વિરોધ વચ્ચે ભારત V/S પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલાનો જોરદાર ક્રૅઝ, 4 લાખથી વધુ લોકોએ ટિકિટ માટે કરી અરજી, ફાઇનલ કરતા ઊંચી ડિમાંડ
WORLD CUP 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને યોજાનાર મૅચ પર સંકટના વાદળો છવાયેલા છે. TV9 Gujarati Web Stories View more નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, […]
WORLD CUP 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને યોજાનાર મૅચ પર સંકટના વાદળો છવાયેલા છે.
પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાંથી એક જ સુર ઉઠી રહ્યો છે કે પાકિસ્તાનનોખેલના મેદાનમાં પણ બહિષ્કાર કરવામાં આવે, ત્યારે બીજી બાજુ આ બંને દેશો વચ્ચે થનાર મહામુકાબલો જોવા માંગતા લોકોની સંખ્યા પણ ઓછી નથી. એટલે જ માંચેસ્ટરમાં યોજાનાર આ મૅચ જોવા માંગતા 4 લાખ લોકોએ ટિકિટ માટે અરજીઓ કરી છે. બીજી બાજુ માંચેસ્ટરના ઓલ્ડ ટ્રૅફર્ડ સ્ટેડિયમ પર આ મૅચ યોજાશે, તેની ક્ષમતા માત્ર 25 હજાર દર્શકોની છે.
ESPN ક્રિકઇન્ફોએ એલવર્થીના હવાલાથી કહ્યું, ‘આ મૅચ (ભારત વર્સિસ પાકિસ્તાન)ની ટિકિટોના અરજીકર્તાઓની સંખ્યા 4 લાખથી વધુ છે કે જે બહુ મોટી સંખ્યા છે. સ્ટેડિયમમાં માત્ર 25000 દર્શકો જ સમાઈ શકે છે. તેથી સ્પષ્ટ છે કે લાખો દર્શકોએ નિરાશ થવું પડશે.’
એલવર્થીએ જણાવ્યું કે ઇંગ્લૅંડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચ માટે 2 લાખ 30 હજારથી 2 લાખ 40 હજાર લોકોએ અરજી કરી છે, જ્યારે ફાઇનલ માટે અરજી કરનારાઓની સંખ્યા 2,60,000થી 2,70,000 વચ્ચે છે.
આ આંકડાઓ પરથી કહી શકાય કે લોકોને વર્લ્ડ કપમાં બીજા કોઈ પણ દેશ કરતા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ જોવામાં વધુ રસ છે. એટલું જ નહીં, ભારત-પાક મુકાબલા સામે ફાઇનલ મૅચનો ક્રૅઝ પણ ફીકો જણાય છે, કારણ કે ભારત-પાક મૅચની ટિકિટ અરજીઓની સામે ફાઇનલ મૅચની ટિકિટોની અરજી ઘણી ઓછી આવી છે.
[yop_poll id=1659]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]