AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટીમ ઈન્ડિયાને મળી સૌથી મોટી હાર, સાઉથ આફ્રિકાએ ભારતને ક્લીન સ્વીપ કર્યું

સાઉથ આફ્રિકાએ ભારતને બીજી ટેસ્ટ મેચમાં 408 રનના મોટા સ્કોરથી ભારતને હારી આપી 2-0થી સીરિઝ પોતાને નામ કરી છે. ભારતીય ટીમની આ સૌથી મોટી હાર છે.

Breaking News : ટીમ ઈન્ડિયાને મળી સૌથી મોટી હાર, સાઉથ આફ્રિકાએ ભારતને ક્લીન સ્વીપ કર્યું
| Updated on: Nov 26, 2025 | 1:26 PM
Share

ટેમ્બા બાવુમાના નેતૃત્વ હેઠળ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન સાઉથ આફ્રિકાએ ભારત આવીને ઇતિહાસ રચ્યો છે. છેલ્લા 24 વર્ષથી ભારતમાં ટેસ્ટ સીરિઝ જીતવાની રાહ જોતી સાઉથ આફ્રિકાની ટીમને અંતે સફળતા મળી છે. ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને માત્ર 140 રન પર સમેટાઈ હતી અને સાઉથ આફ્રિકાએ 408 રનના રેકોર્ડ અંતરથી જીત નોંધાવી હતી. આ સાથે તેમણે 2 મેચની ટેસ્ટ સીરિઝમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું છે. આ ભારતની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી હાર છે. જ્યારે સાઉથ આફ્રિકાએ 2000 બાદ પહેલી વખત ભારતમાં ટેસ્ટ સીરિઝ જીતી છે.

View this post on Instagram

A post shared by Temba Bavuma (@tembabavuma)

ટેસ્ટ સીરિઝમાં 2-0થી ક્લીન સ્વીપ

ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને છેલ્લા દિવસે જીતવા માટે 522 રનની જરુર હતી. જ્યારે તેની પાસે 8 વિકેટ હતી. પહેલા તો જીતવાના ચાન્સ જોવા મળી રહ્યા હતા.પરંતુ ધીમે ધીમે આ સીરિઝ ભારતીય ટીમના હાથમાંથી નીકળતી જોવા મળી હતી.સાઉથ આફ્રિકાએ દિવસના પહેલા સેશનમાં કુલદીપ યાદવ, ધ્રુવ જુરેલ અને પંતને પેવેલિયન મોકલ્યો હતો.આ 3 ખેલાડીઓને ઓફ સ્પિનર સાયમન હાર્મરે પોતાનો શિકાર બનાવ્યો હતો. જે પહેલા ટેસ્ટથી ટીમ ઈન્ડિયા માટે આફત રહ્યો હતો. આ મેચમાં કેપ્ટનશીપ કરી રહેલા પંતની વિકેટ સૌથી મોટો ઝટકો હતો.

સૌથી મોટી હાર

સાઉથ આફ્રિકાએ ભારતને 549 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં આખી ભારતીય ટીમ માત્ર 140 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 54 રન બનાવ્યા.આ રીતે 549 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 408 રનના મોટા અંતરથી હારી હતી. આ ટેસ્ટ ક્રિકેટમાં રન મામલે ભારતની સૌથી મોટી હાર છે. આટલું જ નહી 2024 પહેલા ટીમ ઈન્ડિયાને ઘર આંગણે એક વખત ફરી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે.આ હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હાલત ખરાબ થઈ ગઈ છે. સાઉથ આફ્રિકાને જબરદસ્ત ફાયદો થયો છે.

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ, જેને ‘પ્રોટીઝ’ તરીકે ઓળખવામાં આવે છે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મજબૂત ટીમોમાંની એક છે.  અહી ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">