ફોર્બ્સ દ્વારા હાલમાં જ વર્ષ 2020 દરમ્યાન સૌથી વધુ કમાણી કરનારા 100 સેલેબ્સની યાદી બહાર પાડી છે. આ લિસ્ટમાં ટોપ-10માં રમત ગમત જગતના 5 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ગત વર્ષે 5માં નંબરના ટેનિસ પ્લેયર ફેડરર 2020માં મેસી અને રોનાલ્ડોને પણ કમાણીમાં પાછળ મૂકી દીધા છે. રોજર ફેડરર 2020નો સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી બન્યો છે. ગત વર્ષ કરતા તેણે 94 કરોડ રુપિયાની કમાણી વધારે કરી છે. જ્યારે મેસી અને રોનાલ્ડોની આવકમાં ઘટાડો થયો છે.
Roger Federer
હાલમાં જ બહાર પડેલી ફોર્બ્સની યાદી મુજબ, વર્ષભરમાં ફેડરરની કમાણી 106 મિલિયન ડોલર એટલે કે 780 કરોડ રુપિયા રહી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કમાણીના મામલામાં આ વર્ષે બીજા સ્થાન પર રહ્યો છે. જ્યારે ફુટબોલર લિયોનલ મેસી યાદીમાં ત્રીજા સ્થાન પર રહ્યો છે. આ આ યાદીમાં બ્રાઝિલના સ્ટાર ફુટબોલર નેમાર અને અમેરિકાના બાસ્કેટ બોલ પ્લેયર લેબ્રોન જેમ્સનું પણ નામ સામેલ છે. લેબ્રોનને તાજેતરમાં જ ટાઈમ મેગેઝીન દ્વારા એથ્લેટ ઓફ ધ યર જાહેર કર્યો હતો.
Ronaldo
આમ તો કોરોનાને લઈને ક્રિકેટથી લઈને ટેનિસ સુધી લગભગ બધી જ રમતોને અસર પહોંચી હતી. ગત વર્ષના પ્રમાણમાં કમાણી સૌથી વધુ નુકસાન બેઝબોલ, બાસ્કેટ બોલ, બોક્સિંગ અને ગોલ્ફને થયુ છે. બેઝબોલને લગભગ 3,242 કરોડ રુપિયા અને ગોલ્ફને 235 કરોડ રુપિયાનું નુકસાન પહોંચ્યુ છે.
આ પણ વાંચો: Corona: રાજ્યમાં નવા 1,075 કેસ નોંધાયા, હાલમાં 12,360 એક્ટિવ કેસ
સૌથી વધુ કમાણી કરનારા ફોર્બ્સ ટોપ-10 ખેલાડીનું લિસ્ટ