AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વલ્ડૅકપ જીતવાવાળી ટીમ થઈ જશે માલામાલ, ICCએ ઈનામી રકમમાં કર્યો વધારો

આગામી 30મેના રોજ ક્રિકેટ વલ્ડૅકપની શરૂઆત થશે. આ વલ્ડૅકપમાં 10 આંતરરાષ્ટ્રીય ટીમો ભાગ લઈ રહી છે. ઈંગ્લેન્ડ-વેલ્સમાં યોજાનારો આ વલ્ડૅકપ 46 દિવસ સુધી ચાલશે. તે દરમિયાન બધી જ ટીમો જીતવા માટે પોતાની તાકાત લગાવશે. આ મુકાબલાને ધ્યાનમાં રાખીને ICCએ પણ કમર કસી લીધી છે. વલ્ડૅકપને વધારે રોમાંચક બનાવવા અને તૈયારીઓને મજબૂત કરવાની વચ્ચે ICCએ મોટો […]

વલ્ડૅકપ જીતવાવાળી ટીમ થઈ જશે માલામાલ, ICCએ ઈનામી રકમમાં કર્યો વધારો
| Updated on: May 31, 2019 | 9:34 AM
Share

આગામી 30મેના રોજ ક્રિકેટ વલ્ડૅકપની શરૂઆત થશે. આ વલ્ડૅકપમાં 10 આંતરરાષ્ટ્રીય ટીમો ભાગ લઈ રહી છે. ઈંગ્લેન્ડ-વેલ્સમાં યોજાનારો આ વલ્ડૅકપ 46 દિવસ સુધી ચાલશે.

તે દરમિયાન બધી જ ટીમો જીતવા માટે પોતાની તાકાત લગાવશે. આ મુકાબલાને ધ્યાનમાં રાખીને ICCએ પણ કમર કસી લીધી છે. વલ્ડૅકપને વધારે રોમાંચક બનાવવા અને તૈયારીઓને મજબૂત કરવાની વચ્ચે ICCએ મોટો નિર્ણય લેતાં વલ્ડૅકપની ઈનામી રકમમાં વધારો કર્યો છે.

ICC વલ્ડૅકપની ચેમ્પિયન ટીમને 4 મિલિયન ડૉલર (લગભગ 28 કરોડ રૂપિયા)નું ઈનામ આપશે. વલ્ડૅકપ જીતવાવાળી ટીમને આ રકમ આપવામાં આવશે. તે સિવાય રનર-અપ ટીમને 2 મિલિયન ડૉલર (લગભગ 14 કરોડ રૂપિયા)નું ઈનામ મળશે. બીજા સ્થાને આવનારી ટીમને આ રકમ આપવામાં આવશે.

ત્યારે સેમિફાઈનલમાં પહોંચનારી એટલે તે ત્રીજા નંબરે અને ચોથા નંબરે આવનારી ટીમને 8 લાખ ડૉલરનું ઈનામ આપવામાં આવશે. જ્યારે તે સિવાય લીગ સ્ટેજની મેચ જીતવાવાળી ટીમોને પણ 40 હજાર ડૉલરની રકમ આપવામાં આવશે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સ્ત્રીમિત્ર સાથે મનદુઃખ થઈ શકે છે, ધિરજતાથી કામ લેવું પડશે

ઉલ્લેખનીય છે કે આની પહેલા વર્ષ 2015માં ICCની ઈનામી રકમ 3.75 મિલિયન ડૉલર હતી. જેમાં વધારો કરીને 4 મિલિયન ડૉલર કરવામાં આવી છે. 14 જુલાઈના રોજ લોર્ડસના ક્રિકેટ ગ્રાઉન્ડમાં વલ્ડૅકપની ફાઈનલ મેચ રમાશે. ત્યાં વલ્ડૅકપ જીતનારી ટીમને ટ્રોફીની સાથે આ ઈનામી રકમ આપવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">