વર્લ્ડ કપ 2011ની જીત બાદ આવો હતો દેશમાં નજારો, સચિન તેંડુલકરનો આ ઈન્ટરવ્યુ થઈ રહ્યો છે વાયરલ, જુઓ વીડિયો
વર્લ્ડ કપ જીત્યા બાદ લોકો રસ્તા પર આવી ગયા હતા. હાલમાં તેની સાથે જોડાયેલો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સચિન તેંડુલકરના એક ઈન્ટરવ્યુનો છે. વર્લ્ડકપમાં જીત મળ્યા બાદના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. સચિનનો આ ઈન્ટરવ્યુ સ્કાય સ્પોર્ટ્સ ક્રિકેટ દ્વારા લેવામાં આવ્યો હતો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર વર્લ્ડ કપ જીતવા માટે આજે મેદાનમાં ઉતરશે. વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19મી નવેમ્બરે એટલે કે આજે રમાવાની છે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ખૂબ જ ખાસ છે, કારણ કે 2011 વર્લ્ડ કપ જીત્યા બાદ આ પહેલીવાર છે જ્યારે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી છે. વર્લ્ડકપ 2011ની ફાઈનલ મેચ તમને યાદ હશે કે કેવી રીતે ભારતની જીત બાદ દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ વીડિયો સચિન તેંડુલકરના એક ઈન્ટરવ્યુનો છે
વર્લ્ડ કપ જીત્યા બાદ લોકો રસ્તા પર આવી ગયા હતા. હાલમાં તેની સાથે જોડાયેલો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સચિન તેંડુલકરના એક ઈન્ટરવ્યુનો છે. વર્લ્ડકપમાં જીત મળ્યા બાદના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. સચિનનો આ ઈન્ટરવ્યુ સ્કાય સ્પોર્ટ્સ ક્રિકેટ દ્વારા લેવામાં આવ્યો હતો.
1983 બાદ ભારતે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો
સચિન તેંડુલકરે આ વીડિયોમાં કહ્યુ હતુ કે, 2011ની તે ક્ષણ તેના જીવનની સૌથી ખાસ ક્ષણ હતી અને તે ક્ષણ માત્ર તેના માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ખાસ હતી, કારણ કે વર્ષ 1983 બાદ ભારતે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આ ખુશીમાં આખો દેશ આનંદમાં હતો. લોકો રસ્તા પર આવીને નાચતા અને ગાતા આ જીતની ઉજવણી કરી હતી.
અહીં જુઓ વીડિયો
Sachin Tendulkar on winning the World Cup in India in 2011 ,✨✌#Worldcupfinal2023 #CWC23Final #INDvsAUSfinal #Dinesh Gambhir Dravid #NarendraModiStadium#F1 #Alpine #LasVegasGPpic.twitter.com/VIwSUjcj31
— Prachi Rawat (@Panchih0) November 18, 2023
વીડિયોમાં સ્ટેડિયમનો નજારો બતાવવામાં આવ્યો
વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે રસ્તાઓ પર લોકોની ભીડ એકઠી થઈ હતી. આ ઉપરાંત વીડિયોમાં સ્ટેડિયમનો નજારો પણ બતાવવામાં આવ્યો છે. વિરાટ કોહલી સચિનને ખભા પર બેસાડી સ્ટેડિયમમાં ફેરવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Panchih0 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે.
1 મિનિટ અને 12 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 85,000 થી વધારે વખત જોવામાં આવ્યો છે. સાથે જ અનેક લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને જુદી-જુદી કોમેન્ટ કરી છે. એક યુઝરે કહ્યુ કે, આપણે ભારતીયો આજે પણ આ જ દ્રશ્ય જોવા માંગીએ છીએ.