AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : જેસન હોલ્ડર અને રાશિદ ખાનના ઘાતક બોલિંગ સામે ફસાયું રાજસ્થાન, ગુજરાતની 77 રનની ધમાકેદાર જીત!

ગુજરાત ટાઇટન્સે IPL 2026ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે જોરદાર પ્રદર્શન કરીને 77 રનથી વિજય મેળવ્યો હતો. શુભમન ગિલ અને સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી હતી ત્યારબાદ રાશિદ ખાનનો બોલિંગમાં દબદબો રહ્યો.

IPL 2026 : જેસન હોલ્ડર અને રાશિદ ખાનના ઘાતક બોલિંગ સામે ફસાયું રાજસ્થાન, ગુજરાતની 77 રનની ધમાકેદાર જીત!
GT won the match by 77 runsImage Credit source: PTI
| Updated on: May 10, 2026 | 8:59 AM
Share

IPL 2026 ની 52મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 229 રન બનાવ્યા હતા. જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ 16.3 ઓવરમાં 152 રન બનાવી ઓલઆઉટ થઈ. આ મેચમાં યશસ્વી જયસ્વાલની કેપ્ટનશીપમાં રાજસ્થાન હતું, પરંતુ કેપ્ટન તરીકેની તેની પહેલી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો.

શુબમન ગિલ અને સાઈ સુદર્શનની શાનદાર બેટિંગ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટે 229 રન બનાવ્યા હત. શુભમન ગિલે 84 રન અને સાઈ સુદર્શને 55 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓએ 118 રનની મજબૂત ઓપનિંગ પાર્ટનરશીપ કરી હતી. વોશિંગ્ટન સુંદર 37 અને રાહુલ તેવતિયા 4 બોલમાં 14 રન બનાવી નોટ આઉટ રહ્યા. જોસ બટલરે 13 રન બનાવ્યા હતા. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સ તરફથી બ્રિજેશ શર્માએ 2 વિકેટ લીધી હતી જ્યારે યશ રાજ પુંજા અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી. શુભમન ગિલ અને સાઈ સુદર્શને IPLમાં છઠ્ઠી વખત ઓપનિંગ વિકેટ માટે 100 થી વધુ રન ઉમેર્યા. તેઓ સંયુક્ત રીતે ઓપનિંગ વિકેટ માટે સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી જોડી બની ગયા છે.

જેસન હોલ્ડર અને રાશિદ ખાનનો બોલિંગમાં કહેર

230 રનના ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. યશસ્વી જયસ્વાલ માત્ર 3 રન બનાવીને આઉટ થયો. આ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ 16 બોલમાં 36 રન બનાવ્યા હતા. રાશિદ ખાને શાનદાર બોલિંગ કરી હતી અને 4 ઓવરમાં માત્ર 33 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેણે ધ્રુવ જુરેલ, ડોનોવન ફરેરા, શુભમ દુબે અને રવિન્દ્ર જાડેજાને પેવેલિયન મોકલ્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ ભલે 38 રન બનાવ્યા પરંતુ તેઓ સંઘર્ષ કરતા જોવા મળ્યો હતો. ધ્રુવ જુરેલ માત્ર 24 રન જ બનાવી શક્યો હતો. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ તરફથી જેસન હોલ્ડરે પણ શાનદાર બોલિંગ કરી અને 2.3 ઓવરમાં માત્ર 12 રન આપી 3 વિકેટ ઝડપી પાડી. આ ઉપરાંત કાગિસો રબાડાએ પણ 2 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે વૈભવ સૂર્યવંશીની મહત્વપૂર્ણ વિકેટ લીધી.

આ પણ વાંચો, IPL 2026 : ગુજરાત ટાઇટન્સની ટોપ-2માં ધમાકેદાર એન્ટ્રી, ત્રણ ટીમોને આપ્યો મોટો ઝટકો

Follow Us
ગીરમાં બોલિવુડનો જમાવડો! આયુષ્માન-રકુલપ્રીતે માણી સિંહ સફારી
ગીરમાં બોલિવુડનો જમાવડો! આયુષ્માન-રકુલપ્રીતે માણી સિંહ સફારી
રમૂજી વર્તન ઘરમાં ખુશનુમા વાતાવરણ બનાવશે, નાણાકીય સ્થિતિમાં સુધારો થશે
રમૂજી વર્તન ઘરમાં ખુશનુમા વાતાવરણ બનાવશે, નાણાકીય સ્થિતિમાં સુધારો થશે
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">