AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : અમદાવાદમાં રોહિત સાથે હાર્દિક પંડ્યા કરશે કપ્તાની, ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત!

વનડે વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની આગામી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની છે. ટીમ ઈન્ડિયા ઘરઆંગણે પાકિસ્તાન સામે હારવું પસંદ નહીં કરે અને જો મેચ જીતવી હશે તો હાર્દિક પંડ્યાના અનુભવ અને તેની કેપ્ટનશીપની પણ જરૂર પડશે.

IND vs PAK : અમદાવાદમાં રોહિત સાથે હાર્દિક પંડ્યા કરશે કપ્તાની, ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત!
Hardik & Rohit
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 10:00 AM
Share

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં શનિવારે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. વિશ્વભરના ક્રિકેટ ફેન્સની નજર આ મેચ પર છે. ટીમ ઈન્ડિયા (Team India) આ મેચમાં સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માની સાથે ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક પંડયા (Hardik Pandya) ના અનુભવનો પણ ફાયદો ઉઠાવશે.

હાર્દિક પંડ્યા કરશે કપ્તાની !

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં હારનો સામનો કરવા ઈચ્છશે નહીં. રોહિત એવો કપ્તાન બનવા બિલકુલ ઇચ્છતો નથી જેના નામે ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનના હાથે પ્રથમ હારનો સામનો કરવાનો રેકોર્ડ બને. પરંતુ આ મેચમાં રોહિત નહીં પરંતુ હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે.

અમદાવાદમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો

હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન છે. જેથી તે રોહિતના રાઈટ હેન્ડ તરીકેની ભૂમિકા સારી રીતે નિભાવી શકશે અને અમે કહી શકાય કે, તે આ મેચમાં આડકતરી રીતે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. એટલે કે રોહિત ઓફિશિયલ કેપ્ટન રહેશે પરંતુ પંડ્યા મેદાન પર વાસ્તવિક કેપ્ટન્સી કરતો જોવા મળી શકે છે.

આ પણ વાંચો : IND vs PAK : અમદાવાદમાં 11 વર્ષ પહેલા પાકિસ્તાન સામે રોહિત શર્મા સાથે શું થયું હતું ?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઈટન્સનું હોમ ગ્રાઉન્ડ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપનો મહા મુકાબલો યોજાશે. આ સ્ટેડિયમ એક રીતે હાર્દિકનું ઘર છે. પંડ્યા IPLમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતની ટીમનું હોમ ગ્રાઉન્ડ છે. પંડ્યાને અંહી રમવાનો ઘણો અનુભવ છે. તે આ મેદાન પર રોહિત કરતાં વધુ સારી કપ્તાની કરી શકે છે. તે પિચને સારી રીતે જાણે છે. આવી સ્થિતિમાં પ્લેઈંગ-11ની પસંદગીની સાથે મેચમાં રણનીતિમાં પંડ્યાના અભિપ્રાયનું ઘણું મહત્વ રહેશે.

હાર્દિક પંડ્યાએ મોટી ભૂમિકા ભજવવી પડશે

હાર્દિક પંડ્યા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઘણું ક્રિકેટ રમ્યો છે. આવી સ્થિતિમાં, તેના પર ટીમને જીત અપાવવાની જવાબદારી હશે. હાર્દિક પંડ્યાને આ મેચમાં બેટ અને બોલ બંનેથી વધુ સારું પ્રદર્શન કરવું પડશે. પંડ્યા જાણે છે કે આ પીચ પર કેવી રીતે રન બનાવવા અને આવી સ્થિતિમાં તે અન્ય બેટ્સમેનોને, ખાસ કરીને યુવા બેટ્સમેનોને કહી શકે છે કે અહીં કેવા પ્રકારની બેટિંગ કરવી જોઈએ. બોલિંગમાં પણ તે પોતાનો અનુભવ બોલરો સાથે શેર કરી શકે છે કે અહીં કઈ લાઈન અને લેન્થ બોલિંગ કરવી જોઈએ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
g clip-path="url(#clip0_868_265)">