FIH Pro League: નેધરલેન્ડ સામે ટીમ ઈન્ડિયામાં રાની રામપાલની વાપસી, બે નવા ખેલાડીઓને પણ મળી તક

રાનીના નેતૃત્વમાં ભારતીય ટીમ ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહી હતી. આ સ્ટાર સ્ટ્રાઈકર ત્યારપછી ઈજાના કારણે રાષ્ટ્રીય ટીમ માટે રમી શકી નહીં.

FIH Pro League: નેધરલેન્ડ સામે ટીમ ઈન્ડિયામાં રાની રામપાલની વાપસી, બે નવા ખેલાડીઓને પણ મળી તક
FIH Pro League: નેધરલેન્ડ સામે ટીમ ઈન્ડિયામાં રાની રામપાલની વાપસીImage Credit source: Rani Rampal Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 3:30 PM

FIH Pro League: સ્ટાર સ્ટ્રાઈકર રાની રામપાલ (Rani Rampal) મંગળવારે નેધરલેન્ડ્સ (India vs Netherlands) સામેની આગામી FIH પ્રો લીગ (FIH Pro League) મેચો માટે ગોલકીપર સવિતાની આગેવાની હેઠળની 22 સભ્યોની મહિલા હોકી ટીમમાં પરત ફર્યા. ટીમમાં મિડફિલ્ડર મહિમા ચૌધરી અને સ્ટ્રાઈકર ઐશ્વર્યા રાજેશ ચવ્હાણના રૂપમાં બે નવોદિત ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે, જેઓ શુક્રવાર અને શનિવારે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં યોજાનારી બે મેચમાં પદાર્પણ કરશે.

રાનીના નેતૃત્વમાં ભારતીય ટીમ ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહી હતી. આ સ્ટાર સ્ટ્રાઈકર ત્યારપછી ઈજાના કારણે રાષ્ટ્રીય ટીમ માટે રમી શકી નહીં. રાનીની વાપસી છતાં ગોલકીપર સવિતા ટીમની કેપ્ટન તરીકે ચાલુ રહેશે, જ્યારે દીપ ગ્રેસ એક્કા ઉપ-કેપ્ટન રહેશે.

ભારતના મુખ્ય કોચ યાનેક શોપમેને કહ્યું, “ઈંગ્લેન્ડની ટીમ પ્રવાસમાં ન આવવાને કારણે હવે નેધરલેન્ડ સામેની હોકી પ્રો લીગ મેચમાંથી મેદાન પર પાછા આવવું અદ્ભુત છે. અમારા જુનિયર ખેલાડીઓ વર્લ્ડ કપમાં રમી રહ્યા છે,  હું મેદાન પર કેટલાક નવા ચહેરાઓને જોઈને ઉત્સાહિત છું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભારતીય મહિલા હોકી ટીમની જાહેરાત

ગોલકીપર: સવિતા (કેપ્ટન), રજની એતિમાર્પુ. દીપ ગ્રેસ એક્કા (વાઈસ-કેપ્ટન), ગુરજીત કૌર, નિક્કી પ્રધાન, ઉદિતા, રશ્મિતા મિંઝ, સુમન દેવી થૌડમ. મધ્ય પંક્તિ: નિશા, સુશીલા ચાનુ, પુખરમ્બમ, જ્યોતિ, નવજોત કૌર, મોનિકા, નમિતા ટોપા, સોનિકા, નેહા, મહિમા ચૌધરી. ઐશ્વર્યા રાજેશ ચવ્હાણ, નવનીત કૌર, રાજવિંદર કૌર, રાની રામપાલ, મારિયાના કુજુર. સ્ટેન્ડબાય: ઉપાસના સિંહ, પ્રીતિ દુબે, વંદના કટારિયા.

તમને જણાવી દઈએ કે, ભારતીય મહિલા ટીમ હાલમાં છ મેચમાં 12 પોઈન્ટ સાથે પ્રો લીગ ટેબલમાં ચોથા સ્થાન પર છે. નેધરલેન્ડ છ મેચમાં 17 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

ભારતીય પુરૂષ હોકી ટીમ (Indian Men’s Hockey Team) FIH પ્રો લીગ (FIH Pro League)માં સતત સારું પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમ દરેક પરિસ્થિતિમાં સતત જીત મેળવી રહી છે, કોચ ગ્રેહામ રીડની ટીમ સકારાત્મક પરિણામ આપવામાં સફળ રહી છે. એક દિવસ અગાઉ શૂટઆઉટ જીત્યા પછી ટીમ ઈન્ડિયાએ 3 એપ્રિલ, રવિવારના રોજ ફરીથી મુશ્કેલ અને સંઘર્ષપૂર્ણ મેચમાં ઈંગ્લેન્ડ સામે 4-3થી જીત નોંધાવી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો :EDની મહારાષ્ટ્રમાં મોટી કાર્યવાહી, શિવસેના સાંસદ સંજય રાઉતની અલીબાગ અને મુંબઈમાં સંપત્તિ કરી જપ્ત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">