ધોનીના આ જૂના ‘મિત્ર’ની ફિલ્ડિંગ અને ફિટનેસ જોઈ વિરાટ કોહલીને ભૂલી જશો, જુઓ Video
વિરાટ કોહલીની ફિટનેસને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ક્રિકેટમાં જ્યારે પણ ફિટનેસ પર વાત થાય છે ત્યારે તેનો ઉલ્લેખ થાય છે. પરંતુ, ધોનીના એક જૂના સાથીએ 44 વર્ષની વયે વિરાટ જેવી જ દમદાર ફિટનેસનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખાસ વાત એ છે કે આ ખેલાડી વિરાટ કરતા 9 વર્ષ મોટો છે.
ક્રિકેટમાં ખેલાડીઓ 44 વર્ષની ઉંમર સુધીમાં નિવૃત્ત થઈ જાય છે. પરંતુ, કેટલાક એવા ખેલાડીઓ છે જે 44ની ઉંમરે પણ 22 જેટલો જુસ્સો ધરાવતા હોય છે. આવો જ એક ખેલાડી છે આફ્રિકાનો ઈમરાન તાહિર, જે સાઉથ આફ્રિકામાં ચાલી રહેલ T20 લીગમાં ધમાલ મચાવી રહ્યો છે. તાહિર ધોનીનો જૂનો મિત્ર છે અને તે IPLમાં CSK તરફથી રમી ચૂક્યો છે. SA20માં 7 ફેબ્રુઆરીએ રમાયેલી મેચમાં તાહિરે એક નહીં પરંતુ બે એવા કેચ લીધા હતા, જેને જોઈ યુવા ખેલાડીઓ પર શરમાઈ જાય.
ખેલાડીની જબરદસ્ત ફિટનેસનું ઉત્તમ ઉદાહરણ
અમે જે કેચ વિશે વાત કરી રહ્યા છીએ તે સરળ કેચ નહોતા. ફિટનેસ વિના તેમને પકડવા શક્ય નથી. તાહિરે જે રીતે એક જ મેચમાં એક નહીં પરંતુ બે અદ્ભુત કેચ પકડ્યા, તેને જોઈ ફેન્સ એક સેકન્ડ માટે વિરાટ કોહલીની ફિટનેસ ભૂલી ગયા હતા. ક્રિકેટમાં જ્યારે ખેલાડીઓની ફિટનેસની વાત થાય છે ત્યારે વિરાટ કોહલીનું ઉદાહરણ વારંવાર આપવામાં આવે છે. પરંતુ, ઈમરાન તાહિરના આ બે કેચ એક ખેલાડીની જબરદસ્ત ફિટનેસનું ઉત્તમ ઉદાહરણ છે.
44 વર્ષની ઉંમરે ઈમરાન તાહિરના શાનદાર 2 કેચ
7 ફેબ્રુઆરીએ SA20 માં પાર્લ રોયલ્સ અને જોબર્ગ સુપર કિંગ્સ વચ્ચે મેચ હતી. આ મેચમાં જોબર્ગ સુપર કિંગ્સ તરફથી રમતા 44 વર્ષના ઈમરાન તાહિરે પોતાની પ્રતિભા દેખાડી હતી. પાર્લ રોયલ્સે પ્રથમ બેટિંગ કરી હતી. શરૂઆતથી જ, સુપર કિંગ્સે પાર્લ રોયલ્સને દબાણમાં રાખ્યું હતું. જેમાં ઈમરાન તાહિરની ભૂમિકાને નકારી શકાય નહીં, જેની શરૂઆત તેણે એક શાનદાર કેચ લઈને કરી હતી.
#Betway #SA20 #WelcomeToIncredible #PRvJSK #Eliminator pic.twitter.com/LVzjlBO4kf
— Betway SA20 (@SA20_League) February 7, 2024
બોલનો પીછો કરી દમદાર કેચ પકડ્યો
ક્રિઝ પર બેટ્સમેન મિશેલ વેન બ્યુરેન અને સામે બોલર સેમ કૂક હતો. ઈનિંગની ત્રીજી ઓવરના પાંચમા બોલ પર મિશેલ વેનનો શોટ ખોટી રીતે લાગ્યો અને બોલ હવામાં ઉડી ગયો. ત્યારબાદ ઈમરાન તાહિર તેની પાછળ દોડ્યો. તેણે બોલનો પીછો કર્યો અને તેનો શાનદાર કેચ પકડ્યો.
બાઉન્ડ્રી પર પકડ્યો મજેદાર કેચ
પાર્લ રોયલ્સની ઈનિંગ્સની 11મી ઓવરના ત્રીજા બોલ પર ઈમરાન તાહિરે આવો જ કેચ પકડ્યો હતો. આ વખતે બેટ્સમેન ડેન વિલાસ હતો અને બોલર બર્ગર હતો. ડેને ઓવરના ત્રીજા બોલને હવામાં ફટકારી બાઉન્ડ્રી પાર મોકલવાનો પ્રયાસ કર્યો. પરંતુ, જો તાહિર વચ્ચે ન આવ્યો હોત તો તે આમાં સફળ થઈ શક્યો હોત. બોલ બાઉન્ડ્રી પાર કરે તે પહેલા તાહિરે તેને પકડી લીધો હતો.
– The Tahir edition. A great catch and an even better celebration
Watch the #SA20 eliminator – #PRvJSK, LIVE NOW on #JioCinema & #Sports18 #SA20 #WelcomeToIncredible #SA20onJioCinema #SA20onSports18 #JioCinemaSports pic.twitter.com/bvLPYGEipx
— JioCinema (@JioCinema) February 7, 2024
ઈમરાન તાહિરે મેચમાં 2 વિકેટ પણ લીધી
ઈમરાન તાહિરે મેચમાં માત્ર આ બે શાનદાર કેચની સાથે 2 વિકેટ પણ લીધી હતી. જેમાંથી એક પાર્લ રોયલ્સના કેપ્ટન ડેવિડ મિલરની હતી. તેણે મેચમાં 4 ઓવરમાં 33 રન આપીને બે વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી ટકરાશે, પાકિસ્તાન સેમીફાઈનલમાં હારી ગયું