Dharoi Dam: ધરોઈ ડેમનો ખોલાયો દરવાજો, સાબરમતી નદીમાં સિઝનનુ પ્રથમવાર પાણી છોડાયુ

Dharoi Dam Water Level Today: જોકે હજુ પણ સાબરમતી નદીમાં આવક નોંધાવવાની સંભાવનાને ધ્યાને રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઈના ઉપરવાસ વિસ્તારમાં વરસાદી માહોલની સ્થિતિને જોઈ રુલ લેવલ જાળવવા માટે પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે.

Dharoi Dam: ધરોઈ ડેમનો ખોલાયો દરવાજો, સાબરમતી નદીમાં સિઝનનુ પ્રથમવાર પાણી છોડાયુ
Follow Us:
| Updated on: Jul 30, 2023 | 4:02 PM

ધરોઈ ડેમમાં પાણીની આવક વધવાને લઈ 4618 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ છે. ધરોઈ ડેમના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદને પગલે આવકમાં વધારો થવાને લઈ રુલ લેવલથી અડધો ફુટ વધારે જળસપાટી વધી હતી. જોકે હજુ પણ સાબરમતી નદીમાં આવક નોંધાવવાની સંભાવનાને ધ્યાને રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઈના ઉપરવાસ વિસ્તારમાં વરસાદી માહોલની સ્થિતિને જોઈ રુલ લેવલ જાળવવા માટે પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે.

અગાઉ ધરોઈ ડેમને રુલ લેવલ કરતા એક ફુટ વધારે ભરવા માટે ઉચ્ચ સ્તરેથી નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી ધરોઈ જળાશયનો જળસંગ્રહ વધારે કરી શકાય. જોકે આવકની સ્થિતિ અને તેના વધવાની સંભાવનાને ધ્યાને રાખીને પાણી છોડવામાં આવ્યુ છે. સવારથી બપોર સુધી આવકમાં ઘટાડો રહ્યા બાદ બપોરે 2 કલાકે આવકમાં ફરી વધારો નોંધાયો હતો.

કાંઠા વિસ્તારને સાવચેત કરાયો

સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ કાંઠા વિસ્તારના જિલ્લા અને તાલુકાઓને આ માટે ધરોઈ ડેમ તરફથી સાવચેત કરવામાં આવ્યા છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ જિલ્લાઓ અને કાંઠા વિસ્તારના તાલુકાઓને સાવેચતીના પગલા જાળવવા માટે સૂચના આપવામાં આવી હતી. સાબરમતી નદીમાં હાલમાં ચાર હજાર ક્યુસેક પાણી છોડવામા આવ્યુ છે. આ માટે એક મીટર કરતા વધુ દરવાજો ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક થવાની સંભાવનાને લઈ પાણી છોડવામાં આવ્યુ છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ધરોઈ ડેમની જળ સપાટી શનિવારે જ રુલ લેવલને વટાવી ચૂકી હતી. પરંતુ ઉચ્ચ સ્તરેથી ડેમમાં 619 ફુટ પાણીનો જળ સંગ્રહણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યુ હતુ. રવિવારે બપોર સુધીમાં જળ સપાટી 618.53 ફુટ નોંધાઈ હતી. પરંતુ બપોરે 2 કલાકે પાણીની આવક 9 હજાર ક્યુસેક કરતા વધી હતી. આ  દરમિયાન બપોરે 4618 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ. બપોરે ત્રણ વાગ્યાના અરસા દરમિયાન આટલા જ પ્રમાણમાં આવક નોંધાવવાને લઈ આવક સામે એટલી જ જાવક નદીમાં પાણીની કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Sabarkantha: અમદાવાદમાં દિકરાના ઘરે રોકાવા આવેલા ખેડબ્રહ્માના વેપારી પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા, 15 લાખની ચોરી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">