#CSKvsGT: મિલર અને રાશિદની તોફાની ઈનિંગ્સને કારણે ગુજરાતની જીત, સોશિયલ મીડિયા પર MEMESનુ ઘોડાપૂર

IPL 15ની 29મી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. ગુજરાતની 6 મેચમાં આ 5મી જીત છે અને IPL 2022માં ડિફેન્ડિંગ ચેમ્પિયનની આ 5મી હાર છે.

#CSKvsGT: મિલર અને રાશિદની તોફાની ઈનિંગ્સને કારણે ગુજરાતની જીત, સોશિયલ મીડિયા પર MEMESનુ ઘોડાપૂર
Fans made funny memes on Gujarat's victory
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 6:36 AM

IPL 15 ની 29મી મેચ ગુજરાત (Gujarat Titans) અને ચેન્નાઈ (Chennai Super Kings) વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતે ચેન્નાઈને ત્રણ વિકેટે હરાવી મેચ જીતી લીધી હતી. આ સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનની આ પાંચમી હાર છે. આ મેચમાં ટીમની જીતના હીરો મિલર (David Miller) અને રાશિદ ખાન (Rashid Khan) રહ્યા હતા. મિલરે 51 બોલમાં 94 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રાશિદ ખાને 40 રન બનાવ્યા હતા. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલ ચેન્નાઈએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા, CSK તરફથી ઋતુરાજ ગાયકવાડે 73 રન બનાવ્યા. જવાબમાં ગુજરાતે 19.5 ઓવરમાં 170 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

જો ડેવિડ મિલર કે જેને લોકો ‘કિલર મિલર’ કહે છે, તેણે 51 બોલમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 94 રન બનાવ્યા ન હોત તો ગુજરાત માટે આ વિજય જરાય આસાન ના હોત. IPLની આ નવી ટીમે તેના સ્પોર્ટ્સ ચાહકોને ખૂબ જ રોમાંચિત કર્યા છે. આ ટીમને સિઝન 15ની શ્રેષ્ઠ ટીમ કહી શકાય. #CSKvsGT સોશિયલ મીડિયા પર પણ ટોપ ટ્રેન્ડમાં છે. જ્યાં એક તરફ ચેન્નાઈના ચાહકો આ મેચ જોઈને દુઃખી છે તો બીજી તરફ ગુજરાતના ચાહકો પોતાની ટીમની જીતનો જશ્ન મનાવતા જોવા મળી રહ્યા છે. બંને ટીમના ચાહકો #CSKvsGT હેશટેગ સાથે પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેની પ્રથમ સિઝનની ધમાકેદાર શરૂઆત કરી છે અને સતત જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે.સાથે સાતમા સ્થાને છે.

આ પણ વાંચોઃ

GT vs CSK IPL Match Result: ડેવિડ મિલરની શાનદાર ઇનિંગે ચેન્નાઈની જીત છીનવી લીધી, ગુજરાતે 3 વિકેટે હરાવ્યું

આ પણ વાંચોઃ

Cheteshwar Pujara: પુજારાએ સવા બે વર્ષે ફટકાર્યુ શતક, ટીમને ઈનીંગથી હારનુ સંકટ ટાળવા દિવાલ બની ઉભો રહ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">