Shooting: મહિલા ખેલાડી પુરુષ શુટરના રુમમાં! વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમની હોટલમાં મચ્યો હંગામો

કોરીયામાં ભારતીય ટીમ જે હોટલમાં રોકાઈ હતી, ત્યાં એક મહિલા ખેલાડી સાથી પુરુષ શુટરના રુમમાં પહોંચી ગઈ હોવાની ચર્ચા થઈ છે. હોટલના નિયમ તોડવાને લઈ આ વિવાદ ચર્ચામાં આવ્યો છે.

Shooting: મહિલા ખેલાડી પુરુષ શુટરના રુમમાં! વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમની હોટલમાં મચ્યો હંગામો
હોટલના નિયમ તોડવાને લઈ વાત સામે આવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 10:10 AM

કોરીયામાં હાલમાં જ વિશ્વ જૂનિયર ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં ભારતીય શુટરોએ કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય ટીમના ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કરતા મેડલની વણઝાર લગાવી દીધી હતી. મેડલ મેળવવાને લઈ ટીમ ખૂબ ચર્ચાઓમાં છવાઈ છે. જોકે આ દરમિયાન એક અલગ જ વિવાદે ચર્ચા જગાવી દીધી છે. વાત એમ છે કે, કોરીયામાં ભારતીય ટીમ જે હોટલમાં રોકાઈ હતી, ત્યાં એક મહિલા ખેલાડી સાથી પુરુષ શુટરના રુમમાં પહોંચી ગઈ હોવાની ચર્ચા થઈ છે. હોટલના નિયમ તોડવાને લઈ આ વિવાદ ચર્ચામાં આવ્યો છે.

હોટલ દ્વારા ટીમ ઈન્ડિયાના અધિકારીઓને આ અંગેની ફરિયાદ કરવામાં આવી હોવાનુ મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યુ છે. ટૂર્નામેન્ટ સમાપ્ત થવા બાદ આ સમાચાર સામે આવ્યા છે અને ચર્ચા ખૂબ ફેલાવા લાગી છે. રીપોર્ટ્સ મુજબ અધિકારીએ બતાવ્યુ છે કે, આ અંગે હોટલ રિસેપ્શન દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી કે, એક મહિલા શૂટરને પુરુષ શૂટરના રુમ હતી.

હોટલના સામાનને કર્યુ નુક્શાન

ભારતીય ટીમના અધિકારીએ એ વાત પણ ઉમેરી હતી કે, કોઈ પણ મહિલા ખેલાડીને સાથી પુરુષ ખેલાડીના રુમમાં આવતા કે જતા જોવામાં આવી નથી. આમ આવી સ્થિતિમાં આ વાતની પુષ્ટી કરી શકાતી નથી. રીપોર્ટસ મુજબ અધિકારીએ બતાવ્યુ હતુ કે, હોટલના કેટલાક સામાનને નુક્શાન કર્યુ હતુ. જે નુક્શાન અંગેની રકમ પણ ભરપાઈ કરી દેવામાં આવી હતી. આ અંગે હોટલ તરફથી જે જાણકારી આપવામાં આવી હતી એ અંગે નિશાનબાજો સાથે વાતચીત કરવામાં આવી હતી. જોકે કંઈ જ સામે આવ્યુ નહોતુ. હોટલ દ્વારા જે ફરીયાદ હતી જેમાં ટીમનો કોઈ પણ ખેલાડી સામેલ નહોતો.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

વોશરુમનો થયો હતો ઉપયોગ

જોકે એક વાત સામે આવી હતી કે, એક મહિલા શૂટર દ્વારા પુરુષ ખેલાડીના રુમનો વોશરુમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટીમના અધિકારીઓ દ્વારા ખેલાડીઓની પૂછપરછ દરમિયાન આ વાત સામે આવી હતી. જેને લઈ ટીમ ઈન્ડિયાના એક સિનિયર અધિકારીએ આ અંગે રિપોર્ટ NRAI ને સોંપ્યો છે. જે અધિકારી ટીમની સામે ટૂર્નામેન્ટ માટે કોરિયા ગયા હતા. હવે ફેડરેશન દ્વારા આ અંગે વધુ વિગતો મેળવવા માટે પૂછપરછનો તબક્કો શરુ કરી શકે છે. જેમાં દરેક ખેલાડીઓની પૂછપરછ થઈ શકે છે.

ટીમ ઈન્ડિયાએ વિશ્વ ચેમ્પિયનશિપમાં કુલ 17 મેડલ જીત્યા હતા. જેમાંથી 6 ગોલ્ડ મેડલ ભારતને મળ્યા હતા. જ્યારે 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ ભારતને નામ થયા હતા. આમ ભારતીય ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન ટૂર્નામેન્ટમાં કરીને છવાઈ ગયા હતા. ભારત મેડલ ટેલીમાં ચીન બાદ બીજા સ્થાને રહ્યુ હતુ.

આ પણ વાંચોઃ Dharoi Dam: ધરોઈ ડેમનો ખોલાયો દરવાજો, સાબરમતી નદીમાં સિઝનનુ પ્રથમવાર પાણી છોડાયુ

રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">