પુત્રીને લઇને વાયરલ જૂઠી અફવાથી આફ્રીદી ગુસ્સે ભરાયો, એલપીએલ છોડવાનો મામલો હજુ પણ અસ્પષ્ટ

પુત્રીને લઇને વાયરલ જૂઠી અફવાથી આફ્રીદી ગુસ્સે ભરાયો, એલપીએલ છોડવાનો મામલો હજુ પણ અસ્પષ્ટ

લંકા પ્રિમીયર લીગને અધવચ્ચે છોડીને પરત પાકિસ્તાન ફરેલા આફ્રિદીએ, હજુ આ મુદ્દે સ્પષ્ટતા કરી નથી. તે માટે તેની પુત્રીની બિમારી ને લઇને પણ તે પરત ફર્યો હોવાની વાત સમાચાર માધ્યમોમાં પ્રસરવા લાગી હતી. પરંતુ આ પ્રકારની વાયરલ ખબરોને લઇને હવે ગુસ્સે ભરાયો છેય પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી આમ પણ પોતાના પરીવારને […]

Avnish Goswami

| Edited By: Pinak Shukla

Dec 15, 2020 | 3:27 PM

લંકા પ્રિમીયર લીગને અધવચ્ચે છોડીને પરત પાકિસ્તાન ફરેલા આફ્રિદીએ, હજુ આ મુદ્દે સ્પષ્ટતા કરી નથી. તે માટે તેની પુત્રીની બિમારી ને લઇને પણ તે પરત ફર્યો હોવાની વાત સમાચાર માધ્યમોમાં પ્રસરવા લાગી હતી. પરંતુ આ પ્રકારની વાયરલ ખબરોને લઇને હવે ગુસ્સે ભરાયો છેય પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી આમ પણ પોતાના પરીવારને લઇ ખૂબ સજાગ રહે છે. જોકે હાલમાં તેની દિકરીને લઇને ફેલાઇ રહેલી અફવાહને લઇને ગુસ્સામાં છે. કારણ કે પાકિસ્તાનના સોશિયલ મિડીયામાં એવી અફવાઓ ચાલી રહી છે કે તેમની પુત્રી બીમાર છે, અને હોસ્પીટલમાં દાખલ છે.

પાકિસ્તાનની એક ટીવી ચેનલ મુજબ આફ્રિદી તેની પુત્રીની અફવાહને લઇને નારાજ છે. તેનુ કહેવુ છે. સોશિયલ મિડીયા નો ઉપયોગ કરનારાઓએ જવાબદાર થવાની જરુર છે. આ પ્રકારની ખોટી ખબરોને ફેલાવે નહી. તેની સાથે જ તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેમની પુત્રી બીમાર નથી. આફ્રિદીએ પોતાની પુત્રી સાથેને ફોટો સોશિયલ મિડીયામાં શેર કર્યો હતો. જેમાં તે તેમની સાથે ઉભેલો દેખાય છે. લોકોએ તે ફોટો જોઇને તેની પુત્રી પર અફવાહો બનાવવાનુ શરુ કરી દીધુ હતુ. સાથે જ તે હોસ્પીટલમાં દાખલ હોવાનુ પણ ગણાવી દીધુ હતુ.

હાલમા જ તેની પુત્રીના જન્મદીવસે એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે પોતાની પુત્રીને શુભેચ્છા પાઠવતો દેખાય છે. ઉલ્લેખનિય છે કે હાલમાં જ શ્રીલંકામાં ચાલી રહેલી લંકા પ્રિમીયર લીગને રમવા માટે આફ્રીદી પહોંચ્યો હતો. પરંતુ લીગને અધવચ્ચે જ પડતી મુકીને તે પરત પાકિસ્તાન ફર્યો હતો. જેને લઇને તેને ત્યાર બાદ કોઇ જ સ્પષ્ટતા કરી નહોતી. ફક્ત એટલી જ જાણકારી આપી હતી કે પર્સનલ ઇમરજન્સી હોઇ પરત ફર્યો છે. સાથે જ તેણે સ્થિતી સુધરતા પરતા શ્રીલંકા આવવાની પણ વાત કહી હતી. જોકે આ અંગે હજુય સ્પષ્ટતા કરાઇ નથી. તેની ટીમે પણ તેની ઉપસ્થિતીમાં કોઇ જ ખાસ પ્રદર્શન કર્યુ નહોતુ.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati