યુવરાજસિંહનો ધડાકો- પરીક્ષા પહેલા જ ઉમેદવારનું નામ નક્કી હતું, 200માંથી 173 ગુણ આવતા ઉઠ્યા સવાલ!
ભાયાવદરની એચ.એલ. પટેલ કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતી વિવાદમાં આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે કે પસંદગી પામેલા ઉમેદવારનું નામ અગાઉથી જ નક્કી હતું અને પરીક્ષામાં ચોક્કસ બોલપેનનો ઉપયોગ કરાવી ગેરરીતિ આચરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના ભાયાવદરની એચ.એલ. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે 1 મેના રોજ જાહેર થયેલા પરિણામમાં હર્ષ ભુવા નામના ઉમેદવારની પસંદગી પહેલેથી જ નિશ્ચિત હતી.
ચોંકાવનારા ગુણ અને શંકાસ્પદ પદ્ધતિ
યુવરાજસિંહે સવાલ ઉઠાવ્યો છે કે જે ઉમેદવારની પસંદગી થઈ છે તેણે 200માંથી 173 જેટલા માતબર ગુણ મેળવ્યા છે, જે પ્રથમ ભરતીમાં અસામાન્ય જણાય છે. વધુમાં, પરીક્ષા દરમિયાન ઉમેદવારોને એક નિશ્ચિત બોલપેનથી જ પેપર લખવા ફરજ પાડવામાં આવી હોવાનો પણ ગંભીર દાવો કરવામાં આવ્યો છે. હાલ યુવરાજસિંહ અને અન્ય ઉમેદવારોએ આ સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરી છે.
109 હેક્ટરમાં ફેલાયેલા ઐતિહાસિક ચંડોળા તળાવનો પ્રોજેક્ટ ફૂલ સ્પીડમાં, કાંકરિયા કરતા પણ વિશાળ અને આધુનિક બનશે નવું પિકનિક સ્પોટ!
Published on: May 09, 2026 07:15 PM
Follow Us
Latest Videos
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
