્યારે તેને પ્રેક્ષકોમાં ઊભા રહેવાની ભૂમિકા આપવામાં આવી હતી. અને તે માટે ફક્ત 50 રૂપિયા જ મળતા હતા. પરંતુ આજે તે કરોડપતિ બની ગયો છે મહિનામાં લાખોની કમાણી કરે છે.

આ પણ વાંચો: માતાના પગલે જાહ્નવી બાદ KHUSHI KAPOOR પણ બોલિવુડમાં કરશે એન્ટ્રી? પિતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati