FIH Hockey Pro League: જર્મનીની મહિલા હોકી ટીમ ભુવનેશ્વર પહોંચી, 12 માર્ચે ભારત સામે મેચ

FIH પ્રો હોકી લીગ 2021-22માં ભાગ લેવા માટે જર્મનીની મહિલા હોકી ટીમ આજે એટલે કે મંગળવારે ભુવનેશ્વર પહોંચી છે. આ દરમિયાન જર્મનીની ટીમ ભારતીય મહિલા હોકી ટીમ સામે બે મેચ રમશે. આ બંને મેચ 12 અને 13 માર્ચે રમાશે.

FIH Hockey Pro League: જર્મનીની મહિલા હોકી ટીમ ભુવનેશ્વર પહોંચી, 12 માર્ચે ભારત સામે મેચ
Germany Women Hockey (PC: Hockey India)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 10:30 PM

જર્મનીની મહિલા હોકી (Germany Women’s Hockey Team) ટીમ મંગળવારે ભુવનેશ્વર પહોંચી ગઇ છે. ટીમને FIH પ્રો હોકી લીગ (FIH Pro Hockey League) 2021-22 માં રમવાનું છે. તમને જમાવી દઇએ કે 12 અને 13 માર્ચે જર્મની અને ભારત વચ્ચે 2 મેચ રમાશે. બંને મેચ ભુવનેશ્વરના કલિંગા હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને જર્મનીની મહિલા હોકી ટીમો વચ્ચે પ્રો લીગ મેચ 12 માર્ચે મેચ યોજાશે. ત્યારબાદ બીજી મેચ એક દિવસ પછી એટલે કે 13 માર્ચના રોજ રમાશે. જર્મનીની કેપ્ટન લિસા નોલ્ટેના નેતૃત્વમાં ટીમે કલિંગા સ્ટેડિયમમાં રમવા પર ખુશી વ્યક્ત કરી હતી.

જર્મનીની ટીમ પહેલીવાર રમશે

લિસા નોલ્ટેએ કહ્યું, ‘અમે ક્યારેય કલિંગા સ્ટેડિયમમાં રમ્યા નથી, તેથી અમે અહીં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ, આટલા મોટા સ્ટેડિયમમાં રમવું ખરેખર અદ્ભુત હશે.’ જર્મનીના કેપ્ટને વધુમાં જણાવ્યું કે, ‘અમે ચોક્કસપણે ભારતને એક મજબૂત ટીમ તરીકે જોઇએ છીએ. ખાસ કરીને તેણે ટોક્યો ઓલિમ્પિકમાં આટલું સારું પ્રદર્શન કર્યું હતું. જો કે, અમે તેનાથી પરેશાન નથી અને આત્મવિશ્વાસ સાથે રમવા માંગીએ છીએ.’

કોચ પણ ખુબ ઉત્સાહિત

વિશ્વની પાંચમી ક્રમાંકિત જર્મનીની મહિલા હોકી ટીમ ઓક્ટોબર 2021 પછી પ્રથમ વખત FIH પ્રો હોકી લીગ મેચ રમશે. ટીમની તૈયારીઓ વિશે વાત કરતા, જર્મન મહિલા ટીમના મુખ્ય કોચ અકીમ બૌચૌચીએ કહ્યું, “ઓક્ટોબરમાં છેલ્લી પ્રો લીગ મેચો પછી, મહિલા ખેલાડીઓએ બ્રેક લીધો હતો અને પછી તેઓએ ક્લબ ટીમ સાથે ઇન્ડોર સિઝન રમી, જે જર્મનીમાં સૌથી મોટી ઇવેન્ટ છે. પણ આ વખતે અમે પ્રો લીગ મેચ માટે જર્મની ભારત આવવા અને રોમાંચક આયોજનની સાથે નવા વર્ષની શરૂઆત કરવા માટે મોટી પ્રેરણા જરૂરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, કેટલાક વર્ષો પછી આ પ્રથમ વખત બનશે જ્યારે જર્મન મહિલા ટીમ ભારતીય ટીમ સામે રમશે. અમે સ્ટેડિયમના વાતાવરણ અને ભારતીય મહિલા ટીમ સામેની મેચોને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે અહીં આવીને ખૂબ જ ખુશ છીએ. ભારત સામેની મેચ શનિવાર અને રવિવારે રમાશે.

આ પણ વાંચો : બીજો કપિલ દેવ બનવા માટે અશ્વિન મીડીયમ ફાસ્ટ બોલિંગ કરતો હતો, તેણે 28 વર્ષ પહેલાની કહી વાત

આ પણ વાંચો : PAK vs AUS : ડેવિડ વોર્નરે પાકિસ્તાની દર્શકોની ડિમાન્ડ પુરી કરી, મેદાનમાં કર્યો ડાન્સ, Video

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">