AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Quinton De Kock : જે બેટ્સમેનની ODI કારકિર્દી ખતમ થવા જઈ રહી છે, તેણે વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારી

ક્વિન્ટન ડી કોકે વર્લ્ડ કપ 2023ની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. ડી કોકે લખનૌના એકાના સ્ટેડિયમમાં 90 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ડી કોકે આ પહેલા શ્રીલંકા સામે પણ સદી ફટકારી હતી અને હવે આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા સામે પણ સેન્ચુરી મારી ટીમની જીતમાં મોટું યોગદાન આપ્યું હતું.

Quinton De Kock : જે બેટ્સમેનની ODI કારકિર્દી ખતમ થવા જઈ રહી છે, તેણે વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારી
Quinton De Kock
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 8:27 AM
Share

દક્ષિણ આફ્રિકાના ઓપનર અને વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ફરી એકવાર સદી ફટકારી છે. આ વિસ્ફોટક ડાબોડી બેટ્સમેને શ્રીલંકા વિરૂદ્ધ સદી ફટકાર્યા બાદ ઓસ્ટ્રેલિયન બોલરોને પણ ઝુકાવીને સદી ફટકારી છે. ડી કોકે (Quinton De Kock) લખનૌના એકાના સ્ટેડિયમમાં માત્ર 90 બોલમાં સદી (Century) ફટકારી હતી જેમાં તેણે 5 સિક્સ અને 8 ફોર ફટકારી હતી. આ પહેલા વર્લ્ડ કપમાં ડી કોકના નામે એક પણ સદી નથી, પરંતુ હવે આ ખેલાડીએ વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારી છે.

17 મેચો સુધી ચાલ્યો વર્લ્ડ કપ સદીનો દુષ્કાળ

ક્વિન્ટન ડી કોક આ વર્લ્ડ કપ પહેલા 2 વર્લ્ડ કપ રમ્યો હતો. 2015 અને 2019 વર્લ્ડ કપમાં તેણે કુલ 17 મેચ રમી હતી, જેમાં તેણે પોતાના બેટથી એક પણ સદી ફટકારી ન હતી. પરંતુ તેની કારકિર્દીના છેલ્લા વનડે વર્લ્ડ કપમાં તેણે સતત 2 મેચમાં 2 સદી ફટકારી હતી. વર્લ્ડ કપમાં 2 સદી ફટકારીને ડી કોકે ઘણા દિગ્ગજ બેટ્સમેનોની બરાબરી કરી લીધી છે.

વર્લ્ડ કપમાં 2 સદી ફટકારનાર ચોથો આફ્રિકન ખેલાડી

ક્વિન્ટન ડી કોક હાશિમ અમલા, ફાફ ડુ પ્લેસિસ, હર્શેલ ગિબ્સ પછી ચોથો દક્ષિણ આફ્રિકાનો ખેલાડી છે જેણે વર્લ્ડ કપમાં 2 સદી ફટકારી હોય. જો કે, ડી વિલિયર્સે દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ 4 વર્લ્ડ કપ સદી ફટકારી છે. જો કે, ડી કોક વિશ્વ કપમાં સતત બે સદી ફટકારનાર દક્ષિણ આફ્રિકાનો બીજો બેટ્સમેન છે. ડી કોક પહેલા આ રેકોર્ડ પણ ડી વિલિયર્સના નામે જ છે.

આ પણ વાંચો : AUS vs SA : ઓસ્ટ્રેલિયાએ હદ વટાવી, એક જ મેચમાં છ કેચ છોડ્યા, જુઓ Video

ડી કોકે ઓસ્ટ્રેલિયા સામે 109 રન બનાવ્યા

ક્વિન્ટન ડી કોકે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર ઈનિંગ રમી હતી પરંતુ તેની ઈનિંગમાં એક ખામી હતી. હકીકતમાં, શ્રીલંકાની જેમ ડી કોક પણ ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકાર્યા બાદ તરત જ આઉટ થઈ ગયો હતો. ડી કોકે ઓસ્ટ્રેલિયા સામે 109 રન બનાવ્યા હતા. અને શ્રીલંકા સામે પણ તે 100 રન બનાવીને આઉટ થયો હતો. જોકે ડી કોકની ઈનિંગ્સ શાનદાર હતી. તેણે સાઉથ આફ્રિકાને મોટો સ્કોર બનાવવાનું પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
g clip-path="url(#clip0_868_265)">