AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા: સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે ખાસ વોર્ડ તૈયાર, દર્દીઓને ગરમીથી બચાવવા 50થી વધુ કુલર મુકાયા!

વડોદરા: સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે ખાસ વોર્ડ તૈયાર, દર્દીઓને ગરમીથી બચાવવા 50થી વધુ કુલર મુકાયા!

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2026 | 6:21 PM
Share

શહેરમાં ગરમીનો પારો વધતા હીટ સ્ટ્રોકના કેસોમાં ઉછાળો આવ્યો છે. સયાજી હોસ્પિટલમાં દૈનિક 10 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, જેને પગલે તંત્ર દ્વારા 30 બેડની અલાયદી વ્યવસ્થા અને ઠંડક માટે કુલરોની સુવિધા ઉભી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા વડોદરામાં ગરમીનું ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેરની મુખ્ય ગણાતી સયાજી (SSG) અને ગોત્રી હોસ્પિટલમાં ખાસ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે.

30 બેડ અને 50 કુલરની સુવિધા

આ બંને હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે કુલ 30 બેડનો સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. દર્દીઓને વોર્ડમાં ગરમીથી રાહત મળે તે માટે તંત્ર દ્વારા ખાસ 50થી વધુ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. સયાજી હોસ્પિટલમાં અત્યારે રોજના સરેરાશ 10 દર્દીઓ ગરમીની અસરોને કારણે સારવાર માટે આવી રહ્યા છે, જ્યારે ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં 2 ગંભીર દર્દીઓ દાખલ થયા છે.

આ ખાસ વોર્ડ શરૂ થવાથી અને કૂલિંગની વ્યવસ્થા થવાથી ગરમીના ભોગ બનેલા દર્દીઓને સારવારમાં મોટી રાહત મળી રહી છે.

Breaking News: વડોદરામાં અલ્કલાઇન વોટરનું કૌભાંડ: પાણીમાં મળ્યા કાળા કણો અને પ્રતિબંધિત એસિડ, FSSAIની મોટી કાર્યવાહી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">