WPL Auction: આગામી 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે ઓક્શન, જાણો કેટલા ખેલાડીઓનુ નસીબ ચમકશે

WPL ની પ્રથમ સિઝનની શરુઆત આગામી માર્ચ મહિનામાં થનાર છે. આ પહેલા ટીમોનુ ઓક્શન થઈ ચુક્યુ છે, હવે પાંચ ટીમો માટે ખેલાડીઓનુ ઓક્શન આગામી 13 ફેબ્રુઆરીને સોમવારે થનાર છે.

WPL Auction: આગામી 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે ઓક્શન, જાણો કેટલા ખેલાડીઓનુ નસીબ ચમકશે
WPL Auction date 13 February in Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 11:55 PM

વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય ઈન્ડિયન પ્રીમિયર હવે પુરુષોની ટૂર્નામેન્ટ બાદ મહિલા ક્રિકેટ લીગની શરુઆત કરવા જઈ રહ્યુ છે. આ માટે પાંચ ટીમોનુ ઓક્શન થઈ ચુક્યુ છે અને હવે ખેલાડીઓનુ ઓક્શન થનારુ છે. મીડિયા રીપોર્ટનુસાર આગામી 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં ખેલાડીઓનુ ઓક્શન યોજાનાર છે. 5 ટીમો 90 જેટલી મહિલા ખેલાડીઓને ખરીદશે અને આ માટે વિશ્વભરની મહિલા ખેલાડીઓએ પોતાના નામ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. વિશ્વની સ્ટાર ખેલાડીઓ પણ મહિલા લીગના ઓક્શનની રાહ જોઈ રહી છે, કારણ કે વિશ્વમાં મહિલા ક્રિકેટ નવા જ અંદાજમાં જોવા મળશે.

મહિલા પ્રીમિયર લીગની શરુઆતની સિઝનને લઈ પહેલાથી જ રોમાંચ સાથે તેની શરુઆતની આતુરતા જોવા મળી રહી છે. હવે જોકે હવે પ્રથમ સિઝન આડે માત્ર એક જ મહિનો રહેવા પામ્યો છે. આગામી મહિને મહિલા ક્રિકેટરો ભારતમાં આયોજીત થનારી મહિલા લીગમાં ધૂમ મચાવશે.

90 ખેલાડીઓનુ ચમકશે નસીબ

મીડિયા રિપોર્ટનુસાર આગામી 13 ફેબ્રુઆરીને સોમવારે મુંબઈમાં ઓક્શનનુ આયોજન થઈ શકે છે. આ માટે હજુ અધિકારીક રીતે એલાન ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવ્યુ નથી. જોકે 13મી તારીખ નિશ્ચિત હોવાનુ રિપોર્ટસમાં બતાવાઈ રહ્યુ છે. આ પહેલા ફેબ્રુઆરી મહિનાની શરુઆતે જ ઓક્શન યોજવાની વાત ચર્ચામાં હતી. પરંતુ જલ્દીથી તે શક્ય નહોતુ. આમ હવે તે એક સપ્તાહ પાછળની તારીખે ઓક્શન થવાની સંભાવનાર છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ઓક્શનમાં વિશ્વભરની 90 મહિલા ખેલાડીઓને પાંચ ટીમોનો હિસ્સો બનવાનો મોકો મળશે. આ માટે વિશ્વભરની મહિલા ખેલાડીઓએ મહિલા લીગના ઓક્શન માટે પોતાના નામ રજીસ્ટ્રેશન કરાવ્યા છે.

કેટલી રકમનુ પર્સ અને કેવા છે ઓક્શનના નિયમ, જાણો

  • દરેક પાંચેય ટીમો પાસે 12-12 કરોડ રુપિયા ઓક્શન માટેના પર્સની સાઈઝ છે. આ રકમમાંથી ખેલાડીઓને જે તે ટીમ ખરીદ કરી શકશે. આ રકમ પુરુષ આઈપીએલમાં 95 કરોડ રુપિયા છે. જે આમ તો ખૂબ જ ઓછી રકમ છે, પરંતુ પ્રથમ સિઝન હોવાને લઈ આ રકમનો આંકડો સ્વભાવિક જ ઓછો હોઈ શકે છે.
  • એક ટીમ વધારેમાં વધારે માત્ર 18 ખેલાડીઓની સ્ક્વોડ જ રચી શકશે. જ્યારે કોઈ ખેલાડી 15 કરતા ઓછા ખેલાડી ખરીદી નહીં શકે. આઈપીએલમાં 25 ખેલાડીઓની સ્ક્વોડ રાખવામાં આવી છે.
  • ટીમ પોતાની સાથે 7 વિદેશ ખેલાડીઓને ખરીદ કરી શકે છે, જે વિદેશી ખેલાડીમાં ઓછામા ઓછા એક ખેલાડી એસોસિએટ દેશથી હોવો જરુરી છે.
  • પ્લેઈંગ ઈલેવનમાં ટીમ 5 વિદેશી ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે. જોકે તેમાં પણ એક ખેલાડી એસોસિએટ દેશથી હોવો ફરજીયાત છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">