AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: પાકિસ્તાનની ટીમનું હૈદરાબાદમાં કેસરી શાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું, જુઓ Video

પાકિસ્તાનની ટીમ બુધવારે હૈદરાબાદ પહોંચી હતી અને હવે તેને 29 સપ્ટેમ્બરે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમવાની છે. પહેલા વિઝાને લઈને ઘણા વિવાદો સામે આવતા હતા, પરંતુ હવે બધા પાછળ રહી ગયા છે અને બાબર આઝમ પોતાની ટીમ સાથે અહીં પહોંચી ગયા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ભારતીય શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

World Cup 2023: પાકિસ્તાનની ટીમનું હૈદરાબાદમાં કેસરી શાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું, જુઓ Video
Pakistan team
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 8:34 PM
Share

પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ (World Cup 2023) માટે હૈદરાબાદ પહોંચી ગઈ છે, જ્યાં તે આગામી 15 દિવસ રોકાવાની છે. ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે જ્યારે પાકિસ્તાને (Pakistan) 29 સપ્ટેમ્બરે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમવાની છે. બુધવારે મોડી સાંજે સુકાની બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાની ટીમ હૈદરાબાદ એરપોર્ટ પર ઉતરી હતી, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હૈદરાબાદ (Hyderabad) એરપોર્ટ પર ખૂબ જ કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી.

પાકિસ્તાની ટીમ સાત વર્ષ બાદ ભારત આવી

આવું સાત વર્ષ પછી બન્યું છે જ્યારે પાકિસ્તાની ટીમ ક્રિકેટ મેચ રમવા માટે ભારત આવી છે, આ પહેલા ટીમ 2016 T20 વર્લ્ડ કપ માટે ભારત આવી હતી. જ્યારે પાકિસ્તાની ટીમ એરપોર્ટ પર પહોંચી ત્યારે ઘણા લોકોએ ક્રિકેટરો સાથે સેલ્ફી ક્લિક કરી હતી. આ ઉપરાંત ટીમ હોટલમાં પણ તમામ ખેલાડીઓનું ભારતીય શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ખેલાડીઓનું ભગવા રંગની શાલ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં કેપ્ટન બાબર આઝમ સહિત ઘણા ખેલાડીઓ કેસરી શાલ પહેરી રહ્યા છે.

વિઝાને લઈને વિવાદ થયો હતો

પાકિસ્તાન ક્રિકેટ ટીમને 25 સપ્ટેમ્બરે વિઝા મળ્યા હતા, જેને લઈને ઘણો વિવાદ થયો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વિઝા મેળવવામાં વિલંબને લઈને ICCને ફરિયાદ કરી હતી, પરંતુ બાદમાં ખુદ PCBએ નિવેદન જારી કરીને તેને નકારી કાઢ્યું હતું. PCBના જણાવ્યા અનુસાર, તેમણે 19 સપ્ટેમ્બરે વિઝા માટે અરજી કરી હતી. BCCIએ 25 સપ્ટેમ્બર સુધીની જ તારીખ આપી હતી અને વિઝા સમયસર મળી ગયા હતા.

ODI વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનનું શેડ્યૂલ :

29 સપ્ટેમ્બર vs ન્યુઝીલેન્ડ (વોર્મ અપ મેચ) 3 ઓક્ટોબર vs ઓસ્ટ્રેલિયા (વોર્મ અપ મેચ) 6 ઓક્ટોબર vs નેધરલેન્ડ 10 ઓક્ટોબર vs શ્રીલંકા 14 ઓક્ટોબર vs ભારત 20 ઓક્ટોબર vs ઓસ્ટ્રેલિયા 23 ઓક્ટોબર vs અફઘાનિસ્તાન 27 ઓક્ટોબર vs દક્ષિણ આફ્રિકા 31 ઓક્ટોબર vs બાંગ્લાદેશ

આ પણ વાંચો : વર્લ્ડ કપ માટે ભારત આવતા પહેલા પાકિસ્તાનની ટીમનું ફોટોશૂટ, PCBએ શેર કરી તસવીરો

વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમ :

બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, ફખર જમાન, ઈમામ ઉલ હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, સલમાન આગા, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હારીસ રઉફ, હસન અલી, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">