AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્લ્ડ કપની ફાઈનલ મેચ શરૂ થયાના 38 મિનિટ પહેલા જ એક દિગ્ગજ ખેલાડીએ પુરાવા સાથે કરી હતી Low Score ની ભવિષ્યવાણી, જુઓ ફોટો

ભારતીય ટીમના એક દિગ્ગજ ખેલાડીએ વર્લ્ડ કપની ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા જ ઓછા સ્કોરની આગાહી કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરીને તેની જાણકારી આપી હતી. તેમણે ફાઈનલ મેચ શરૂ થયાના 38 મિનિટ પહેલા જ પુરાવા સાથે આ આગાહી કરી હતી કે મેચ દરમિયાન લો સ્કોર જોવા મળશે.

વર્લ્ડ કપની ફાઈનલ મેચ શરૂ થયાના 38 મિનિટ પહેલા જ એક દિગ્ગજ ખેલાડીએ પુરાવા સાથે કરી હતી Low Score ની ભવિષ્યવાણી, જુઓ ફોટો
Rohit Sharma
| Updated on: Nov 19, 2023 | 10:40 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે. જો આ ફાઈનલ મેચમાં ભારત જીતશે તો ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ટીમ બનશે. આ ઉપરાંત આ મેચમાં ઓસ્ટ્રેલિયા પણ ટાઈટલ જીતવા માટે પ્રયાસ કરી રહી છે. હાલ ભારતનો સ્કોર નીચો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે, જેમાં મેચ પહેલા જ લો સ્કોરની આગાહી કરવામાં આવી હતી.

મેચ શરૂ થાય તે પહેલા જ ઓછા સ્કોરની આગાહી

ભારતીય ટીમના એક દિગ્ગજ ખેલાડીએ વર્લ્ડ કપની ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા જ ઓછા સ્કોરની આગાહી કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરીને તેની જાણકારી આપી હતી. તેમણે ફાઈનલ મેચ શરૂ થયાના 38 મિનિટ પહેલા જ પુરાવા સાથે આ આગાહી કરી હતી કે મેચ દરમિયાન લો સ્કોર જોવા મળશે.

દિનેશ કાર્તિકે X પર એક પોસ્ટ શેર કરી

દિનેશ કાર્તિકે આજે એટલે કે, 19 નવેમ્બરના રોજ બપોરે 1:22 કલાકે X પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, Not a high scoring game. જો આપણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચની વાત કરીએ તો તેમાં કાળી માટી છે અને સાથે જ નરમ, સૂકી અને ખાડાવાળી છે.

આ પણ વાંચો : વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતની જીત થાય તે માટે લોકો ઓનલાઈન મંગાવી રહ્યા છે નારિયેળ અને અગરબત્તી

ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ પીચ ચેક કરી હતી અને હાથ દ્વારા સ્પર્શ કરીને જોઈ હતી કે પીચ કેવી છે, જેથી જો ટોસ જીતે તો પહેલા બોલિંગ કરવી કે પછે બેટિંગ કરવી તેનો નિર્ણય લઈ શકે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">