IND vs SA: સાઉથ આફ્રિકાને મોટુ નુકસાન, આ તોફાની બોલર ભારત સામેની સિરિઝથી થયો બહાર

હાલમાં તેમની જગ્યાએ કોઈ રિપ્લેસમેન્ટ ખેલાડીને લેવામાં આવ્યો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે તે ટેસ્ટ મેચની બોલિંગ માટે તૈયાર નથી થઈ શક્યા અને નિષ્ણાતો પાસે સલાહ લઈ રહ્યા છે.

IND vs SA: સાઉથ આફ્રિકાને મોટુ નુકસાન, આ તોફાની બોલર ભારત સામેની સિરિઝથી થયો બહાર
Team South Africa
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 4:42 PM

ભારતની સામે 3 મેચની ટેસ્ટ સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા (South Africa) માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજે (Anrich Nortje) ટેસ્ટ સિરિઝથી બહાર થઈ ગયા છે. તે ઈજાથી પરેશાન હતા, ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ટ્વીટ કરી આ જાણકારી આપી. જેમાં જણાવવામાં આવ્યું કે એનરિચ નોર્ટજે ઘણા સમયથી ચાલી રહેલી એક ઈજાના કારણે 3 ટેસ્ટ મેચની સિરિઝમાં નહીં રમી શકે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

હાલમાં તેમની જગ્યાએ કોઈ રિપ્લેસમેન્ટ ખેલાડીને લેવામાં આવ્યો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે તે ટેસ્ટ મેચની બોલિંગ માટે તૈયાર નથી થઈ શક્યા અને નિષ્ણાતો પાસે સલાહ લઈ રહ્યા છે. તેમને રિક્વરી પર ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યુ છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે 26 ડિસેમ્બરે ટેસ્ટ સિરિઝની શરૂઆત થવાની છે.

એનરિચ નોર્ટજે બહાર થવાના કારણે સાઉથ આફ્રિકાને ઘણુ નુકસાન થશે. છેલ્લા થોડા સમયથી તે ટીમના મુખ્ય ખેલાડીઓમાં સામેલ હતા. કાગીસો રબાડા, લુંગી એનગિડી સાથે મળીને તે પ્રોટીઝ ટીમના પેસ આક્રમણને આગળ ધપાવતો હતો. એનરિચ નોર્ટજે સતત 150 કિલોમીટર પ્રતિ કલાકથી ઉપરનો બોલ ફેંકવા માટેની ક્ષમતા રાખે છે. તેના કારણે ભારતીય બેટસમેનોને ગંભીર સમસ્યા થઈ શકતી હતી. નોર્ટજેએ અત્યાર સુધી 12 ટેસ્ટ, 12 વનડે અને 16 ટી20 મેચ રમી છે.

એનરિચ નોર્ટજેનું ટેસ્ટ કરિયર

વર્ષ 2021માં નોર્ટજે ખુબ ફોર્મમાં રહ્યા છે. તેને આ વર્ષે 5 ટેસ્ટ મેચમાં 20.76ની એવરેજથી 25 વિકેટ લીધી. આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 37.6નો રહ્યો છે. તેમને બે વખત 5-5 વિકેટ લીધી છે અને 56 રનમાં 6 વિકેટ તેમનું બેસ્ટ પ્રદર્શન રહ્યું છે. 28 વર્ષના આ ખેલાડીએ અત્યાર સુધી 12 ટેસ્ટ રમી છે. તેમાં તેમને 47 વિકેટ લીધી છે. વર્ષ 2019માં ભારતની વિરૂદ્ધ પૂણે ટેસ્ટથી નોર્ટજેએ ડેબ્યુ કર્યુ હતું.

તેમને અત્યાર સુધી ભારતની વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકામાં કોઈ ટેસ્ટ રમી નથી. એનરિચ નોર્ટજે તાજેત્તારમાં જ આઈપીએલ 2021માં રમ્યા હતા. તે દિલ્હી કેપિટલ્સનો ભાગ રહ્યા હતા. આ ટીમ માટે તેમને કમાલનું પ્રદર્શન કર્યુ હતું, તેના કારણે દિલ્હીએ આઈપીએલ 2022 પહેલા તેમને રિટેન કર્યા હતા.

આ પણ વાંચો: IPS Success Story: રેવન્યુ ઓફિસરનું પદ છોડીને એમન જમાલ બની IPS ઓફિસર, જાણો તેમની સફળતાની સફર

આ પણ વાંચો: નેપાળનો ચીનને ઝટકો !! ત્રણ ચાઇનીઝ કંપનીઓને કરી બ્લેકલિસ્ટ, જાણો કેમ લીધો આ નિર્ણય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">