AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : અફઘાનિસ્તાન સામે સદી બાદ પાકિસ્તાનની ટીમમાં રોહિત શર્માના નામનો ખૌફ

રોહિત શર્મા વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં નિષ્ફળ રહ્યો હતો પરંતુ બીજી મેચમાં તેણે અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી. રોહિતે 84 બોલમાં 131 રનની ઇનિંગ રમી હતી. રોહિતની આ સદીની ઇનિંગે પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓને ડરમાં મૂકી દીધા છે. મિસ્બાહ ઉલ હકને લાગે છે કે હવે રોહિત શર્માથી કોઈ બચશે નહીં.

Rohit Sharma : અફઘાનિસ્તાન સામે સદી બાદ પાકિસ્તાનની ટીમમાં રોહિત શર્માના નામનો ખૌફ
Rohit Sharma & Babar
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2023 | 2:18 PM
Share

જ્યારે રોહિત શર્મા (Rohit Sharma) નું બેટ ચાલે છે, ત્યારે રેકોર્ડ બને છે. વર્લ્ડ કપ 2023ની નવમી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટને પણ કંઈક આવું જ કર્યું હતું. રોહિતે અફઘાનિસ્તાન (Afghanistan) સામે 84 બોલમાં 131 રનની ઇનિંગ રમી હતી. દિલ્હીમાં રમાયેલી આ મેચમાં રોહિતે 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. ભારતના (Team India) કેપ્ટનનો સ્ટ્રાઈક રેટ 155થી વધુ હતો.

આંકડાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે રોહિત શર્માએ અફઘાન બોલરોને કેવી રીતે પછાડ્યા હતા. વેલ, રોહિતની આ ઈનિંગે પાકિસ્તાનમાં ખળભળાટ મચાવી દીધો છે. અફઘાનિસ્તાન હાર્યું છે પરંતુ પાકિસ્તાન રડી રહ્યું છે.

મિસ્બાહ ઉલ હકના મતે રોહિત સૌથી ખતરનાક બેટ્સમેન

રોહિત શર્માની ધમાકેદાર સદી જોયા બાદ પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકે તો ત્યાં સુધી કહ્યું કે રોહિત શર્મા હવે કોઈ બોલરને છોડશે નહીં. આગામી મેચ પાકિસ્તાન સામે છે અને રોહિત શર્માનો સામનો કરવો કોઈપણ બોલર માટે આસાન નહીં હોય. મિસ્બાહના મતે, રોહિત શર્માની સૌથી ખતરનાક વાત એ છે કે તેના માટે બોલિંગ કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. જો બોલ ઓફ સ્ટમ્પની બહાર હોય તો તે ત્યાં સારો સ્ટ્રોક રમે છે. જ્યારે બોલ શોર્ટ નાખવામાં આવે તો તે પુલ શોટ રમે છે અને સિક્સર ફટકારે છે. મિસ્બાહના મતે રોહિત શર્મા સામે બોલિંગ કરવી ખૂબ જ મુશ્કેલ છે.

આ પણ વાંચો : Rohit Sharma Century : સદી ફટકારી રોહિત શર્માએ 13 વર્ષ પહેલા આપેલું વચન પૂરું કર્યું

રોહિત શર્માને આઉટ કરવું મુશ્કેલ

વસીમ અકરમે પણ સ્વીકાર્યું કે રોહિત શર્માને રોકવો મુશ્કેલ હશે. મોઈન ખાનનું માનવું હતું કે જો રોહિત શર્મા શરૂઆતની ઓવરોમાં આઉટ થઈ જાય તો સારું છે પરંતુ જો તે સેટ થઈ જાય તો આમ કરવું ઘણું મુશ્કેલ છે.

રોહિત શર્માની રેકોર્ડ બ્રેકિંગ બેટિંગ

રોહિત શર્માએ અફઘાનિસ્તાન વિરુદ્ધ સદી ફટકારીને ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા હતા. તે વિશ્વ કપમાં સૌથી વધુ 7 સદી ફટકારનાર ખેલાડી બન્યો. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. આ સિવાય તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. રોહિત શર્માએ વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી પણ ફટકારી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">