GT vs CSK IPL Match Result: ડેવિડ મિલરની શાનદાર ઇનિંગે ચેન્નાઈની જીત છીનવી લીધી, ગુજરાતે 3 વિકેટે હરાવ્યું

IPL 2022 : GT vs CSK Match Result : ગુજરાત ટાઇટન્સનો (GT) 6 મેચમાં આ પાંચમો વિજય છે અને ટીમ હજુ પણ મહત્તમ 10 પોઈન્ટ સાથે નંબર વન પર છે.

GT vs CSK IPL Match Result: ડેવિડ મિલરની શાનદાર ઇનિંગે ચેન્નાઈની જીત છીનવી લીધી, ગુજરાતે 3 વિકેટે હરાવ્યું
Gujarat Titans (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 11:46 PM

IPL 15 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) નો સામનો ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે થયો હતો. ચેન્નાઈને આ મેચમાં ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો. 170 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમે 7 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ટીમની જીતના હીરો ડેવિડ મિલર (David Miller) અને રાશિદ ખાન (Rashid Khan) રહ્યા હતા. મિલરે 51 બોલમાં 94 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રાશિદ ખાને 40 રન બનાવ્યા હતા. ગુજરાતની આ સિઝનમાં પાંચમી જીત છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પોતાનું સ્થાન મજબુત કર્યું હતું.

ડેવિડ મિલર અને રાશિદ ખાને જીત અપાવી

170 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમનો ઓપનર ગિલ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા બાદ વિજય શંકર પણ શૂન્ય પર આઉટ થયો હતો. તે પછી અભિનવ મનોહર પણ વધારે કરી શક્યો ન હતો અને 12 રન બનાવીને આઉટ થયો હતો.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

તેના આઉટ થયા બાદ મિલરે સાહા સાથે મળીને સ્કોર વધાર્યો હતો. પરંતુ સાહા પણ 11 રન બનાવીને આઉટ થયો હતો. 48 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ રાહુલ તેવટિયા અને મિલરે ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. બંનેએ 39 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન મિલર સતત હુમલો કરી રહ્યો હતો. જો કે રાહુલ પણ મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને 6 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન મિલરે પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી.

આ પછી મિલર અને રાશિદે અડધી સદીની ભાગીદારી કરીને ગુજરાતને મેચમાં પરત લાવ્યું હતું. રાશિદે માત્ર 21 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેના આઉટ થયા પછી, મિલરે ઇનિંગ્સને બરાબર લંબાવી અને એકલા હાથે ટીમને વિજય અપાવ્યો. મિલર 51 બોલમાં 94 રન બનાવીને અણનમ રહ્યો હતો. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 8 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.

રુતુરાજ ગાયકવાડે પોતાનું ફોર્મ પરત મેળવ્યું

આ પહેલા ગુજરાતે ટોસ જીતીને ચેન્નાઈને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ ઓપનર રુતુરાજ ગાયકવાડની અડધી સદી અને અંબાતી રાયડુ સાથેની તેની અડધી સદીની ભાગીદારીથી ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 5 વિકેટે 169 રન બનાવ્યા હતા. ગાયકવાડે 48 બોલમાં 5 છગ્ગા અને ચોગ્ગાની મદદથી 73 રન બનાવ્યા હતા.

આ સિવાય તેણે રાયડુ (46) સાથે ત્રીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી હતી. આ સાથે જ સુકાની રવિન્દ્ર જાડેજાએ અંતે 12 બોલમાં બે છગ્ગા સાથે અણનમ 22 રન ફટકારીને ટીમને પડકારજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ગુજરાત માટે ડેબ્યુ કરતા અલઝારી જોસેફે 34 રનમાં બે વિકેટ લીધી હતી જ્યારે અનુભવી મોહમ્મદ શમીએ ચાર ઓવરમાં માત્ર 20 રન આપીને એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : IPL 2022 : બેબી એબીનો મોટો ખુલાસો, ડી વિલિયર્સ નહીં પણ આ ભારતીય ખેલાડીને પોતાનો રોલ મોડલ માને છે

આ પણ વાંચો : IPL 2022: કોહલીએ એક સમયે ટીમમાંથી કર્યો હતો બહાર, હવે આ બેટ્સમેન તેની જ ટીમ તરફથી બનાવી રહ્યો છે 197ની એવરેજથી રન

g clip-path="url(#clip0_868_265)">