વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપ 2023 માં બન્યો નંબર 1 બેટ્સમેન
વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023ની કુલ 11 મેચમાં 765 રન બનાવ્યા છે. તેની એવરેજ 95 થી વધારે રહી હતી. તેમાં મોટી વાત એ છે કે વિરાટ કોહલીએ 3 સેન્ચ્યુરી અને 6 અડધી સદી ફટકારી છે. તેનો મતલબ છે કે, તેમણે 9 વખત 50+ નો સ્કોર કર્યો. વિરાટ કોહલી વર્લ્ડ કપની ત્રણ મેચમાં અણનમ રહ્યો હતો.
વિરાટ કોહલી વર્લ્ડ કપ 2023 માં નંબર 1 બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવવાના ટોપ પર રહ્યો છે. વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023 માં શાનદાર બેટિંગ કરીને ઘણા રન બનાવ્યા છે. તેમણે પોતાના પરફોર્મન્સથી ઘણા રેકોર્ડ તોડ્યા છે. ચાલો જાણીએ કે, વિરાટ કોહલીએ વર્લ્ડ કપના નંબર 1 બેટ્સમેન કેવી રીતે બન્યો.
વિરાટ કોહલી બન્યો સૌથી મોટો ‘રન’ વીર
વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023ની કુલ 11 મેચમાં 765 રન બનાવ્યા છે. તેની એવરેજ 95 થી વધારે રહી હતી. તેમાં મોટી વાત એ છે કે વિરાટ કોહલીએ 3 સેન્ચ્યુરી અને 6 અડધી સદી ફટકારી છે. તેનો મતલબ છે કે, તેમણે 9 વખત 50+ નો સ્કોર કર્યો. વિરાટ કોહલી વર્લ્ડ કપની ત્રણ મેચમાં અણનમ રહ્યો હતો. તેમણે 90 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.
રોહિત શર્મા રન બનાવવામાં બીજા નંબર પર
વર્લ્ડ કપ 2023 માં વિરાટ કોહલીએ 765 રન બનાવ્યા છે તો રોહિત શર્મા રન બનાવવામાં બીજા નંબર પર છે. તેમણે 597 રન બનાવ્યા છે. ડી કોકે 594 રન, જ્યારે રચિન રવિન્દ્રએ 578 રન બનાવ્યા. આ ઉપરાંત ડેરેલ મિશેલ 552 રન બનાવી ટોપ 5માં રહ્યો હતો.
આવું રહ્યુ વિરાટ કોહલીનું પ્રદર્શન
વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 85 રન બનાવ્યા હતા. ત્યારબાદ વિરાટે 55 રનની અણનમ ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી પાકિસ્તાન સામે નિષ્ફળ નિવડ્યો અને માત્ર 15 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીએ અણનમ 103 રન બનાવીને જીત અપાવી હતી.
વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે 95 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ સામે વિરાટનું ખાતું ખુલ્યું ન હતું પરંતુ શ્રીલંકા સામે 88 રન માર્યા હતા. સાઉથ આફ્રિકા સામે તેમણે 101 રન બનાવી અણનમ રહ્યો હતો. નેધરલેન્ડ સામે 51 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઈનલમાં 117 રન બનાવીને વન ડેમાં સૌથી વધારે 50 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.