IND vs NZ Live Score, 3rd T20: રોહિતના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ટી20 સિરીઝમાં ન્યુઝીલેન્ડને ક્લીન સ્વીપ કર્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 10:43 PM

IND vs NZ Live Score in gujarati :ભારતીય ટીમે જયપુર અને રાંચીમાં રમાયેલી પ્રથમ બે મેચ જીતીને શ્રેણી કબજે કરી હતી.

IND vs NZ Live Score, 3rd T20: રોહિતના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ટી20 સિરીઝમાં ન્યુઝીલેન્ડને ક્લીન સ્વીપ કર્યું
IND vs NZ

કોલકાતાના ઐતિહાસિક સ્ટેડિયમ ઈડન ગાર્ડન્સમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ હતી. જયપુર, રાંચી T20 જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ કોલકાતામાં પણ ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

ટીમ ઈન્ડિયાએ જયપુર અને રાંચીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ કોલકાતામાં પણ ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. છેલ્લી T20માં ભારતીય ટીમે 73 રને જીત મેળવી હતી અને આ સાથે તેણે ન્યૂઝીલેન્ડનો ક્લીન સ્વીપ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત ટી-20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કર્યું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને તેના ઘરઆંગણે 5-0થી હરાવ્યું હતું. કોલકાતા ટી20માં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 184 રન બનાવ્યા હતા, જવાબમાં કીવી ટીમ ટાર્ગેટ હાંસલ કરી શકી ન હતી અને ટી20 સીરીઝ 0-3થી હારી ગઈ હતી.

ભારતીય બેટિંગની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્માએ 31 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. ઈશાન કિશને 21 બોલમાં 29 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 20 બોલમાં 25 અને વેંકટેશ અય્યરે 20 રન બનાવ્યા હતા. અંતમાં દીપક ચહરે 8 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા. હર્ષલ પટેલે પણ 18 રનની ઇનિંગ રમી હતી.

કિવી ટીમ તરફથી માર્ટિન ગુપ્ટિલે સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે માત્ર 9 રન આપી 3 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલને 2 વિકેટ મળી હતી. યુઝવેન્દ્ર ચહલ, વેંકટેશ અય્યર અને દીપક ચહરને 1-1 વિકેટ મળી હતી

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Nov 2021 10:34 PM (IST)

    IND vs NZ Live: ભારતે ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કર્યું

    ટીમ ઈન્ડિયાએ જયપુર અને રાંચીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ કોલકાતામાં પણ ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. છેલ્લી T20માં ભારતીય ટીમે 73 રને જીત મેળવી હતી અને આ સાથે તેણે ન્યૂઝીલેન્ડનો ક્લીન સ્વીપ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત ટી-20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કર્યું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને તેના ઘરઆંગણે 5-0થી હરાવ્યું હતું. કોલકાતા ટી20માં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 184 રન બનાવ્યા હતા, જવાબમાં કીવી ટીમ ટાર્ગેટ હાંસલ કરી શકી ન હતી અને ટી20 સીરીઝ 0-3થી હારી ગઈ હતી.

  • 21 Nov 2021 10:27 PM (IST)

    IND vs NZ Live:ન્યૂઝીલેન્ડને 9મો ફટકો

    ભારતને 16.1 ઓવરમાં નવમી સફળતા મળી છે. સૂર્યકુમાર યાદવે હર્ષલ પટેલની બોલ પર ઈશ સોઢીનો શાનદાર કેચ લીધો હતો. ઈશ સોઢી 11 બોલમાં 2 ચોગ્ગા સાથે 9 રનની ઈનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો છે.

  • 21 Nov 2021 10:22 PM (IST)

    IND vs NZ Live: ભારત જીતથી બે વિકેટ દૂર છે

    ન્યૂઝીલેન્ડની આઠમી વિકેટ 15મી ઓવરના પહેલા બોલ પર પડી હતી. એડમ મિલ્ને સાત રન બનાવીને વેંકટેશ ઐયરની બોલ પર રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. વેંકટેશ અય્યરની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ પ્રથમ વિકેટ હતી. 16 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર - 95/8

  • 21 Nov 2021 10:12 PM (IST)

    IND vs NZ Live:ન્યૂઝીલેન્ડને સાતમો ફટકો

    ન્યૂઝીલેન્ડની સાતમી વિકેટ 14મી ઓવરના પહેલા બોલ પર પડી હતી. કેપ્ટન મિશેલ સેન્ટનર (2) ઈશાન કિશનના સીધા થ્રો પર રનઆઉટ થયો હતો. 13.4 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર - 88/7

  • 21 Nov 2021 10:07 PM (IST)

    IND vs NZ Live : જીમી નીશમ આઉટ

    ભારતને 12.3 ઓવરમાં છઠ્ઠી સફળતા મળી હતી. રિષભ પંતે જેમ્સ નીશમનો શ્રેષ્ઠ કેચ પકડ્યો છે. જેમ્સ નીશમ 7 બોલમાં 3 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.

  • 21 Nov 2021 10:00 PM (IST)

    IND vs NZ Live:ભારતની પાંચમી સફળતા

    ન્યૂઝીલેન્ડનો સ્કોર 12 ઓવરમાં 5 વિકેટે 76 રન છે. મિશેલ સેન્ટનર 2 બોલમાં 0 અને જેમ્સ નીશમ 4 બોલમાં 3 રન બનાવીને રમી રહ્યા છે.

  • 21 Nov 2021 10:00 PM (IST)

    IND vs NZ Live: ન્યૂઝીલેન્ડનો સ્કોર - 70/4

    11 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર ચાર વિકેટના નુકસાન પર 70 રન છે. ટિમ સેફર્ટ 14 અને જીમી નીશમ શૂન્ય રન બનાવીને ક્રિઝ પર છે.

  • 21 Nov 2021 09:54 PM (IST)

    IND vs NZ Live: ન્યુઝીલેન્ડની 4 વિકેટ પડી, ટાર્ગેટ હજુ દૂર

  • 21 Nov 2021 09:49 PM (IST)

    IND vs NZ Live: ગપ્ટિલની ફિફ્ટી

    માર્ટિન ગુપ્ટિલે ચાર છગ્ગા અને એટલા જ ચોગ્ગાની મદદથી 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 10 ઓવર પછી - 68/3

  • 21 Nov 2021 09:48 PM (IST)

    IND vs NZ Live: યુઝવેન્દ્ર ચહલ 2 ઓવરમાં 23 રન આપ્યા

    યુઝવેન્દ્ર ચહલ થોડો મોંઘો સાબિત થઈ રહ્યો છે. તેણે 2 ઓવરમાં 23 રન આપ્યા છે અને તે એક પણ વિકેટ લઈ શક્યો નથી.

  • 21 Nov 2021 09:43 PM (IST)

    IND vs NZ Live: ગપ્ટિલે શાનદાર સિકસ ફટકારી

  • 21 Nov 2021 09:43 PM (IST)

    IND vs NZ Live:ન્યૂઝીલેન્ડનો સ્કોર 8 ઓવરમાં 3 વિકેટે 45 રન

    ન્યૂઝીલેન્ડનો સ્કોર 8 ઓવરમાં 3 વિકેટે 45 રન છે. માર્ટિન ગપ્ટિલ 26 બોલમાં 36 અને ટિમ સેફર્ટ 10 બોલમાં 04 રન બનાવીને રમી રહ્યા છે.

  • 21 Nov 2021 09:35 PM (IST)

    IND vs NZ Live:પાવરપ્લેમાં 37 રન

    છ ઓવરના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર ત્રણ વિકેટે 37 રન છે. માર્ટિન ગપ્ટિલ 32 અને ટીમ સિફર્ટ શૂન્ય રન બનાવીને ક્રિઝ પર છે.

  • 21 Nov 2021 09:24 PM (IST)

    IND vs NZ Live: ન્યુઝીલેન્ડને ત્રીજો ઝટકો

    ન્યૂઝીલેન્ડની ત્રીજી વિકેટ પાંચમી ઓવરના ચોથા બોલ પર પડી હતી. ગ્લેન ફિલિપ્સને અક્ષર પટેલે ક્લીન બોલ્ડ કર્યો હતો. ફિલિપ્સ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. પાંચ ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર - 30/3

  • 21 Nov 2021 09:18 PM (IST)

    IND vs NZ Live:ભારતને બીજી સફળતા

    અક્ષર પટેલે ત્રીજી ઓવરમાં વધુ એક સફળતા અપાવી છે. માર્ક ચેપમેન (0)ને  રિષભ પંતના હાથે  આઉટ કર્યો હતો.

  • 21 Nov 2021 09:16 PM (IST)

    IND vs NZ Live: ન્યૂઝીલેન્ડ ને પહેલો ફટકો

    ન્યુઝીલેન્ડની પ્રથમ વિકેટ ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર પડી હતી. ડેરીલ મિશેલ (5)ને અક્ષર પટેલે હર્ષલ પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

  • 21 Nov 2021 09:16 PM (IST)

    IND vs NZ Live: ન્યૂઝીલેન્ડનો સ્કોર - 21/0

    બે ઓવરના અંતે ન્યૂઝીલેન્ડે વિના નુકશાન 21 રન બનાવી લીધા છે. માર્ટિન ગુપ્ટિલ 16 અને ડેરિલ મિશેલ 5 રન સાથે ક્રિઝ પર છે.

  • 21 Nov 2021 09:10 PM (IST)

    IND vs NZ Live: પ્રથમ ઓવરમાં પાંચ રન

    કિવી ટીમની બેટિંગ શરૂ થઈ ગઈ છે અને પહેલી જ ઓવરમાં માર્ટિન ગપ્ટિલે કવર પર શોટ રમીને ચોગ્ગો ફટકાર્યો હતો. ભુવનેશ્વરે જો કે આ ઓવરમાં સારી વાપસી કરી અને માત્ર એક વધુ રન આપ્યો.

    1 ઓવર, NZ- 5/0; ગુપ્ટિલ - 5, મિશેલ - 0

  • 21 Nov 2021 09:07 PM (IST)

    IND vs NZ Live:ન્યૂઝીલેન્ડની બેટિંગ શરૂ, ક્રિઝ પર ગપ્ટિલ-મિશેલની જોડી

    ન્યૂઝીલેન્ડની બેટિંગ શરૂ થઈ ગઈ છે. માર્ટિન ગુૉપ્ટિલ અને ડેરિલ મિશેલ ક્રિઝ પર છે. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે.

  • 21 Nov 2021 08:50 PM (IST)

    IND vs NZ Live: ભારતે NZ ને 185 રનનો લક્ષ્યાંક આપ્યો

  • 21 Nov 2021 08:42 PM (IST)

    IND vs NZ Live: હર્ષલ પટેલ આઉટ

    ભારતની સાતમી વિકેટ 19મી ઓવરના બીજા બોલ પર પડી હતી. હર્ષલ પટેલ લોકી ફર્ગ્યુસનની હિટ વિકેટ પર આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો છે. પટેલે 18 રનનું યોગદાન આપ્યું હતું. 19 ઓવર પછી સ્કોર - 165/7

  • 21 Nov 2021 08:42 PM (IST)

    IND vs NZ Live: બે ઓવર બાકી

    18 ઓવરના અંતે ભારતનો સ્કોર 6 વિકેટે 156 રન છે. હર્ષલ પટેલ 12 અને અક્ષર પટેલ એક રન બનાવીને ક્રિઝ પર હાજર છે.

  • 21 Nov 2021 08:36 PM (IST)

    IND vs NZ Live: ભારતનો સ્કોર - 148/6

    17 ઓવરના અંતે ભારતનો સ્કોર 6 વિકેટે 148 રન છે. હર્ષલ પટેલ 6 અને અક્ષર પટેલ એક રન બનાવીને રમી રહ્યા છે.

  • 21 Nov 2021 08:29 PM (IST)

    IND vs NZ Live: શ્રેયસ અય્યર આઉટ

    ભારતને 15.5 ઓવરમાં પાંચમો ઝટકો લાગ્યો હતો. ચેપમેને ટ્રેન્ટ બોલ્ટના બોલ પર વેંકટેશ અય્યરને કેચ આપ્યો હતો. ભારતને 16.1 ઓવરમાં છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. શ્રેયસ અય્યરને એડમ મિલ્નેની બોલ પર મિશેલ સેન્ટનરના હાથે કેચ આઉટ થયો હતો. શ્રેયસ 20 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 25 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

  • 21 Nov 2021 08:27 PM (IST)

    IND vs NZ Live: ભારત સામે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ

    ભારત સામે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ

    20- ઈશ સોઢી 19 મિશેલ સેન્ટનર 16- ટિમ સાઉથી 12- દુષ્મંત ચમેરા 11-ઓમર ગુલ / ટ્રેન્ટ બોલ્ટ

  • 21 Nov 2021 08:23 PM (IST)

    IND vs NZ Live: ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો લાગ્યો, વેંકટેશ અય્યર આઉટ

    ભારતની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી, વેંકટેશ ઐયર પણ આઉટ થયો હતો

  • 21 Nov 2021 08:22 PM (IST)

    IND vs NZ Live: ભારતનો સ્કોર - 134/4

    15 ઓવરના અંતે ભારતનો સ્કોર ચાર વિકેટે 134 રન છે. શ્રેયસ અય્યર 21 અને વેંકટેશ અય્યર 19 રન બનાવીને રમી રહ્યા છે.

  • 21 Nov 2021 08:18 PM (IST)

    IND vs NZ Live: ભારતનો સ્કોર 14 ઓવરમાં 4 વિકેટે 127 રન

    ભારતનો સ્કોર 14 ઓવરમાં 4 વિકેટે 127 રન છે. શ્રેયસ અય્યર 13 બોલમાં 20 અને વેંકટેશ અય્યર 9 બોલમાં 13 રન બનાવી રહ્યો છે.

  • 21 Nov 2021 08:12 PM (IST)

    IND vs NZ Live: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અય્યરની આ પ્રથમ સિક્સ

    વેંકટેશ અય્યરે ઈશ સોઢીની બોલ પર શાનદાર સિક્સ ફટકારી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અય્યરની આ પ્રથમ સિક્સ છે.

  • 21 Nov 2021 08:12 PM (IST)

    IND vs NZ Live:ભારતનો સ્કોર - 114/4

    13 ઓવરના અંતે ભારતનો સ્કોર ચાર વિકેટના નુકસાને 114 રન છે. શ્રેયસ અય્યર 15 અને વેંકટેશ અય્યર 5 રન બનાવીને રમી રહ્યા છે.

  • 21 Nov 2021 08:06 PM (IST)

    IND vs NZ Live:ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો લાગ્યો, ફિફ્ટી ફટકાર્યા બાદ રોહિત આઉટ

    ભારતની ચોથી વિકેટ 12મી ઓવરના બીજા બોલ પર પડી હતી. રોહિત શર્માને ઈશ સોઢીએ કેચ એન્ડ બોલ્ડ કર્યો હતો. રોહિતે 31 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા.

  • 21 Nov 2021 08:05 PM (IST)

    IND vs NZ Live:ભારતનો સ્કોર 100 રનને પાર

    11 ઓવરના અંતે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 103 રન છે. રોહિત શર્મા 56 અને શ્રેયસ અય્યર 10 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 21 Nov 2021 08:05 PM (IST)

    IND vs NZ Live:રોહિતની ફિફ્ટી

    .કેપ્ટન રોહિત શર્માએ 27 બોલમાં 5 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 26મી અડધી સદી છે.

  • 21 Nov 2021 07:48 PM (IST)

    IND vs NZ Live:ભારતને ત્રીજો ઝટકો રિષભ પંત આઉટ

    રિષભ પંત (4) 9મી ઓવરના છેલ્લા બોલ પર પેવેલિયન પરત ફર્યો છે. સેન્ટનરે પંતને જીમી નીશમના હાથે કેચ કરાવ્યો હતો

  • 21 Nov 2021 07:46 PM (IST)

    IND vs NZ Live: ભારતનો સ્કોર- 77/2

    8 ઓવરના અંતે ભારતનો સ્કોર બે વિકેટના નુકસાને 77 રન છે. રોહિત શર્મા 42 અને રિષભ પંત 3 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 21 Nov 2021 07:41 PM (IST)

    IND vs NZ Live: ઝડપી શરૂઆત બાદ ભારતની એક જ ઓવરમાં બે વિકેટ પડી

    ભારતની વધુ એક વિકેટ 7મી ઓવરમાં પડી છે. સૂર્યકુમાર યાદવ ખાતું ખોલાવ્યા વિના માર્ટિન ગપ્ટિલના હાથે કેચ આઉટ થયો હતો.

  • 21 Nov 2021 07:36 PM (IST)

    IND vs NZ Live:ભારતની પહેલી વિકેટ પડી, ઈશાન કિશન આઉટ

    ભારતને પહેલો ફટકો 6.2 ઓવરમાં લાગ્યો હતો. ઈશાન કિશન મિશેલ સેન્ટનરની બોલ પર વિકેટકીપર ટિમ સેફર્ટના હાથે કેચ આઉટ થયો હતો. ઇશાન કિશન 21 બોલમાં 6 ચોગ્ગા સાથે 29 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.

  • 21 Nov 2021 07:36 PM (IST)

    IND vs NZ Live: પાવરપ્લેમાં 69 રન

    6 ઓવરના અંતે ભારતે કોઈપણ નુકસાન વિના 69 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 17 બોલમાં 39 રન અને ઈશાન કિશન 19 બોલમાં 29 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 21 Nov 2021 07:31 PM (IST)

    IND vs NZ Live: ભારતનો સ્કોર 5 ઓવરમાં 49 રન

    ભારતનો સ્કોર 5 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 49 રન છે. ઈશાન કિશન 17 બોલમાં 24 અને રોહિત શર્મા 13 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યો છે.

  • 21 Nov 2021 07:25 PM (IST)

    IND vs NZ Live:રોહિતની શાનદાર સિક્સ

    રોહિત શર્માએ બીજી સિક્સ ફટકારી. ચોથી ઓવરમાં ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનના બીજા બોલ પર રોહિતે લોંગ ઓફની બહાર ઉંચો શોટ રમીને 6 રન મેળવ્યા હતા. રોહિતની ઇનિંગની આ બીજી સિક્સર છે.

    4 ઓવર, IND - 39/0; રોહિત - 23, ઈશાન - 15

  • 21 Nov 2021 07:22 PM (IST)

  • 21 Nov 2021 07:19 PM (IST)

    IND vs NZ Live: ત્રણ ઓવરના અંતે ભારતનો સ્કોર 29 /0

    ત્રણ ઓવરના અંતે ભારતે કોઈપણ નુકસાન વિના 29 રન બનાવી લીધા છે. રોહિત શર્મા અને ઈશાન કિશન 14-14 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 21 Nov 2021 07:16 PM (IST)

    IND vs NZ Live: રોહિત શર્માએ મેચની પ્રથમ સિક્સ ફટકારી

  • 21 Nov 2021 07:09 PM (IST)

    IND vs NZ Live: ઈશાન કિશને પણ ચોગ્ગાથી ખાતું ખોલ્યું

    ભારતનો સ્કોર 2 ઓવર પછી વિના વિકેટે 18 રન છે. બીજી ઓવરમાં ઈશાન કિશને એડમ મિલ્નેની બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા હતા. ઈશાન કિશન 6 બોલમાં 10 રન અને રોહિત શર્મા 6 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યા છે.

  • 21 Nov 2021 07:07 PM (IST)

    IND vs NZ Live: પ્રથમ ઓવરમાં ભારતનો સ્કોર 8 /0

    મેચ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને ઇશાન કિશને ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ટ્રેન્ટ બોલ્ટે બોલિંગ આક્રમણની શરૂઆત કરી છે.પ્રથમ ઓવરમાં ભારતનો સ્કોર 8 /0

  • 21 Nov 2021 07:04 PM (IST)

    IND vs NZ Live:કેપ્ટન રોહિત શર્માએ ઉપરા ઉપરી 2 ચોગ્ગા ફટકાર્યા

  • 21 Nov 2021 07:04 PM (IST)

    IND vs NZ Live:યુઝવેન્દ્ર ચહલ તેની 50મી T20 ઈન્ટરનેશનલ રમી રહ્યો છે.

  • 21 Nov 2021 07:03 PM (IST)

    IND vs NZ Live:ટીમ ઈન્ડિયાની બેટિંગ શરૂ થઈ, ઈશાન રોહિત સાથે ઓપનિંગ કરવા આવ્યો

  • 21 Nov 2021 06:43 PM (IST)

    IND vs NZ Live: ચહલ-ઈશાનને તક મળી

  • 21 Nov 2021 06:41 PM (IST)

    IND vs NZ Live: કેપ્ટન રોહિત શર્માએ સતત ત્રીજી વખત ટોસ જીત્યો

    ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ વખતે સતત ત્રીજી ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે - કેએલ રાહુલની જગ્યાએ ઈશાન કિશન અને રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલની વાપસી થઈ છે.

    તે જ સમયે, કિવી ટીમમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે. છેલ્લી બે મેચમાં સુકાની રહેલા ટિમ સાઉથીને આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને સ્પિનર ​​મિચેલ સેન્ટનર આજે ટીમની કમાન સંભાળી રહ્યો છે. તોફાની બોલર લોકી ફર્ગ્યુસન પરત ફર્યો છે.

  • 21 Nov 2021 06:37 PM (IST)

    IND vs NZ 3rd t20 match : ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય

  • 21 Nov 2021 06:29 PM (IST)

    IND vs NZ 3rd t20 match : ઈડન ગાર્ડન્સ

  • 21 Nov 2021 06:28 PM (IST)

    IND vs NZ 3rd t20 match : ઈડન ગાર્ડન્સમાં છેલ્લી મેચ નવેમ્બર 2019માં રમાઈ હતી

    ઈડન ગાર્ડન્સમાં બે વર્ષ બાદ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે. આ ઐતિહાસિક મેદાન પર છેલ્લી મેચ નવેમ્બર 2019માં રમાઈ હતી, જે પોતાનામાં ઐતિહાસિક હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી તે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ બાદ ફરીથી આ મેદાન પર આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. બીજી બાજુ, જો આપણે T20 વિશે વાત કરીએ, તો 2018 પછી અહીં પ્રથમ વખત T20 ઇન્ટરનેશનલ રમાશે.

Published On - Nov 21,2021 6:25 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">