આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC) એ હાલમાં જ નવા ટેસ્ટ રેન્કિંગ (Test Rankings) જાહેર કર્યા છે. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ચેન્નાઇ ટેસ્ટમાં ખરાબ પ્રદર્શનને લઇને નુકશાન ભોગવવુ પડ્યુ છે. તે એક નંબર નિચે સરકીને 5 માં સ્થાન પર પહોંચી ગયો છે. નવેમ્બર 2017 બાદ પ્રથમ વાર વિરાટ કોહલી આટલા નિચેના સ્થાન પર પહોંચ્યો છે. ચેન્નાઇ ટેસ્ટની બીજી ઇનીંગમા 50 રનની ઇનીંગ રમનારા શુભમન ગીલ (Shubman Gill) ને 7 સ્થાનની છલાંગ મળી છે. તે 40 નંબર પર આવી ગયો છે. ઓલરાઉન્ડર લીસ્ટમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) 410 પોઇન્ટ સાથે 4 નંબર પર અને અશ્વિન (Ashwin) 6 નંબરના સ્થાન પર છે.
ઉપરાંત અણનમ 85 રનની ઇનીંગ રમનારા વોશિંગ્ટન સુંદરને બે સ્થાનનો ફાયદો મળતા તે હવે 81માં સ્થાન પર આવ્યો છે. કોહલી ઉપરાંત ટીમ ઇન્ડીયાની ધ વોલ ચેતેશ્વર પુજારા પણ ટોપ-10માં સ્થાન ધરાવે છે. આમ તે ટોપ ટેનમાં બીજો ભારતીય ખેલાડી છે. તે સાતમાં સ્થાન પર યથાવત છે. ચેન્નાઇ ટેસ્ટમાં પ્રથમ દાવમાં 91 રનની રમત રમનારા ઋષભ પંત 13 માં સ્થાન પર બરકરાર રહ્યો છે. જોકે તેના પોઇન્ટમાં વધારો થયો છે. તેના પોઇન્ટમાં 03 નો વધારો થવા સાથે તે હવે 703 પોઇન્ટ ધરાવે છે.
💥 Joe Root enters top three🔼 Babar Azam, Ben Stokes move up one spot📉 Virat Kohli slips to No.5
A lot of changes in the latest @MRFWorldwide ICC Test Player Rankings for batting 👀
Full rankings: https://t.co/OMjjVwOboH pic.twitter.com/TRwJwuRx88
— ICC (@ICC) February 10, 2021
ટીમ ઇન્ડીયા સામે ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) માં બેવડી સદી ફટકારનારા ઇંગ્લેંડના કેપ્ટન જો રુટને બે સ્થાનનો ફાયદો મળ્યો છે. તે હવે ત્રીજા સ્થાન પર પહોંચી ગયા છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન 919 પોઇન્ટ સાથે ટોપ પર છે. જ્યારે ઓસ્ટ્રેલીયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ 891 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર છે.