Women’s World Cup 2022: ન્યુઝીલેન્ડ ભારત સામે 261 રનનુ લક્ષ્ય રાખ્યુ, એમેલિયા અને એમીની અડધી સદી, વસ્ત્રાકરની 4 વિકેટ

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે હેમિલ્ટનમાં આઇસીસી વિશ્વકપ (Icc Women World Cup 2022) ની મેચ રમાઇ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. ન્યુઝીલેન્ડી ટીમે એમી સેટર્થવેઇટ અને એમિલયા કરની અડધી સદીની મદદ વડે 260 રનનો સ્કોર કર્યો હતો. ભારત તરફ થી પૂજા વસ્ત્રાકરે (Pooja […]

Women’s World Cup 2022: ન્યુઝીલેન્ડ ભારત સામે 261 રનનુ લક્ષ્ય રાખ્યુ, એમેલિયા અને એમીની અડધી સદી, વસ્ત્રાકરની 4 વિકેટ
Pooja Vastrakar એ 4 વિકેટ ઝડપવા અગાઉ એક શાનદાર રન આઉટ કર્યો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 10:31 AM

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે હેમિલ્ટનમાં આઇસીસી વિશ્વકપ (Icc Women World Cup 2022) ની મેચ રમાઇ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. ન્યુઝીલેન્ડી ટીમે એમી સેટર્થવેઇટ અને એમિલયા કરની અડધી સદીની મદદ વડે 260 રનનો સ્કોર કર્યો હતો. ભારત તરફ થી પૂજા વસ્ત્રાકરે (Pooja Vastrakar) 4 વિકેટ ઝડપીને ન્યુઝીલેન્ડની ટીમ પર મુશ્કેલી વર્તાવી હતી. ન્યુઝીલેન્ડે 9 વિકેટ ગુમાવી હતી. ભારતીય બોલરોએ ઓપનીંગ જોડીને તોડી હતી, પરંતુ ત્યાર બાદ અડધી સદી ફટકારનાર બંને ખેલાડીઓના રન પર નિયંત્રણ કરવામાં વાર લગાડતા કિવી ટીમ સન્માન જનક સ્કોર સુધી પહોંચી શકી હતી.

ભારતે હવે સૌથી મોટા રન ચેઝનો રેકોર્ડ તોડવો પડશે, ન્યુઝીલેન્ડનુ લક્ષ્ય ભારતીય ટીમ માટે આ એક પડકાર બનશે. કારણ કે ભારતે 2019ના વર્ષ દરમિયાન દક્ષિણ આફ્રિકાસામે 248 રનનુ લક્ષ્ય પાર કર્યુ હતુ. આમ રન ચેઝ કરવા માટે ટીમ નવો રેકોર્ડ રચવો પડશે. ભારતે વિશ્વકપમાં પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે મોટી જીત મેળવી હતી. ભારત માટે સારી વાત એ છે કે પીચ બેટિંગ માટે યોગ્ય છે અને તે તેના લક્ષ્યને જાણે છે. આ રેકોર્ડ લક્ષ્યનો પીછો કરવા માટે ભારતીય ટીમને સારી શરૂઆતની જરૂર પડશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ન્યુઝીલેન્ડની મજબૂત શરૂઆત

ન્યુઝીલેન્ડે ભારત સામે ધમાકેદાર શરૂઆત કરી હતી. ભલે તેને પહેલો ઝટકો વહેલો લાગ્યો, પરંતુ બીજી અને ત્રીજી વિકેટની ભાગીદારીએ ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી દીધો. મેચમાં એક સમયે એવું લાગી રહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ સરળતાથી 300 રનનો આંકડો પાર કરી જશે. પરંતુ, ભારતીય બોલરો અને ખાસ કરીને પૂજા વસ્ત્રાકરે કિવી ટીમની 300 રન બનાવવાની ઈચ્છા પર પાણી ફેરવી દીધુ હતુ.

પૂજા વસ્ત્રાકરે 10 ઓવરમાં 34 રન આપીને 4 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જ્યારે રાજેશ્વરી ગાયકવાડે 10 ઓવરમાં 46 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સિવાય ઝુલન ગોસ્વામી અને દીપ્તિ શર્માને 1-1 વિકેટ મળી હતી.

આ પણ વાંચોઃ Sreesanth Retires: મેચમાં બાઉન્સર થી ડાન્સર અને બોલિંગ થી લઈને હંગામા સુધી, આવી રહી હતી શ્રીસંતની કરિયર

આ પણ વાંચોઃ Cricket Rules Changed: સચિન તેંડુલકરે ક્રિકેટ નિયમોમાં ફેરફારને આવકાર્યા, તો ઇંગ્લીશ ખેલાડીએ કહ્યુ તેમાં કોઇ સ્કિલ નથી

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">