AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS ધોની vs લિયોનેલ મેસ્સી ! આ તારીખે રમાશે સૌથી મોંઘી ક્રિકેટ મેચ, સચિન અને વિરાટ પણ લેશે ભાગ

લિયોનેલ મેસ્સી અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. ભારતના દિગ્ગજ ખેલાડીઓ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ ઐતિહાસિક મેચનો ભાગ બનવાના છે.

MS ધોની vs લિયોનેલ મેસ્સી ! આ તારીખે રમાશે સૌથી મોંઘી ક્રિકેટ મેચ, સચિન અને વિરાટ પણ લેશે ભાગ
dhoni vs messi cricket match
| Updated on: Aug 02, 2025 | 10:26 AM
Share

ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી ખૂબ જ ટૂંક સમયમાં ભારત આવી રહ્યો છે. ભારત આવતાની સાથે જ આ આર્જેન્ટિનાનો ખેલાડી ફૂટબોલને બદલે હાથમાં ક્રિકેટ બેટ લઈને જોવા મળશે. મીડિયા રિપોર્ટ મુજબ, લિયોનેલ મેસ્સી અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. ભારતના દિગ્ગજ ખેલાડીઓ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ ઐતિહાસિક મેચનો ભાગ બનવાના છે.

મેસ્સી સાથે ક્રિકેટ મેચ ક્યારે રમાશે?

લિયોનેલ મેસ્સી આ શિયાળામાં ભારત આવી રહ્યો છે. મેસ્સી 13 થી 15 ડિસેમ્બર દરમિયાન ભારતમાં રહેશે. આ સમય દરમિયાન, 14 ડિસેમ્બરે લિયોનેલ મેસ્સી અને એમએસ ધોનીની ટીમ વચ્ચે સેવન-એ-સાઇડ મેચ રમાઈ શકે છે, જે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાવાની ધારણા છે. ધોની ઉપરાંત, સચિન, વિરાટ અને રોહિત પણ આ મેચમાં સાથે રમતા જોઈ શકાય છે. મેસ્સી ભારત પ્રવાસ દરમિયાન મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હી અને કોલકાતાની મુલાકાત લઈ શકે છે. મેસ્સીની આ મુલાકાત એક પ્રમોશનલ ટૂર હોઈ શકે છે.

ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ સાથે અહીં ક્રિકેટ મેચ રમશે

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ જણાવ્યું હતું કે ‘લાયોનેલ મેસ્સી 14 ડિસેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હશે. તે ભારતીય ટીમના ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ સાથે અહીં ક્રિકેટ મેચ પણ રમી શકે છે. આ મેચના આયોજનની સંપૂર્ણ વિગતો બધી બાબતો નક્કી થયા પછી આપી શકાય છે’.

મેસ્સી અગાઉ પણ ભારત આવી ચૂક્યો

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી બીજી વખત ભારત આવી રહ્યા છે. આ ખેલાડી 2011માં પહેલી વાર ભારત આવ્યો હતો. તે સમયે મેસ્સીએ કોલકાતાના સોલ્ટ લેક ફૂટબોલ સ્ટેડિયમમાં વેનેઝુએલા સામે મેચ રમી હતી. હવે આ વખતે મેસ્સી પોતાના ભારત પ્રવાસમાં દિગ્ગજ ખેલાડીઓ સાથે ક્રિકેટ મેચ રમી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">