IND vs NZ, 2nd T20I, Live Score: ભારતે ન્યુઝીલેન્ડને સાત વિકેટે હરાવી T20 સિરીઝ પર કબજો કર્યો, પંતે વિનિંગ સિક્સ ફટકારી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 10:56 PM

IND vs NZ, 2nd T20I, Live Score in gujarati: ભારત ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-0થી આગળ છે. આજે તેની પાસે શ્રેણી કબજે કરવાની તક છે

IND vs NZ, 2nd T20I, Live Score: ભારતે ન્યુઝીલેન્ડને સાત વિકેટે હરાવી T20 સિરીઝ પર કબજો કર્યો, પંતે વિનિંગ સિક્સ ફટકારી
IND vs NZ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે T20 સીરીઝની બીજી મેચ રમાવાની રમાઈ હતી. સિરીઝની પ્રથમ મેચ જયપુરમાં રમાઈ હતી, જે ટીમ ઈન્ડિયાએ પાંચ વિકેટે જીતી હતી. હવે તેઓ શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ રાંચીના JSCA સ્ટેડિયમમાં રમાઈ હતી.ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સતત બીજી વખત ટોસ જીત્યો છે અને આ વખતે પણ તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે એટલે કે ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા બેટિંગ કરી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 34 રન બનાવ્યા હતા. તેણે 21 બોલની ઈનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તેમના સિવાય માર્ટિન ગુપ્ટિલ અને ડેરિલ મિશેલે 31-31 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી હતી પરંતુ બાદમાં ભારતીય બોલરોએ ટીમને વાપસી કરાવી હતી અને ન્યૂઝીલેન્ડને 160થી ઓછા સ્કોર પર રોકી દીધું હતું.

માર્ક ચેપમેને 21 અને વિકેટ કીપર બેટ્સમેન ટિમ સેફર્ટે 13 રન બનાવ્યા હતા. ભારત તરફથી હર્ષલ પટેલે સૌથી શક્તિશાળી પ્રદર્શન કર્યું અને 25 રનમાં 2 વિકેટ લીધી. દીપક ચહર મોંઘો સાબિત થયો અને તેણે 42 રનમાં 1 વિકેટ લીધી. તે જ સમયે, અશ્વિને ખૂબ જ સારી બોલિંગ કરી અને માત્ર 19 રનમાં 1 વિકેટ લીધી. ભુવનેશ્વરે 39 અને અક્ષર પટેલે 26 રનમાં 1-1 વિકેટ લીધી હતી.

ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. જેના કારણે ભારતને જીતવા માટે 154 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા ઝડપી બોલર હર્ષલ પટેલે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી જ્યારે દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, અક્ષર પટેલ અને સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને 1-1 વિકેટ મળી હતી.

T20 શ્રેણીની બીજી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે છ વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 16 બોલ બાકી રહેતાં આસાનીથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી કેએલ રાહુલે 65 અને કેપ્ટન રોહિત શર્માએ 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Nov 2021 10:51 PM (IST)

    IND vs NZ Live Score: ભારત ન્યુઝીલેન્ડ સામે 7 વિકેટે જીત્યું

    ભારતે ન્યુઝીલેન્ડને સાત વિકેટે હરાવી T20 સિરીઝ પર કબજો કર્યો, રોહિત-રાહુલે અડધી સદી,રાંચી T20માં ભારતની જીત, પંતે વિનિંગ સિક્સ ફટકારીને સિરીઝ પણ કબજે કરી

  • 19 Nov 2021 10:49 PM (IST)

    IND vs NZ Live Score:ભારતને 11 રનની જરૂર છે

    17 ઓવર પછી ભારતે ત્રણ વિકેટે 143 રન બનાવ્યા હતા. વેંકટેશ ઐયર 12 અને ઋષભ પંત શૂન્ય રન બનાવીને ક્રીઝ પર

  • 19 Nov 2021 10:43 PM (IST)

    IND vs NZ Live Score:સાઉદીએ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને પેવેલિયન મોકલ્યા

    સાઉદીએ  રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને પેવેલિયન મોકલી દીધા હતાસાઉદીની આ ઓવરના ત્રીજા બોલ પર કેપ્ટન રોહિત શર્મા 55 રનના અંગત સ્કોર પર કેચ આઉટ થયો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા સૂર્યકુમાર યાદવ છેલ્લા બોલ પર 1 રન બનાવીને બોલ્ડ થયો હતો. આ ઓવરમાં સાઉદીને બે સફળતા મળી હતી. જોકે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 24 બોલમાં 17 રનની જરૂર છે. 16 ઓવર પછી ભારતનો સ્કોર 137/3

  • 19 Nov 2021 10:42 PM (IST)

    IND vs NZ Live Score:રોહિત T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 25મી અડધી સદી ફટકારી

    રોહિત શર્માએ 35 બોલમાં 5 સિક્સ અને એક ફોરની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 25મી અડધી સદી છે. 15 ઓવર પછી ભારતનો સ્કોર -134/1 છે.

  • 19 Nov 2021 10:36 PM (IST)

    IND vs NZ Live Score: 14 ઓવર પછી ભારતનો સ્કોર 122/1

    આ ઓવરમાં ટિમ સાઉથીએ સારી બોલિંગ કરી અને બીજા બોલ પર કેએલ રાહુલને 65 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો. વેંકટેશ અય્યર બેટિંગ કરવા આવ્યો છે. અય્યરની આ બીજી આંતરરાષ્ટ્રીય મેચ છે. ટીમ ઈન્ડિયા જીતની એકદમ નજીક પહોંચી ગઈ છે14 ઓવર પછી ભારતનો સ્કોર 122/1

  • 19 Nov 2021 10:30 PM (IST)

    IND vs NZ Live Score:ભારતને પહેલો ઝટકો કેએલ રાહુલ આઉટ

    ન્યૂઝીલેન્ડને પ્રથમ સફળતા 14મી ઓવરના બીજા બોલ પર મળી હતી. ટિમ સાઉથીએ કેએલ રાહુલને ગ્લેન ફિલિપ્સના હાથે કેચ કરાવ્યો હતો. રાહુલે 49 બોલમાં 65 રનની ઇનિંગ રમી જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

  • 19 Nov 2021 10:28 PM (IST)

    IND vs NZ Live Score: ભારતને જીતવા માટે 38 રનની જરૂર છે

    મિચેલની આ ઓવરમાં રોહિત શર્માએ સિક્સ ફટકારીને સ્કોર આગળ લઈ ગયો હતો. સેન્ટનરની આ ઓવર ઘણી મોંઘી હતી અને બેટ્સમેનોએ 11 રન બનાવ્યા હતા. રોહિત 46 13 ઓવર પછી ભારતનો સ્કોર 116/0

  • 19 Nov 2021 10:22 PM (IST)

    IND vs NZ Live Score: કેએલ- રોહિતની સદીની ભાગીદારી

    12 ઓવરની રમત પૂરી થઈ. હાલમાં ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 105 રન છે. કેએલ રાહુલ 63 અને રોહિત શર્મા 37 રને ક્રિઝ પર  છે.

  • 19 Nov 2021 10:20 PM (IST)

    IND vs NZ Live Score: ભારતનો સ્કોર 100ને પાર કરી ગયો

    ટ્રેંટ  બોલ્ટની આ ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકારીને રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાના સ્કોરને 100 સુધી પહોંચાડ્યો હતો. ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે અને લક્ષ્યની ખૂબ નજીક પહોંચી ગઈ છે. રાહુલે પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે અને રોહિત અડધી સદીની નજીક છે. 12 ઓવર પછી સ્કોર 105/0

  • 19 Nov 2021 10:16 PM (IST)

    IND vs NZ Live Score: ભારતનો સ્કોર - 92/0

    11 ઓવરના અંતે ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 92 રન છે. કેએલ રાહુલ 57 અને રોહિત શર્મા 31 રને ક્રિઝ પર  છે.

  • 19 Nov 2021 10:13 PM (IST)

    IND vs NZ Live Score:કેએલ રાહુલે ફિફ્ટી મારી

    કેએલ રાહુલે 40 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 16મી અડધી સદી છે.

  • 19 Nov 2021 10:08 PM (IST)

    IND vs NZ Live Score:10 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 79/1 છે, ભારતીય કેપ્ટનને જીવનદાન મળ્યું

    મિચેલ સેન્ટનરની આ ઓવરમાં રોહિત શર્માએ પહેલા બોલ પર સિક્સર અને પછી ચોથા બોલ પર સિક્સ ફટકારી હતી. ઓવરના પાંચમા બોલ પર ટ્રેન્ટ બોલ્ટના હાથે રોહિત શર્માનો કેચ છૂટી ગયો અને ભારતીય કેપ્ટનને જીવનદાન મળ્યું. ટીમ ઈન્ડિયા ઝડપથી પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. 10 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 79/1 છે

  • 19 Nov 2021 10:02 PM (IST)

    IND vs NZ Live Score: રોહિત શર્માએ ત્રીજી સિકસ ફટકારી

  • 19 Nov 2021 10:02 PM (IST)

    IND vs NZ Live Score: 9 ઓવર પછી ભારતનો સ્કોર- 63/0

    નવ ઓવરના અંતે ભારતનો સ્કોર વિના નુકશાન 63 રન છે. કેએલ રાહુલ 43 અને રોહિત શર્મા 16 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 19 Nov 2021 09:55 PM (IST)

    IND vs NZ Live Score: 8 ઓવર પછી ભારતનો સ્કોર 57/0

    ફરી એકવાર મિચેલ સેન્ટનર બોલિંગ કરવા આવ્યો. તેણે આ ઓવરમાં બોલિંગ કરી અને માત્ર 5 રન આપ્યા. પરંતુ ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. આ મેચમાં ન્યુઝીલેન્ડની વાપસી મુશ્કેલ બની ગઈ છે. 8 ઓવર પછી ભારતનો સ્કોર 57/0

  • 19 Nov 2021 09:52 PM (IST)

    IND vs NZ Live Score: ભારતનો સ્કોર 50 રનને પાર

    સાત ઓવર બાદ ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 52 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 30 બોલમાં 37 અને રોહિત શર્મા 12 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યા છે.

  • 19 Nov 2021 09:46 PM (IST)

    IND vs NZ Live Score: પાવરપ્લેમાં 45 રન

    છ ઓવરના અંતે ભારતે વિના નુકશાન 45 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 32 અને રોહિત શર્મા 10 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 19 Nov 2021 09:42 PM (IST)

    IND vs NZ Live Score: 5 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 35/0 છે

    ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ ઇનિંગની 5મી ઓવર નાખી. આ ઓવરમાં 3 રન બનાવ્યા હતા. ટીમ વગર વિકેટે 35 રન. કેએલ રાહુલ 24 અને રોહિત શર્મા 9 રન બનાવીને રમી રહ્યા છે.

  • 19 Nov 2021 09:33 PM (IST)

    IND vs NZ Live Score: ભારતની સારી શરૂઆત

    બીજા બોલ પર રાહુલે ચોગ્ગો ફટકાર્યો. રોહિતે ચોથા બોલ પર સિક્સર ફટકારી,ચાર ઓવરના અંતે ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 32 રન છે. કેએલ રાહુલ 22 અને રોહિત શર્મા 8 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 19 Nov 2021 09:31 PM (IST)

    IND vs NZ Live Score: 3 ઓવર પછી ભારતનો સ્કોર 18/0

    ડાબોડી સ્પિનર ​​મિચેલ સેન્ટનરે ઇનિંગની ત્રીજી ઓવર નાખી. રોહિત શર્માએ પ્રથમ બોલ પર પોતાનું ખાતું ખોલાવ્યું હતું. આ ઓવરમાં 2 રન બનાવ્યા હતા. ટીમ વગર વિકેટે 18 રન. કેએલ રાહુલ 16 અને રોહિત શર્મા એક રન બનાવીને રમી રહ્યા છે.

  • 19 Nov 2021 09:27 PM (IST)

    IND vs NZ Live Score:કેએલ રાહુલે ચોગ્ગા સાથે ઇનિંગની શરૂઆત કરી

    ઓવરના પહેલા જ બોલ પર કેએલ રાહુલે શાનદાર કવર ડ્રાઈવ સાથે ચોગ્ગો ફટકાર્યો હતો. ટિમ સાઉથીએ તેની પ્રથમ ઓવરમાં 8 રન આપ્યા હતા.

  • 19 Nov 2021 09:24 PM (IST)

    IND vs NZ Live Score: ભારતનો સ્કોર - 16/0

    ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ભારતીય ઇનિંગ્સની બીજી ઓવર ફેંકી હતી. કેએલ રાહુલે પહેલા જ બોલ પર ફરી ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં 8 રન બનાવ્યા હતા. ટીમ વગર વિકેટે 16 રન. કેએલ રાહુલ 15 અને રોહિત શર્મા શૂન્ય રન બનાવીને રમી રહ્યા છે. ન્યુઝીલેન્ડને 154 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 19 Nov 2021 09:19 PM (IST)

    IND vs NZ Live Score: ભારતીય ટીમને પ્રથમ ઓવરમાં 8 રન આવ્યા

    ભારતીય ઇનિંગ્સની પ્રથમ ઓવર ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ ફેંકી હતી. કેએલ રાહુલે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં 8 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 7 અને રોહિત શર્મા શૂન્ય રન બનાવીને રમી રહ્યા છે. ન્યુઝીલેન્ડને 154 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 19 Nov 2021 09:13 PM (IST)

    IND vs NZ Live Score: ટીમ ઈન્ડિયાની બેટિંગ શરૂ, ક્રિઝ પર રોહિત-રાહુલની જોડી

    ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને કેએલ રાહુલ ક્રિઝ પર હાજર છે.ન્યુઝીલેન્ડ માટે ટિમ સાઉથી પ્રથમ ઓવર ફેંકી હતી.

  • 19 Nov 2021 08:58 PM (IST)

    IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 154 રનનો ટાર્ગેટ, હર્ષલ પટેલે ડેબ્યુ મેચમાં 2 વિકેટ લીધી

  • 19 Nov 2021 08:54 PM (IST)

    IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડનો સ્કોર - 146/6

    19 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 6 વિકેટે 146 રન છે. મિચેલ સેન્ટનર 6 અને એડમ મિલ્ને 1 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 19 Nov 2021 08:47 PM (IST)

    IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડની છઠ્ઠી વિકેટ પડી

    ન્યૂઝીલેન્ડની છઠ્ઠી વિકેટ 140ના સ્કોર પર પડી હતી. નીશમ 12 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડે 18 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા હતા.

  • 19 Nov 2021 08:43 PM (IST)

    IND vs NZ Live Score:ન્યુઝીલેન્ડનો સ્કોર - 138/5

    17 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 5 વિકેટે 138 રન છે. જીમી નીશમ 2 અને મિચેલ સેન્ટનર શૂન્ય રન બનાવીને ક્રિઝ પર છે.

  • 19 Nov 2021 08:37 PM (IST)

    IND vs NZ Live Score: ભારતને પાંચમી સફળતા મળી

    હર્ષલ પટેલે તેની બીજી વિકેટ લીધી. તેણે ગ્લેન ફિલિપ્સ (34)ને તેની ત્રીજી (17મી ઇનિંગ) ઓવરના ત્રીજા બોલ પર  ઋતુરાજ ગાયકવાડના હાથે કેચ આઉટ કરાવ્યો. 137 રનના સ્કોર પર ન્યૂઝીલેન્ડને પાંચમો ઝટકો લાગ્યો હતો. ફિલિપ્સે 21 બોલની ઈનિંગમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 34 રન બનાવ્યા હતા.

  • 19 Nov 2021 08:37 PM (IST)

    IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડનો સ્કોર - 128/4

    16 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 128 રન છે. ગ્લેન ફિલિપ્સ 26 અને જીમી નીશમ 26 રન બનાવીને ક્રિઝ પર છે. રવિચંદ્રન અશ્વિને ચાર ઓવરમાં 19 રન આપીને એક વિકેટ લીધી હતી.

  • 19 Nov 2021 08:29 PM (IST)

    IND vs NZ Live Score: ભારતની ચોથી સફળતા

    કિવી ટીમની ચોથી વિકેટ 16મી ઓવરના પહેલા બોલ પર પડી હતી. ટિમ સેફર્ટ (13) રવિચંદ્રન અશ્વિનને ભુવનેશ્વર કુમારના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

  • 19 Nov 2021 08:23 PM (IST)

    IND vs NZ Live Score : ન્યૂઝીલેન્ડનો સ્કોર 14 ઓવર પછી 114/3

    દીપક ચાહરની આ ઓવરના બીજા બોલ પર ગ્લેન ફિલિપ્સે લાંબી સિક્સર ફટકારી હતી. લાંબા સમય બાદ ન્યુઝીલેન્ડ માટે મોટો શોટ આવ્યો છે. ચહરની આ ઓવર મોંઘી હતી અને બંને બેટ્સમેનોએ 12 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડનો સ્કોર 14 ઓવર પછી 114/3

  • 19 Nov 2021 08:14 PM (IST)

    IND vs NZ Live Score:ન્યુઝીલેન્ડનો સ્કોર 100 રનને પાર

    13 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 3 વિકેટે 102 રન છે. ગ્લેન ફિલિપ્સ 10 અને ટિમ સાઈફર્ટ 6 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 19 Nov 2021 08:08 PM (IST)

    IND vs NZ Live Score:ન્યુઝીલેન્ડને ત્રીજો ફટકો

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી રહેલા હર્ષલ પટેલને પ્રથમ સફળતા મળી છે. 12મી ઓવરના બીજા બોલ પર હર્ષલે ઓપનર ડેરીલ મિશેલ (31)ને સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

  • 19 Nov 2021 08:02 PM (IST)

    IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડનો સ્કોર - 90/2

    11 ઓવરની રમત પૂરી થઈ ગઈ છે. હાલમાં કિવી ટીમનો સ્કોર બે વિકેટે 90 રન છે. ડેરીલ મિચેલ 31 અને ગ્લેન ફિલિપ્સ 3 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 19 Nov 2021 07:56 PM (IST)

    IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા

    ન્યૂઝીલેન્ડે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિનની ત્રીજી (10મી ઇનિંગ) ઓવરમાં કુલ 4 રન થયા હતા. ઓપનર ડેરીલ મિશેલ 24 બોલમાં 29 અને ગ્લેન ફિલિપ્સ 4 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યા છે.

  • 19 Nov 2021 07:48 PM (IST)

    IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડની બીજી વિકેટ પડી, અક્ષર પટેલે માર્ક ચેપમેનને પેવેલિયન મોકલ્યો

  • 19 Nov 2021 07:46 PM (IST)

    IND vs NZ Live Score: 8મી ઓવરમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર 73 રન

    ન્યૂઝીલેન્ડે 8 ઓવરમાં 1 વિકેટના નુકસાને 73 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિનની  (8મી) ઓવરમાં કુલ 4 રન આવ્યા છે. ઓપનર ડેરીલ મિચેલ 20 બોલમાં 25 અને માર્ક ચેપમેન 13 બોલમાં 16 રને રમી રહ્યા છે.

  • 19 Nov 2021 07:42 PM (IST)

    IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડનો સ્કોર - 69/1

    7 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર એક વિકેટે 69 રન છે. મિચેલ 23 અને માર્ક ચેપમેન 14 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 19 Nov 2021 07:34 PM (IST)

    IND vs NZ Live Score: પાવરપ્લેમાં 64 રન

    6 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર એક વિકેટે 64 રન છે. ડેરિલ મિચેલ 21 અને માર્ક ચેપમેન 11 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 19 Nov 2021 07:31 PM (IST)

    IND vs NZ Live : T20 ઈન્ટરનેશનલમાં માર્ટિન ગપ્ટિલ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો

    ન્યુઝીલેન્ડના અનુભવી ઓપનર માર્ટિન ગપ્ટિલ આ મામલે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીને પછાડીને T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ગુપ્ટિલ હવે 3231 રન સાથે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

  • 19 Nov 2021 07:26 PM (IST)

    IND vs NZ Live Score: દીપક ચાહરે તોફાની બેટિંગ કરી રહેલા માર્ટિન ગુપ્ટિલને પેવેલિયન મોકલ્યો

    દીપક ચાહરે ફરી એકવાર માર્ટિન ગપ્ટિલને પોતાનો શિકાર બનાવ્યો છે. ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકાર્યા પછી, ચાહરે બીજા જ બોલ પર ગુપ્ટિલને પંતના હાથે કેચ કરાવ્યો. ગપ્ટિલે આઉટ થતા પહેલા 15 બોલમાં 31 રન બનાવ્યા હતા.

  • 19 Nov 2021 07:24 PM (IST)

    IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડનો સ્કોર 4 ઓવર પછી 42/0

    ભુવનેશ્વરની આ ઓવરના પહેલા બોલ પર માર્ટિન ગપ્ટિલે સિક્સર ફટકારી હતી. બીજો બોલ ગપ્ટિલે હેલ્મેટ પર વાગ્યો હતો. ઓવરના ચોથા બોલ પર ડેરિલ મિશેલે ચોગ્ગો ફટકારીને સ્કોર 40 સુધી પહોંચાડ્યો હતો. બંને બેટ્સમેન શોટ રમી રહ્યા છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 4 ઓવર પછી 42/0

  • 19 Nov 2021 07:23 PM (IST)

    IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડનો સ્કોર 3 ઓવર પછી 29/0

    પ્રથમ બે ઓવર મોંઘી હતી, જેના કારણે રોહિત શર્માએ બોલિંગ બદલી અને સ્પિનર ​​અક્ષર પટેલને બોલિંગ આપી . તેણે બોલિંગ કરી અને માત્ર 5 રન આપ્યા. ન્યુઝીલેન્ડનો સ્કોર 3 ઓવર પછી 29/0

  • 19 Nov 2021 07:13 PM (IST)

    IND vs NZ Live Score: ન્યૂઝીલેન્ડનો સ્કોર - 24/0

    બે ઓવરના અંતે ન્યૂઝીલેન્ડે વિના નુકસાન 24 રન બનાવી લીધા છે. માર્ટિન ગપ્ટિલ 15 અને ડેરિલ મિચેલ 9 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 19 Nov 2021 07:09 PM (IST)

    IND vs NZ 2nd T20I : ડેરિલ મિચેલ શાનદાર ચોગ્ગો ફટકાર્યો

  • 19 Nov 2021 07:07 PM (IST)

    IND vs NZ 2nd T20I : પ્રથમ ઓવરમાં 14 રન

    ન્યૂઝીલેન્ડે પ્રથમ ઓવરના અંતે 14 રન બનાવી લીધા છે. માર્ટિન ગપ્ટિલ 14 અને ડેરિલ મિશેલ 0 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 19 Nov 2021 07:05 PM (IST)

    IND vs NZ 2nd T20I : ન્યુઝીલેન્ડની બેટિંગ શરૂ થઈ

    ન્યૂઝીલેન્ડની બેટિંગ શરૂ થઈ ગઈ છે. માર્ટિન ગપ્ટિલ અને ડેરિલ મિશેલ ક્રિઝ પર છે. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે.

  • 19 Nov 2021 06:57 PM (IST)

    IND vs NZ 2nd T20I : હર્ષલ પટેલની ડેબ્યુ મેચ

  • 19 Nov 2021 06:56 PM (IST)

    IND vs NZ 2nd T20I : ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન

  • 19 Nov 2021 06:54 PM (IST)

    IND vs NZ 2nd T20I : ભારતની પ્લેઈંગ ઈલેવન

    ભારતની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. મોહમ્મદ સિરાજની ઈજાને કારણે તેના સ્થાને આજે હર્ષલ પટેલને તક આપવામાં આવી છે.

    ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન - કેએલ રાહુલ, રોહિત શર્મા, સૂર્ય કુમાર યાદવ, ઋષભ યાદવ, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, હર્ષલ પટેલ

  • 19 Nov 2021 06:53 PM (IST)

    IND vs NZ 2nd T20I :ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું

    ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરશે. આજની મેચમાં ઝાકળની ઘણી અસર થવાની છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે ટોસ જીતવું ખૂબ જ જરૂરી હતું.

  • 19 Nov 2021 06:53 PM (IST)

    IND vs NZ 2nd T20I : હર્ષલ પટેલ ડેબ્યુ કરશે

    IPL 2021માં પોતાની બોલિંગ કૌશલ્ય દેખાડનાર હર્ષલ પટેલ આજે ડેબ્યૂ કરવાનો છે. તેણે આ વર્ષે IPLમાં સૌથી વધુ વિકેટ લીધી અને પર્પલ કેપ જીતી

  • 19 Nov 2021 06:52 PM (IST)

    IND vs NZ 2nd T20I : ભારત પાસે સિરીઝ કબજે કરવાની તક છે

    ટીમ ઈન્ડિયાએ પોતાના નવા કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં પાંચ વિકેટે જીત મેળવી હતી. હવે ટીમ ઈન્ડિયા પાસે બીજી મેચ જીતીને શ્રેણી કબજે કરવાની તક છે.

  • 19 Nov 2021 06:52 PM (IST)

    IND vs NZ 2nd T20I : રાંચીમાં બીજી T20 રમાઈ રહી છે

    આજે રાંચીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. ભારત આ સિરીઝમાં હાલ 1-0થી આગળ છે.

Published On - Nov 19,2021 6:49 PM

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">