T20 World Cup 2021 : ટીમ ઇન્ડિયા નવી જર્સી પહેરી વર્લ્ડ કપ મેચ રમશે, નવી જર્સીના જુઓ ફોટો
ટી 20 વર્લ્ડ કપમાં ભારતે પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમવાની છે અને આ મેચમાં પ્રથમ વખત ટીમના ખેલાડીઓ નવી જર્સીમાં જોવા મળશે.
T20 World Cup 2021 :ટી 20 વર્લ્ડ કપ થોડા દિવસોમાં શરૂ થશે. આ વર્લ્ડ કપ (T20 World Cup)સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનની ધરતી પર રમાશે.
આ વર્લ્ડ કપ (T20 World Cup 2021)માં ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) નવા અવતારમાં જોવા મળશે. આ વર્લ્ડ કપમાં ટીમ નવી જર્સીમાં જોવા મળશે. જેનું આજે લોન્ચ કરવામાં આવી છે.
View this post on Instagram
BCCIએ થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે, ટીમ ઇન્ડિયાની નવી જર્સીની જાહેરાત કરવામાં આવશે. ભારતને મળેલી નવી જર્સી જૂની જર્સીથી થોડી અલગ છે. અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ જે જર્સી પહેરી હતી તે ઘેરો વાદળી હતો. આ જર્સી પણ એક જ રંગની છે પરંતુ તેનું ડિઝાયન અલગ છે. તેની વચ્ચે આછા વાદળી રંગની પટ્ટી પણ આપવામાં આવી છે. અગાઉની જર્સીમાં, ખભા પર તિરંગો હતો, પરંતુ આ જર્સીમાં ખભા પર કોઈ ડિઝાઇન નથી.
સોશિયલ મીડિયા પર જર્સી જાહેર કરવામાં આવી
Presenting the Billion Cheers Jersey!
The patterns on the jersey are inspired by the billion cheers of the fans.
Get ready to #ShowYourGame @mpl_sport.
Buy your jersey now on https://t.co/u3GYA2wIg1#MPLSports #BillionCheersJersey pic.twitter.com/XWbZhgjBd2
— BCCI (@BCCI) October 13, 2021
BCCIએ તેને તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ જર્સી બહાર પાડી છે. તેમજ BCCI કિટ સ્પોન્સર MPL Sports એ પણ આ જર્સી તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લોન્ચ કરી છે. BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા ફોટામાં વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલ આ નવી જર્સી પહેરેલા જોવા મળી રહ્યા છે.
ટીમ ઇન્ડિયાનું શેડ્યૂલ
ટીમ ઇન્ડિયા (Team India)ને આ વર્લ્ડ કપT20 World Cup 2021માં ગ્રુપ-બીમાં રાખવામાં આવી છે. ટીમ તેની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે. આ પછી ટીમે 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમવાનું છે. આ બંને મેચ દુબઈમાં રમાશે. આ પછી, 3 નવેમ્બરે તે અબુધાબીમાં અફઘાનિસ્તાન સામે રમશે. 5 નવેમ્બરે ટીમે તેની આગામી મેચ રમવાની છે અને ત્યારબાદ 8 નવેમ્બરના રોજ ટીમ ગ્રુપ મેચમાં તેની છેલ્લી મેચ રમશે. આ બંને ટીમો ક્વોલિફાયરમાંથી આવશે. આ બંને મેચ દુબઈમાં પણ રમાશે.
આ પણ વાંચો : DC vs KKR, Qualifier 2, IPL 2021: આજે ફાઇનલમાં પહોંચવાનો જંગ, ઋષભ પંત મારશે બાજી કે, ઇયોન મોર્ગન કાપશે ટિકિટ, જાણો
આ પણ વાંચો : પડ્યા પર પાટું: વિરાટ કોહલીની કેપ્ટનશીપ વિશે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને કહી આ વાત, જાણીને ફેન્સ થઈ જશે ગુસ્સે