AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડ્રોને બતાવી અદ્દભુત કલાકારી, સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે શેર કર્યો વીડિયો

ફાઈનલ મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડ્રોને અદભૂત કલાકારી દેખાડી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને દરેક ભારતીય ખુશ થઈ જશે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે અનેક ડ્રોન દ્વારા આકાશમાં ભારતનો નકશો અને ધ્વજ બનાવવામાં આવ્યો છે.

વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડ્રોને બતાવી અદ્દભુત કલાકારી, સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે શેર કર્યો વીડિયો
Drone Show
| Updated on: Nov 19, 2023 | 4:19 PM
Share

ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ખાસ કરીને ક્રિકેટ ચાહકો એ જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આ વખતે વર્લ્ડ કપ કોણ જીતશે? આ વખતનો વર્લ્ડ કપ અનેક રીતે ખાસ છે. વર્ષ 2011 બાદ આ પહેલી વખત છે જ્યારે ભારતીય ટીમ ટ્રોફીથી આટલી નજીક છે. બીજુ કે આ ફાઈનલ મેચ માટે ખાસ તૈયારીઓ પહેલાથી જ કરવામાં આવી છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ફાઈનલ મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડ્રોને અદભૂત કલાકારી દેખાડી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને દરેક ભારતીય ખુશ થઈ જશે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે અનેક ડ્રોન દ્વારા આકાશમાં ભારતનો નકશો અને ધ્વજ બનાવવામાં આવ્યો છે.

ફાઈનલ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડ્રોન શો

ડ્રોને વર્લ્ડ કપની તસવીર પણ શાનદાર બનાવી હતી. આ સિવાય સ્ટેડિયમમાં ડ્રોનના ઉપયોગથી અનેક પ્રકારના આર્ટવર્ક કરવામાં આવી છે. આ ડ્રોન શોનો વીડિયો સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડ્રોન શો.

અહીં વીડિઓ જુઓ

આ વીડિયો 34 સેકન્ડનો છે જેને અત્યાર સુધીમાં 1.70 લાખથી વધારે વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને 7,000 થી વધારે લોકોએ લાઈક પણ કર્યો છે. આ સાથે જ લોકોએ કોમેન્ટ પણ કરી છે. આ ડ્રોન શો જોઈને લોકોએ કહ્યુ કે, ભારત ફાઈનલ જીતશે. અન્ય એક યુઝરે કહ્યુ કે, શું અદ્ભુત નજારો છે.

આ પણ વાંચો : 140 કરોડ લોકોની દુઆ ટીમ ઇન્ડિયા સાથે છે, વર્લ્ડકપ ફાઈનલ પહેલા ટીમને મળ્યા અભિનંદન, જાણો કોણે શું કહ્યું ?

આજે ફાઈનલ મેચ બાદ આકાશમાં ડ્રોન શો જોવા મળશે. અંદાજે 1200 ડ્રોન અદભૂત શો પ્રદર્શિત કરશે. આ બધુ મેચ પૂર્ણ થયા બાદ વિજેતા ટીમના તાજ પહેરાવવામાં આવશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં આતશબાજી જોવા મળશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">