AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇટાલીયન ગ્રાંડપ્રિક્સ F1માં હૈમિલ્ટનનો દબદબો, ફરારીના બંને રેસરનો ઐતિહાસીક નબળો દેખાવ

ઈટાલિયન ગ્રાન્ડ પ્રિક્સમાં લુઇસ હૈમિલ્ટનનો દબદબો યથાવત રહ્યો છે. છ-છ વાર ફોર્મ્યુલા-વન રેસ જીતી ચૂકેલ લુઈસ હેમિલ્ટને તેનો ઝડપથી રેસ જીતવાનો વિક્રમ જાળવી રાખ્યો છે. તો ફરારીના બન્ને રેસર ચાર્લ્સ લેક્લર્ક અને સેબેસ્ટિયન વીટ્લ ટોપ-10માં સ્થાન પામી શક્યા નથી. ઈટાલિયન ગ્રાન્ડ પ્રિક્સમાં મર્સીડીઝનો વાલ્ટેરી બોટ્ટાસ બીજા ક્રમાકે રહ્યો હતો. ઇટાલિયન ગ્રાન્ડપ્રિક્સમાં લુઇસ હૈમિલ્ટનના વર્ચસ્વનો દબદબો […]

ઇટાલીયન ગ્રાંડપ્રિક્સ F1માં હૈમિલ્ટનનો દબદબો, ફરારીના બંને રેસરનો ઐતિહાસીક નબળો દેખાવ
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:02 PM
Share

ઈટાલિયન ગ્રાન્ડ પ્રિક્સમાં લુઇસ હૈમિલ્ટનનો દબદબો યથાવત રહ્યો છે. છ-છ વાર ફોર્મ્યુલા-વન રેસ જીતી ચૂકેલ લુઈસ હેમિલ્ટને તેનો ઝડપથી રેસ જીતવાનો વિક્રમ જાળવી રાખ્યો છે. તો ફરારીના બન્ને રેસર ચાર્લ્સ લેક્લર્ક અને સેબેસ્ટિયન વીટ્લ ટોપ-10માં સ્થાન પામી શક્યા નથી. ઈટાલિયન ગ્રાન્ડ પ્રિક્સમાં મર્સીડીઝનો વાલ્ટેરી બોટ્ટાસ બીજા ક્રમાકે રહ્યો હતો.

LEWIS HAMILTON

ઇટાલિયન ગ્રાન્ડપ્રિક્સમાં લુઇસ હૈમિલ્ટનના વર્ચસ્વનો દબદબો બરકરાર હોવાનુ નજર આવી રહ્યો છે. છ વખતના ફોર્મ્યુલા-વન ચેમ્પિયન લૂઇસ હેમિલ્ટને તેનુ મહાન પ્રદર્શન જારી રાખ્યુ છે. શનિવારે, તેણે ઇટાલિયન ગ્રાન્ડ પ્રિકસમાં પોલ પોઝીશન જીતી લીધી હતી. આ હૈમિલ્ટન દ્રરા મેળવાયેલી રેકોર્ડ 94 મી પોલ પોઝિશન હતી. મર્સીડીઝનો વાલ્ટેરી બોટ્ટાસ બીજા સ્થાને 0.069 સેકન્ડ પાછળ રહ્યો હતો. હૈમિલ્ટને ફોર્મ્યુલા વનના ઇતિહાસમાં સૌથી ઝડપી લૈપ પસાર કરી લીધુ હતુ.

LEWIS HAMILTON

હૈમિલ્ટિનનું સતત શાનદાર ફોર્મ ચાલુ રહ્યુ છે અને તેણે શનિવારે ઇટાલિયન ગ્રાન્ડપ્રિકસમાં  પોલ પોઝિશન મેળવી લઈ પોતાનો  તેના પર્ફોમન્સનો પરીચય આપ્યો હતો. ચેમ્પિયન રેસર પોલ પોઝિશન મેળવવા માટે 1:18.887 નો સમય લીધો હતો, જ્યારે ફેરારીના કિમી રાઇકોને ને 1: 19.119 ના સમય સાથે 2018 માં પોલ પોઝિશન મેળવ્યુ હતુ. બંને ફેરારી ના બંને રેશર ડ્રાઇવરો ટોપ -10 માં સ્થાન મેળવી શક્યા નથી અને વર્ષ 1984  પછી હોમ સર્કિટ પરનુ આ ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન છે.

LEWIS HAMILTON

ફેરારીના ચાર્લ્સ લેક્લર્ક અને સેબેસ્ટિયન વીટ્લ પોતાને ટોપ -10 માં સ્થાન અપાવવામાં નિષ્ફળ ગયા હતા. હૈમિલ્ટન ચેમ્પિયનશિપ ટેબલમાં રેડબુલના મેક્સ વર્સ્ટાપ્પેનથી 47 પોઇન્ટ આગળ છે. જ્યારે બોટાસ થી 50 પોઇન્ટ થી આગળ છે. મૈક્લારેનના કાર્લોસ સેંઝ ત્રીજા ક્રમે હતા, જ્યારે સેર્ઝિયો પેરેઝ ચોથા અને વર્સટાપ્પેન પાંચમાં ક્રમે રહ્યા હતા.

LEWIS HAMILTON

ગયા મહિને જ લુઇસ હૈમિલ્ટેને સ્પેનીશ ગ્રાન્ડપ્રિકસ ટાઇટલ જીત્યું હતું. તે તેની ફોર્મ્યુલા વન કારકિર્દીની 88 મી જીત મેળવી હતી. આ સાથે જ હૈમિલ્ટન દિગ્ગજ રેસર માઇકલ શુમાકરના ફોર્મ્યુલા વનમાં સૌથી વધુ જીતવાના રેકોર્ડની નજીક પહોંચી ગયા છે અને હવે તે શુમાકર થી માત્ર ત્રણ જીત જ પાછળ છે.

આ પણ વાંચોઃસુરેશ રૈના માટે IPL 2020માં પરત ફરવુ મુશ્કેલ, BCCI લીલીઝંડી આપશે તો જ રમી શકશે IPL

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">