AUS vs SA : ઓસ્ટ્રેલિયાએ હદ વટાવી, એક જ મેચમાં છ કેચ છોડ્યા, જુઓ Video

ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડ કપની શરૂઆત સારી રહી નથી. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયનને પહેલી જ મેચમાં ભારત સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ આફ્રિકા સામેની મેચમાં ઓસ્ટ્રેલિયા માટે ફિલ્ડિંગમાં ઘણો ખરાબ સમય રહ્યો હતો. મેચમાં ઓસ્ટ્રેલિયાએ છ કેચ છોડ્યા હતા, જેનું પરિણામ તેમણે મેચ હારીને ગુમાવવું પડ્યું હતું.

AUS vs SA : ઓસ્ટ્રેલિયાએ હદ વટાવી, એક જ મેચમાં છ કેચ છોડ્યા, જુઓ Video
Australia's fielding
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 7:55 AM

12 ઓક્ટોબર, ગુરુવારે લખનૌમાં વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ના લીગ સ્ટેજની મેચમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામ-સામે હતા. દક્ષિણ આફ્રિકા (South Africa) એ તેની પ્રથમ મેચમાં શ્રીલંકાને આસાનીથી હરાવ્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયા એ પ્રથમ મેચમાં ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા (Australia) માટે આ મેચ જીતવી જરૂરી હતી. બોલરોએ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ ફિલ્ડરોએ તેમને સંપૂર્ણપણે નિરાશ કર્યા હતા.

એક જ ખેલાડીને ત્રણ વાર જીવનદાન મળ્યું

આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ વિકેટ માટે 108 રનની જબરદસ્ત ભાગીદારી કરી હતી. દક્ષિણ આફ્રિકાના સુકાની ટેમ્બા બાવુમા અને ક્વિન્ટન ડી કોકે ઘણા રન બનાવ્યા પરંતુ ઓસ્ટ્રેલિયન ફિલ્ડરોએ પણ આમાં સંપૂર્ણ યોગદાન આપ્યું. ખાસ કરીને બાવુમાને એક કરતા વધુ વખત લાઇફ સપોર્ટ મળ્યો. એડમ ઝમ્પાએ 10મી ઓવરમાં સૌથી પહેલા કેચ છોડ્યો હતો. ત્યારબાદ 13મી ઓવરમાં વિકેટકીપર જોશ ઈંગ્લીશ પણ કેચ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. આ પછી પણ ઓસ્ટ્રેલિયાની ફિલ્ડિંગમાં સુધારો થયો ન હતો અને શોન એબોટે પણ 16મી ઓવરમાં એક કેચ છોડ્યો હતો.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
View this post on Instagram

A post shared by ICC (@icc)

આ પણ વાંચો : World Cup 2023 : લખનૌમાં દક્ષિણ આફ્રિકાએ તબાહી મચાવી, ઓસ્ટ્રેલિયાને ચોથી વખત હરાવ્યું

View this post on Instagram

A post shared by ICC (@icc)

એક જ ઓવરમાં બે કેચ છોડ્યા

આ મેચનો ચોથો કેચ ડેવિડ વોર્નરે ડ્રોપ કર્યો હતો. જો કે આ 49મી ઓવરમાં પેટ કમિન્સના બોલ પર મિશેલ સ્ટાર્કે ડેવિડ મિલરનો કેચ છોડ્યો અને બે બોલ બાદ માર્કસ સ્ટોઈનિસે પણ માર્કો જેન્સનનો કેચ છોડ્યો, જે મેચમાં સૌથી સરળ કેચ હતો. આટલા કેચ છોડ્યા બાદ ટીમ જીતની આશા કેવી રીતે રાખી શકે અને એવું જ થયું. ઓસ્ટ્રેલિયાને સતત બીજી મેચમાં હારનો સામનો કરવા પડ્યો. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની મેચમાં પણ આવી જ ભૂલ કરી હતી. ત્યારે મિચેલ માર્શે વિરાટ કોહલીનો 12 રન પર આસાન કેચ છોડ્યો હતો જે બાદ કોહલી 85 રન બનાવી ટીમને જીત તરફ લઈ ગયો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">